રિઝર્વ બેન્કથી ભાયંદર તરફ જઈ રહેલા R ૬૦ લાખના પરચુરણથી ભરેલો ટ્રક નાળામાં ખાબકી પડ્યો હતો. પોલીસ અને ટોઈંગ વાને ભારે જહેમતને અંતે પરચુરણથી ભરેલી ગૂણીઓ બહાર કાઢી હતી.
ગઈકાલે સાંજે આ ઘટના બની હતી, પરચુરણથી ભરેલી ૨૦૦ ગૂણીઓ નાળામાં પડી ગઈ હતી. ગૂણીઓમાં રૂ.૧૦, રૂ.૫, રૂ.ર અને ૧ના ચલણી સિક્કાઓ હતા, જે તળ મુંબઈમાં રિઝર્વ બેન્કમાંથી સ્ટેટ બેન્કની ભાયંદર તથા કાશીમીરા શાખામાં લઈ જવામાં આવી રહ્યા હતા. નાળા પરનો સ્લેબ ટ્રકના વજનથી ખડી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.