મુલુંડ નવઘરમાં જીવદયાપ્રેમીની સતર્કતાથી ૧૯ પ્રાણીઓને ઉગારી લેવાયાં હતાં, જ્યારે ત્રણ મૃતાવસ્થામાં મળી આવ્યાં હતાં. પોલીસે દરોડા પાડ્યા ત્યારે ડ્રાઈવર અને કલીનર ફરાર થઈ ગયા હતા.
શુક્રવારે પરોઝિયે મુલુંડ પૂર્વમાં ઐરોલી મુંબઈ હાઈવે ટોલ નાકા ખાતે વિશ્વસનીય માહિતીને આધારે ભાયંદરના જીવદયા પ્રેમી દીક્ષિત કીર્તિકુમાર શાહ (ઉ.વ.૨૫) દ્વારા પોલીસની મદદથી છટકું ગોઠવવામાં આવ્યું હતું.
તે સમયે ટેમ્પો (એમએચ-૧૪- એચ- ૬૧૨૫) ત્યાં આવતાં તેની તલાશી લેવામાં આવી હતી. તેમાં ઠાંસી-ઠાંસીને ૨૨ બળદ ભરેલાં હોવાનું જણાયું હતું.
આ પ્રાણીઓને એટલી બૂરી રીતે ખીચોખીચ ભરવામાં આવેલાં હતાં કે તેમાં ત્રણ પ્રાણીઓ મૃતાવસ્થામાં મળી આવ્યાં હતાં.
આ દરોડા પડતાં જ ટેમ્પોનો ડ્રાઈવર અને કલીનર ફરાર થઈ ગયા હતા. આ સંબંધે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.