આમિર ખાનની લેટેસ્ટ પ્રોડક્શન ‘પીપલી લાઇવ’માં ખેડૂતોને દેવામાં ડૂબી જતાં આપઘાત કરી લેતાં દર્શાવાયા છે તેની સામે વિદર્ભના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને આમિરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્રય પર્વ દિને જ જે તે ખેડૂતોની વિધવાઓ અને અમુક પરિવારોએ યવતમાલમાં શેરીઓમાં દેખાવો કર્યા હતા અને તેમણે આ ફિલ્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિદર્ભના ખેડૂતોના આપઘાતની વાત અહીં ખોટી રીત રજુ કરવામાં આવી છે.
સરકારની નીતિને લીધે ખેડૂતોને મરવું પડે છે
વિદર્ભ જન આંદોલન સમિતિના પ્રેસિડેન્ટ કિશોર તિવારી જણાવે છે કે, વૈશ્વિકરણ અને સરકારની ખોરાં ટોપરાં જેવી નીતિના લીધે જ ખેડૂતોને મરવાનો વારો આવે છે. અહીં પરિવારના ડખ્ખા કારણભૂત નથી જ. આમિરે સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં પૂર્વે કન્સલ્ટન્ટની સંમતિ લેવી જોઇતી હતી.
તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મને લીધે જે તે ખેડૂતની વિધવાને કમ્પેન્સેશન મળશે કે કેમ? તેના પર પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. સરકારની ઢીલી નીતિના લીધે જ ભારતના કોઇપણ ખૂણામાં ખેડૂતોએ જિંદગી ટૂંકાવવી પડતી હોય છે. અહીં પરિવારનો પ્રશ્ન આપઘાત માટે મહત્વનો નથી.