- પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક અકસ્માત
નાગપુરમાં પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક બુધવારે ઊંધી વળવાને કારણે અકસ્માત નડ્યો હતો. બપોરે સુમારે સવાબાર વાગ્યે સ્કૂલબસ ઊંધી વળવાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા ૨૮ વિદ્યાર્થીઓ જખમી થયા હતા.
જખમીઓમાં ત્રણની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જખમીઓને ડિગડોહ સ્થિત લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભંડારા જિલ્લાના પાલાંદુર વિસ્તારમાંથી ઊપડેલી એક શાળાની સ્કૂલબસમાં નવ શિક્ષકોની સાથે ૭૨ વિદ્યાર્થીઓ નાગપુરના શૈક્ષણિક પ્રવાસ માટે જઈ રહ્યા હતા. નાગપુરના શૈક્ષણિક પિકનિક અંતર્ગત વિદ્યાર્થીઓએ ફન એન્ડ ફૂડની મુલાકાત લીધી હતી.
ત્યાર બાદ આ શાળાના વિદ્યાર્થીઓને લઇને બસ પાછી પાલાંદુર આવવા ફરી રહી હતી ત્યારે નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીકના વિસ્તારમાં સ્કૂલબસ રોડ પરથી નીચે ગબડી પડી હતી. આ અકસ્માતમાં ૨૮ વિદ્યાર્થીઓ જખમી થયા હતા.