Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

પુણેમાં ૪૮ કલાકમાં ૪૩ જણને સ્વાઈન ફ્લૂ

 
Source: Bhaskar News, Pune   |   Last Updated 12:09 AM [IST](23/07/2010)
 
 
 
 
 
પુણે જિલ્લામાં ૭ હજાર, ૮૧૩ દરદીની તપાસ : ૧૨૮૬ દરદીઓને ‘ટેમિફ્લૂ’ અપાઈ

પુણેમાં છેલ્લા ૪૮ કલાકની અંદર ૪૩ જણને સ્વાઈન ફ્લુનો ચેપ લાગ્યાનું આરોગ્ય ખાતાએ આપેલી માહિતી દ્વારા જાણવા મળ્યું હતું. આ અગાઉ સ્વાઈન ફ્લુ થયેલા ૧૯ દરદીઓને કૃત્રિમ શ્વાસોશ્વાસ પ્રણાલી પર રાખવામાં આવ્યા છે.

આરોગ્ય ખાતાએ આપેલી માહિતીને આધારે પુમેમાં સ્વાઈન ફ્લુના દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાનું સ્પષ્ટ થયું હતું. સ્વાઈન ફ્લુનાં લક્ષણોવાળા દરદીના ગળામાંના દ્રવ પદાર્થનો નમૂનો લઈને ચકાસણી માટે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનએવી) ખાતે મોકલાવી અપાય છે. ઇન્સ્ટિટ્યૂટે આપેલા રિપોર્ટ પરથી દરદીને સ્વાઈન ફ્લુ થયાનું નિદાન નક્કી થાય છે. પુણે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૭ હજાર, ૮૧૩ દરદીની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૪૩ જણને સ્વાઈન ફ્લુ થયાનું સ્પષ્ટ થયું હતું. આ રોગ ઉપર એક હજાર, બસોછ્યાંસી દરદીઓને ‘ટેમિફ્લુ’ નામની દવા અપાઈ હતી.

આરોગ્ય ખાતાએ આપેલા આંકડા પ્રમાણે જુન મહિનાની સરખામણીમાં સ્વાઈન ફ્લુનો ચેપ લાગેલા દરદીઓનું પ્રમાણ વધ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. પુણે જિલ્લામાં મંગળવારે ૩૪ જણને સ્વાઈન ફ્લુનો ચેપ લાગ્યાની નોંધ આરોગ્ય ખાતામાં કરાઈ હતી. ગુરુવારે આ રોગના ૧૯ દરદીઓ મળ્યા હતા. શહેરની વિવિધ હોસ્પિટલોમાં મંગળવારે સ્વાઈન ફ્લુના ૧૪ દરદીઓને કૃત્રિમ શ્વાસોશ્વાસ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, ગુરુવારે આ સંખ્યા વધીને ૧૯ની થઈ હોવાની જાણકારી આરોગ્ય ખાતાએ આપી હતી.

પુણે જિલ્લામાં સ્વાઈન ફ્લુને પગલે છેલ્લા ત્રણ મહિનામાં ૫૩ જણના મૃત્યુ થયાં હતાં. સ્વાઈન ફ્લુ જેવા જીવલેણ રોગને કારણે એકલા પુણે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૪ દરદી મૃત્યુ પામ્યા હતા, એવી નોંધ આરોગ્યા ખાતામાં છે.

એપ્રિલ મહિનાથી તપાસવામાં આવેલા શંકાસ્પદ દરદીઓની સંખ્યા ૨,૫૯,૯૪૭. ટેમપિ્લુ નામની દવા આપવામાં આવેલા દરદીઓ ૧૮,૮૩૦. સ્વાઈન ફ્લુનો ચેપ લાગેલા દરદીઓ ૪૮૨ અને અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા દરદીની સંખ્યા ૨૬૪ છે, એમ વર્તમાન સ્થિતિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.