Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Nagpur
 

ટેન્કરને અટકાવી સેંકડો લિટર દૂધ રસ્તામાં ઢોળીને વિરોધ કરવામાં આવ્યો

 
Source: Agency, Satara   |   Last Updated 12:40 AM [IST](25/07/2010)
 
 
 
 
 
વિદેશથી દૂધનો પાઉડર, ઘી અને અન્ય દુગ્ધજન્ય પદાર્થો આયાત કરવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનો કિસાન સંગઠન, દૂધ ઉત્પાદક સંગઠન અને શિવસૈનિકોએ દૂધના ટેન્કરને અટકાવીને દૂધને રસ્તાની વચ્ચોવચ ઢોળી દઈને નોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કિસાન સંગઠનના નેતા શંકરરાવ ગોડસે, ખચાવ તાલુકાના અધ્યક્ષ બાપુરાવ ભોઈટે, લાલાસાહેબ સાબળેની સાથે કિસાન સંગઠન અને દૂધ ઉત્પાદકોના સેંકડો સમર્થકો દૂધના ત્રણ ટેન્કર્સને ક્રાંતિસિંહ નાના પાટીલ ચોક નજીક અટકાવીને સેંકડો લિટર દૂધને વહાવી દીધું હતું. પોલીસે આ સંદર્ભે શિવસેનાના વિરાજ ખરાડે અને અન્ય સમર્થકોને તાબામાં લીધા હતા.

દેશમાં દૂધના પાઉડરના દરને ઉતારવા સારુ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે વિદેશથી ૩૦ હજાર ટન દૂધનો પાઉડર ૧૪૭ રૂપિયે કિલો અને ૨૬૦ રૂપિયાના કિલોના ભાવે ઘીની ખરીદી કરી છે તેમ જ તેની ઉપર આયાત કર રદ કર્યો હતો અને કેન્દ્ર તે માટે સબસિડી પણ પૂરી પાડવાની છે.

૧૮ ઓગસ્ટના રોજ દુગ્ધજન્ય પદાર્થ લઈને આવનારું જહાજ મુંબઈ પહોંચવાનું છે. જોકે કિસાન સંગઠન જહાજમાંથી આ માલને ઊતરવા નહી દે એવો નિર્ધારશંકરરાવ ગોડસેએ વ્યક્ત કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.