મિની ટ્રક રોડને અડીને આવેલા ઝાડની સાથે અથડાતા બનેલી ઘટના
નાસિકના ધુળે જિલ્લા નજીક ધાબાલે ફાટા પાસે એક મિની ટ્રક ઝાડની સાથે ટકરાવાને કારણે સાત મજુરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ૩૯ મુસાફરો જખમી થયા હતા. તમામ ઘાયલોને ધુળેની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી પોલીસે આપી હતી.
મિની ટ્રક ૪૫ મજુરોને લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રકચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી.
ટ્રક રોડને અડીને આવેલા ઝાડની સાથે અથડાયો હતો અને સાત મજુરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, એમ પોલીસ અધિકારી એસ. બી. શિરસાટે માહિતી આપતાં જણાવ્યું હતું.