દેશની પહેલી મોનો રેલવે આવતા ઓગસ્ટ માસથી મુંબઈમાં દોડશે. વડાલાથી ચેમ્બુર સુધી મોનોનો પહેલાં તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું હોવાથી શનિવારે પત્રકારોને મોનો રેલની સફરનો સુખદ અનુભવ મળ્યો હતો.
‘‘મોનો રેલવેનો પહેલો તબક્કો ઘણી મુશ્કેલીઓમાંથી પાર થઈ પૂર્ણતાને આરે પહોંચ્યો છે. વડાલાથી ચેમ્બુર વચ્ચેના રુટમાં આવનારા સ્ટેશનોનું કામ લગભગ ૯૦ ટકા પૂરું થઈ ગયું છે. બાકી રહેલું કામ આગામી પાંચ મહિનામાં યુદ્ધને ધોરણે પૂરું કરવામાં આવશે,’’ એમ એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું હતું.
‘‘જોકે મોનો રેલનું સેફટી ઓડિટ થવું બાકી છે. સાર્વજનિક સેવા હોવાથી આ ઓડિટ વગર મોનો રેલને મુંબઈગરાઓની સેવામાં દાખલ કરવામાં નહી આવે. આ કામ પૂરું થવા પર જ મોનો રેલની શરૂઆત આધાર રાખે છે. ભૂર્ગભ પાઈપો, ડ્રેનેજ લાઈન્સ, પુર્નવસન જેવી અનેક મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢી મોનો રેલનો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે.
મોનો રેલ પ્રોજેક્ટ જુન ૨૦૧૧માં પૂરો થવાની અપેક્ષા હતી. પછી તેની સમયમર્યાદા ડિસેમ્બર ૨૦૧૨ સુધી લંબાવવામાં આવી હતી તે પણ પસાર થઈ જતાં હવે ઓગસ્ટ સુધીમાં મોનો રેલ દોડી શકશે કે કેમ? એ પ્રશ્ન છે. પરંતુ આ વિલંબોને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં મોટો વધારો થયો છે. મોનો રેલનાં બન્ને તબક્કાનું કામ પૂરું થયા પછી જ આ વિલંબથી વધેલા ખર્ચની માહિતી મળશે,’’ એવી માહિતી એમએમઆરડીએના અધિકારીઓએ આપી હતી.
આગળ વાંચો મોનોરેલ જ્યારે મુંબઈમાં દોડશે ત્યારે કેવી લાગશે....આગળની તમામ તસવીરોમાં જુઓ....