Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

પાર્કિંગમાં ભાવવધારા પૂર્વે ઠેકેદારોએ પાલિકાની મંજૂરી લેવી પડશે

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 4:23 AM [IST](29/08/2010)
 
 
 
 
 
વાહન વ્યવહારની વધતી ગીચતાની સમસ્યાના અસરકારક ઉકેલ તરીકે બહુમાળી પાર્કિંગનો વિકલ્પ મહાનગરપાલિકા પ્રશાસને હાથ ધર્યો છે. જોકે પાર્કિંગના કોન્ટ્રાકટમાં કોન્ટ્રાક્ટરોને પાર્કિંગના દરમાં વધારો કરતાં પૂર્વે મહાનગરપાલિકા વહીવટીતંત્રની પરવાનગી લેવી અનિવાર્ય હોવાથી રેડી રેકનર દર પ્રમાણે અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા કોન્ટ્રાક્ટરોને જ આ ઠેકો (કોન્ટ્રાકટ) પ્રાપ્ત થનાર હોવાનું પાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું.

મહાનગરપાલિકા મુંબઈમાં છ ઠેકાણે બહુમાળી પાર્કિંગ પ્રકલ્પ બાંધે છે. તેમાંથી અંધેરી, બોરીવલી અને માટુંગાના પ્રકલ્પો મંજુરીના અંતિમ તબક્કામાં છે. જ્યારે કુર્લા, પવઈ અને દાદરના પ્રકલ્પો કોન્ટ્રાક્ટરોએ નિવિદા (ટેન્ડર્સ) પાછી ખેંચી લેવાને લીધે અટક્યા છે.

કરોડો રૂપિયાના ટેન્ડર્સના કોન્ટ્રાકટસમાં દર બે વર્ષે પાંચ ટકા પાર્કિંગ દર કોન્ટ્રાક્ટર વધારશે. તેથી મહાનગરપાલિકા પ્રશાસને નિયમો અને શરતોને વધુ કડક બનાવ્યા છે. તેથી રેડી રેકનરના દર પ્રમાણે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરોને ભાડું આપવું પડશે. એવી જ રીતે પાર્કિંગના દર વધારતાં પૂર્વે પ્રશાસનની પરવાનગી લેવી પડશે. એવી માહિતી અતિરિકત મહાનગરપાલિકા આયુક્ત અસીમ ગુપ્તાએ આપી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.