Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

નાતાલ મનાવવા વિદેશ જતાં પર્યટકોને અકસ્માત: છનાં મોત

 
Source: Bhaskar News, Pune   |   Last Updated 12:20 AM [IST](26/12/2011)
 
 
 
 
Advertisement
 
પુણે- મુંબઈ હાઈવે પર શનિવાર મધરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૧ જણ ઘાયલ થયા હતા. મૃતકો અને ઘાયલોમાં પુણે વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ સૌ ખાનગી પ્રવાસી કંપની મારફત વિદેશમાં સહેલગાહ જવા માટે નીકળ્યા હતા.

આ માર્ગ અકસ્માતમાં મીનાક્ષી અભિજિત મહાજની (ઉ. વ. ૫૦), વિજયેંદ્ર ગોપાળકૃષ્ણ મઠકર, સંજય ટિકલે, અનુજા ટિકલે, અશોક જાધવ, પ્રતીક જોશીનો સમાવેશ થતો હતો, જ્યારે ઘાયલ ૧૧ જણને પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં અમુકની હાલત અત્યંત ગંભીર હોવાનું પોલીસે જણા્યું હતું.

પુણેની ગિરકિંદ ટ્રાવેલ્સ કંપની મારફત આ દસ દિવસની સહેલગાહ નીકળી હતી. થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર એમ નાતાલની રજાઓ નિમિત્તે આ સહેલગાહ નીકળી હતી. મુંબઈ એરપોર્ટ પરથી તેઓ થાઈલેન્ડ જવાના હતા. આ માટે કંપનીની બસમાં ૧૭ જણ નીકળ્યા હતા.

લોનાવાલા નજીક એક ખાડામાં બસનું પૈડું ફસાઈ ગયા બાદ ટાયર ફાટયું હતું. આને કારણે બસ વિરુદ્ધ દિશામાં જઈને પલટી ખાઈ ગઈ હતી. તે સમયે મુંબઈ તરફથી આવતા એક ટ્રકે તેમની બસને જોરદાર ઠોકર મારી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.