એક જ સમયે ચારેય કેવી રીતે પાણીમાં પડ્યા તે અંગેની તપાસ હાથ પોલીસ દ્વારા હાથ ધરાઈ: ચારેય ચંદ્રમણિનગરના રહેવાસી
નાગપુર નજીકના નાગપુર ગ્રામીણ વિસ્તારમાં બેલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સિંચાઈ વિભાગના વડગાંવ ડેમમાં પડી જવાને કારણે મંગળવારે ચાર જણનાં મોત નીપજ્યાં હોવાની ઘટના બની હતી. ચારેયના મૃતદેહો ભારે જહેમતને અંતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સારીપુત્ર થુલ, જયસિંગ મોરોલિયા, રાજુ શિંદે અને વાસુ એમ મૃતકોનાં નામ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પહેલા ત્રણના મૃતદેહો મંગળવારે મળી આવ્યા હતા, વાસુનો મૃતદેહ બુધવારે હાથ લાગ્યો હતો. ચારેય નાગપુરના ચંદ્રમણિ નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓના પરિવારજનોને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડેમમાં માછીમારી કરવા માટે ચારેય ગયા હતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે એક જ સમયે ચારેય કેવી રીતે પાણીમાં પડ્યા તે અંગેની તપાસ હાથ ધરાવાની બાકી છે.
મોતના મુખમાં પડેલા ચારેયની ઉંમર ૨૦થી ૨૫ વર્ષની વયની હોવાનું પાલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું.