નવી દિલ્હી- મુંબઈ સેન્ટ્રલ- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પહેલી વાર ડબ્લ્યુએપી વિદ્યુત એન્જિન દ્વારા મુંબઈ સેન્ટ્રલ સુધી સંચાલિત કરાઈ
સંપૂર્ણ ઓલ્ટરનેટ કરન્ટ પર ચાલતી લોકો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધી આવવાની ઐતિહાસિક ઘટના બુધવારે બની હતી. ચર્ચગેટ સ્ટેશન સુધી ડીસીથી એસી કર્ષણ પરિવર્તન પશ્વાત પ્રતિષ્ઠિત ૧૨૯૫૧/ ૧૨૯૫૨ નવી દિલ્હી- મુંબઈ સેન્ટ્રલ- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પહેલી વાર ડબ્લ્યુએપી વિધ્યુત એન્જિન દ્વારા મુંબઈ સેન્ટ્રલ સુધી સંચાલિત કરાઈ હતી, જે એક ઐતિહાસિક ઘટના છે. ડબ્લ્યુએપી એન્જિન સંપૂર્ણ એસી (ઓલ્ટરનેટ કરન્ટ) દ્વારા સંચાલિત કરાય છે.
આ પૂર્વે ડબ્લ્યુસીએમ વિદ્યુત એન્જિનો દ્વારા ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ સુધી લાવવામાં આવતી હતી, જે ડીસી-એસી એન્જિન છે. આગળની યાત્રા માટે તેને વડોદરામાં બદલવું પડતું હતું.ડબ્લ્યુએપી એન્જિન અત્યાધુનિક એબીબી ટેકનિક દ્વારા નિર્મિત છે અને તેની ગતિ ક્ષમતા ડબ્લ્યુસીએમ એન્જિનોથી વધુ છે. આ થ્રી ફેઝ એસી એન્જિનોમાં બહેતર એક્સલરેશન છે.