મુંબઇમાં આજથી ત્રણ વર્ષ અગાઉ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન સમગ્ર દેશ 60 કલાક સુધી બંધક બની રહ્યો હતો. દિલ્હીથી લઇને છેવાડાના ગામડાં સુધી એક જ ચર્ચા હતી કે આ લોહીયાળ ખેલનો અંત ક્યારે થશે? આખરે 29મી નવેમ્બરની સવારે જ્યારે એનએસજી કમાન્ડો તાજ હોટેલથી બહાર નીકળ્યા ત્યારે આખા દેશને વિશ્વાસ થઇ શક્યો કે 164 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા દસમાંથી 9 આતંકવાદી માર્યા ગયા છે અને એકને જીવતો પકડવામાં આવ્યો છે.
દરિયાઈ માર્ગે વિશાળ માત્રામાં વિસ્ફોટકો અને આધુનિક હથિયાર લઇને બેરોકટોક મુંબઇ સુધી પહોંચાનારા આ આતંકવાદી મુંબઇ કેવી રીતે પહોંચી શક્યા તે અંગે જાણવા બધા આતુર હતા. માત્ર દસ આતંકવાદીઓને કાબૂમાં કરવા માટે 60 કલાક જેટલો વધારે સમય કેમ લાગ્યો..? દેશની સરહદી તથા આંતરિક સુરક્ષામાં રહેલા છીંડા પૂરવા સરકાર હવે શું પહલાં લેશે..? વગેરે સહિતના અનેક પ્રશ્ન આજે પણ મુંબઇ હુમલામાં ભોગ બનનારાઓને જવાબ નહીં પણ માત્ર દુઃખ આપે છે.
તમારો મત આખરે એવું શું છે કે જે સરકાર નથી કરી શકી? આવી દુઃખદ ઘટનાઓ પછી પણ કેમ સરકારની સંવેદનાઓને અસર નથી થતી.? જો સત્તા તમારા હાથમાં હોત તો તમે સૌથી પહેલું કામ શું કરત..? (મંતવ્ય દર્શાવતી વખતે સંયમિત અને મર્યાદિત ભાષાનો ઉપયોગ કરો. અભદ્ર ભાષાપ્રયોગવાળી કોમેન્ટ રદ કરીને મોકલનારને બ્લોક કરવામાં આવશે.)