Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

ટુજી સ્પેકટ્રમ મામલે કોંગ્રેસના દંભ પર બાળ ઠાકરેના પ્રહારો

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 3:36 AM [IST](04/02/2012)
 
 
 
 
 
- રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ચુપકીદી તથા કપિલ સબિ્બલના દંભી બયાનોની ઝાટકણી કાઢી

‘‘ઉત્તર પ્રદેશમાં માયાવતીના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારે ઊહાપોહ કરનારા કોંગ્રેસના યુવરાજ પોતાની સરકારના ટુજી સ્પેકટ્રસ કૌભાંડ વિશે કંઈ જ બોલતા નથી. તેમની ‘મમ્મી’ પણ ચૂપ છે. વડા પ્રધાન પણ આ મુદ્દે મોઢું ખોલતા નથી. એ ‘મૌન’માં જ સત્ય છુપાયું છે,’’ એમ જણાવતાં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ ટુજી સ્પેકટ્રમ કૌભાંડમાં ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સવોgચ્ચ અદાલતમાં રજુ કરેલા ભરપૂર પુરાવાને પગલે ગૃહપ્રધાન પી. ચિદંબરમનું રાજીનામું માગ્યું હતું.

બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના અગ્રલેખમાં જણાવ્યું હતું કે ‘‘સર્વોચ્ચ અદાલતે દૂર સંચાર (ટેલિકોમ) ખાતાના ભૂતપૂર્વ પ્રધાન એ. રાજાએ તેમના કાર્યકાળ- વર્ષ ૨૦૦૮માં બહાલ કરેલા ૧૨૨ ટુજી સ્પેકટ્રમ લાઈસન્સ અદાલતે રદબાતલ ઠેરવ્યા ત્યાર પછી દેશનાં તમામ ક્ષેત્રો-પ્રાંતોમાંથી અનેક પ્રતિક્રિયાઓ મળી. કેન્દ્ર સરકારના વિરોધ પક્ષ ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ત્યાર પછી શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ અચાનક મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા.

‘કોંગ્રેસ, ચિદંબરમનું રાજીનામું માગવાને બદલે તેમને છાવરવાનો પ્રયત્ન કરે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી ખરેખર તો યુપીએ સરકારે જ તાત્કાલિક સત્તા છોડી દેવી જોઈતી હતી, પરંતુ કેન્દ્રની કોંગ્રેસી મોરચાની સરકાર ગેંડા જેવી જાડી ચામડીની હોવાનું ફરી સાબિત થયું છે,’એમ બાળ ઠાકરેએ અગ્રલેખમાં જણાવ્યું હતું.

‘દેશને પોણાબે લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના પ્રકરણમાં સવોgચ્ચ અદાલતે લપડાક માર્યા પછી પણ દૂર સંચાર ખાતાના પ્રધાન કપિલ સબિ્બલ હસતાં હસતાં મિડિયા સામે ગયા. ‘સારંુ થયું, અદાલતે જ વધુ સ્પષ્ટ કર્યું, હવે બધી ગેરસમજ દૂર થઈ,’’ એમ કહીને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત સબિ્બલ મહાશયે કર્યું, તેનો અર્થ ‘પડ્યા તોયે ટંગડી ઊંચી’ એવો થાય ભ્રષ્ટાચાર અને કૌભાંડોનાં પ્રકરણો કોઈને ગળે ઊતરે એમ નથી, એવું કહીએ તોયે દંભ અને નાટકિયાવેડાની જબરજસ્ત કલા આ કોંગ્રેસીઓને આવડે છે,’ એમ બાળ ઠાકરેએ લેખમાં જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ‘કૌભાંડ વેળા નાણાં પ્રધાનપદ સંભાળતાં પી. ચિદંબરમ અને વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને સ્પેકટ્રમ લાઈસન્સોની વહેંચણી સાથે કોઈ સંબંધ નથી. આખું કૌભાંડ એ. રાજાએ આચર્યું, એમ કપિલ સબિ્બલ કહે છે. બધો દોષ દ્રમુકને માથે ઢોળીને ભ્રષ્ટાચારના કલંકથી મુકત રહેવાનો કોંગ્રેસનો આ નબળો પ્રયત્ન છે.’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.