26/11 એટલે કે મુંબઇ હુમલાની યાદ આવતા જ મોટાભાગના લોકોના શરીરમાં કંપકપાટી છુટી જાય છે. ભારતની આર્થિક રાજધાનીમાં આતંકવાદીઓએ એવો લોહીયાળ ખેલ કર્યો કે જેના ઘા હજુ ભરાયા નથી.
મુંબઇ હુમલાને આજે 26મી નવેમ્બર, 2011, શનિવારે પૂરા ત્રણ વર્ષ થયા છે. તેમ છતાં એવું લાગે છે કે તે સમયે જ્યાં હતા ત્યાં જ આજે પણ છીએ. માસૂમ જનતાને મોતની ચાદર ઓઢાવનારાઓ આજે પણ આપણા જ સરકારી મહેમાન બની બેઠા છે.
26/11ના હુમલાની આ તસવીરોને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી.....