- તાજેતરમાં વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાનો બ્લોગ બંધ કરી દીધો હતો
તાજેતરમાં જ પોતાના બ્લોગ અંગે ચર્ચામાં આવેલા સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ મંગળવારે પોતાનો નવો બ્લોગ શરૂ કર્યો છે. તેમના એક સાથીએ આ અંગે માહિતી આપી છે.
અણ્ણાના નવા બ્લોગ પર શરૂઆતમાં એક લેખ જાહેર કરાયો છે. જેને 'ભ્રષ્ટાચારને રોકવો અને ગામડાઓનો વિકાસ : આ બે વાતો દેશના વિકાસ માટે મહત્વની છે'ના નામે જાહેર કરાયો છે.
અણ્ણાના સાથીએ કહ્યું કે 'અણ્ણા હજારે સેજ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ડોટ ઓર્ગ' પર તેમના વિચારો વાંચી શકાય છે.
જૂના બ્લોગની સરખામણીએ અણ્ણનો આ નવો બ્લોગ માત્ર બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં જ હશે. આ પહેલા તેમનો બ્લોગ ત્રણ ભાષાઓ હિન્દી, અંગ્રેજી અને મરાઠી એમ ત્રણ ભાષામાં હતો.
- તમારો મત
તમે આ અંગે શું માનો છો? નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.