Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

પુણે પો. કમિશનરને ૨૫ હજારનો દંડ

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 2:17 AM [IST](09/02/2012)
 
 
 
 
Advertisement
 
મેટનું ફરમાન : જાતિ પ્રમાણપત્રને મુદ્દે બઢતી નકારી અને ટ્રિબ્યુનલના અગાઉના આદેશનો અમલ ટાળ્યો

જાતિ પ્રમાણપત્ર નહીં હોવાના કારણસર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરના હોદ્દે બઢતી નકારનારા પુણેના પોલીસ કમિશનરને મહારાષ્ટ્ર એડમિનસ્ટિ્રેટિવ ટ્રિબ્યુનલે આંચકો આપ્યો છે. બઢતીના આદેશો આપ્યા છતાં તેના અમલમાં વિલંબ બદલ રાજ્યના વહીવટી ન્યાયાધિકરણ (મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ-મેટ)એ પુણેના પોલીસ કમિશનરને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો હતો. આ દંડ કમશિરને પોતાના ખિસ્સામાંથી ભરવાનો આદેશ પણ ટ્રિબ્યુનલે આપ્યો છે.

પુણે પોલીસના કોન્સ્ટેબલ લક્ષ્મણ રાઠોડે બઢતીને મુદ્દે ‘મેટ’ પાસે દાદ માગી હતી. ટ્રિબ્યુનલના ચેરમેન ડૉ. ન્યા. એસ રાધાકૃષ્ણન અને ડે. ચેરમેન એ. પી. સિંહાની પીઠ સમક્ષ રાઠોડની અરજીની સુનાવણી યોજાઈ હતી. રાઠોડ તરફથી એડવોકેટ કે. પી. જગદાળે અને પ્રતિવાદી તરફથી એડવોકેટ એન. કે. રાજપુરોહિતે દલીલો કરી હતી.

લક્ષ્મણ રાઠોડ પુણે પોલીસ કમિશનર કાર્યાલયની સેવામાં છે અને તેમની પાસે જાતિ પ્રમાણપત્ર (કાસ્ટ સર્ટિફિકેટ) નહીં હોવાના કારણસર બઢતી નહીં આપવાનું પગલું ગેરવાજબી હોવાનું સ્પષ્ટ કરતાં બઢતીના અમલનો આદેશ ૨૩ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અપાયો હતો. મુંબઈ હાઈકોર્ટના કેટલાક ચુકાદાનો સંદર્ભ ટાંકતાં ટ્રિબ્યુનલે ‘જાતિ પ્રમાણપત્ર નહીં હોવાને મુદ્દે બઢતી રોકી કે નકારી ન શકાય’ એમ જણાવ્યું હતું.

જોકે એ ૨૩ નવેમ્બરના હુકમનો અમલ ટાળવામાં આવતો હોવાનું ‘મેટ’ને જણાવાયું હતું. સુનાવણીમાં પ્રતિવાદીના વકીલે પુણેના પોલીસ કમિશનર આવશ્યક આદેશની રાહ જોતા હોવાની માહિતી આપી હતી. એ વખતે ટ્રિબ્યુનલે કમિશનરને એક સપ્તાહમાં આદેશના અમલનો હુકમ કરતાં તેમને (કમિશનરને) ૨૫ હજાર રૂપિયાનો દંડ તેમના ખિસ્સામાંથી ભરવાનો હુકમ કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.