Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

યુવરાજસિંહ ધ મેકિંગ ઓફ અ ટ્રેજિક હીરો?

 
Source: Small Satya, Mukesh Modi   |   Last Updated 12:49 AM [IST](30/08/2010)
 
 
 
 
 
આજથી બે હજાર વર્ષ અગાઉ એરિસ્ટોટલને એક પ્રશ્ન થયો: આખરે માણસ ટ્રેજડી એટલે કે કરૂણ નાટક કે સેડ ફિલ્મ જોવા જાય છે શું કામ? એરિસ્ટોટલની ટ્રેજડી સમજવાની યાત્રામાં મુખ્ય પડાવ ત્યારે આવ્યો જ્યારે એ મહાશયે ટ્રેજિક હીરોને સમજવાનો પ્રયત્ન કર્યો. ટ્રેજિક હીરો કેવો હોય? ટ્રેજિક હીરો સારો હોવો જોઈએ, પણ બહુ સારો પણ ન હોવો જોઈએ. એ ખરાબ હોવો જોઈએ પણ નોટ ટૂ બેડ. કારણ કે શત પ્રતશિત સારા માણસની પડતી કુદરતી ન્યાયની વિરૂદ્ધની બાબત છે અને અતિશય દુષ્ટની પડતી પ્રત્યે પણ કોઈને સહાનુભૂતિ થતી નથી.

સારો, કાબિલ, હોંશિયાર, દમદાર જણ કે જે સફળ થવા સર્જાયો છે, જે સફળતાનો સ્વાદ ચાખી ચૂકયો છે અને જે માત્ર અને માત્ર સ્વભાવમાં રહેલી કોઈ ખામીને કારણે સ્વવિનાશ નોતરે છે એ પરફેક્ટ ટ્રેજિક હીરો બની શકે છે. ઓડિયન્સ અને વિશ્વના મોઢામાં અને વિશ્વમાં અરેરાટી ઉત્પન્ન કરાવી શકે એ બની શકે છે ટ્રેજિક હીરો. જેને અંગ્રેજી કાવ્યનો રાવજી પટેલ કહી શકાય એવા શેલીની ફેમસ લાઈન છે ને કે ‘અવર સ્વીટેસ્ટ સોંગ્ઝ આર ધોઝ ધેટ ટેલ અસ ધ સેડેસ્ટ થોટ...’ આપણા ગમતીલાં ગીત એ જ કે જે કરુણ વાત કરે.

શું વેલ બલ્ટિ, હેન્ડસમ, ઓસમ યુવરાજસિંહ ટ્રેજિક હીરો બનવા તરફ જઈ રહ્યો છે? શેક્સપિયરના ઓથેલો અને મેકબેથ અને લિયર તો પંકાયેલા ટ્રેજિક હીરોઝ છે, પણ યુવરાજની વાત કરીએ છીએ એટલે ક્રિકેટ સાથે સંકળાયેલી એક બીજી હસ્તી યાદ આવે છે, જે મેકિંગ ઓફ અ ટ્રેજિક હીરો નહીં પણ કન્ફર્મ મોડર્ન ટ્રેજિક હીરો છે. સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન અને અભૂતપૂર્વ ખેલાડી હેન્સી ક્રોન્યે.

ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે દેશની ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહી હોય એ ટીમને ત્રીસ જ મહિનામાં અવ્વલ ટીમોમાં સ્થાન અપાવવું, કેપ્ટનશીપના નવા નવા આયામો સર્જવા... સિતારો આસમાને હતો, પણ નિયતિએ હેન્સી ક્રોન્યેને ટ્રેજિક હીરો બનાવવો હતો એટલે એક ઉણપ તો મૂકવી જ હતી, લાલચ! સટ્ટાકાંડમાં નામ ઉછળ્યું, બદનામી મળી, ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું અને આખરે પ્લેન ક્રેશમાં મોત... ધડકતા શ્વાસે માઈકલ જેકસન, રાજીવ ગાંધી, ટાઈગર વૂડઝ્ને પણ યાદ કરી શકો છો. રાહુલ મહાજન- પ્રમોદ મહાજન વગેરે ટ્રેજિક હીરો માટે ગેરલાયક ઠરે છે, કારણ કે ટ્રેજિક હીરો થવાની પણ લાયકાત જોઈએ અને એ છે રોયલનેસ!

અને યાદ રહે ટ્રેજિક હીરો એટલે કરુણ મોત કંપલસરી નથી જ નથી! પડતી થવી એ એટલું જ લાગુ પડે છે, એવી પડતી કે જેમાં તમારા પગ ઉપર કુહાડો તમે જ મારો છો, જે વ્યક્તિ ભારતની ટીમનો કેપ્ટન બનવાની શક્યતા ધરાવતો હતો એ ટીમમાં આવન-જાવન કરવા માંડે એને ટ્રેજડીની શરૂઆત તો કહી જ શકાય. યુવરાજ એટલું સામથ્ર્ય ધરાવે છે કે ભારતના જ નહીં, વિશ્વના ઓલ ટાઈમ સ્વીટ એન્ડ હીટ હીટર્સની યાદીમાં આવી શકે છે.

યુવરાજ પાસે એટલા બધા આક્રમક શોટ્સની રેન્જ છે, અને એ પણ નેચરલી ગિફ્ટેડ લૂકીગ, કે વિશ્વના ભલભલા બોલરોના છોતરાં કાઢી શકે છે.યુવરાજના સ્વભાવ અથવા તો મનપ્રદેશનું દર્પણ છે, એની બોડી લેન્ગ્વેજ: ઈગોઈસ્ટિક, હુ કેર્સ, સુપિરીઓરિટી કોમ્પ્લેક્સ, કોઈને શાબાશી આપતી વખતે છતો થતો અહંકાર ભાવ, સાથી બેટ્સમેન સાથે એવોઈડન્સ ઓફ કમ્યુનિકેશન, આઉટ થયા પછી બ્લેમ કરવાની માનસિકતા, ફિલ્ડિંગ પોઝિશન માટે ઝઘડા અને નારાજગી... અને આ તો એ બધી વાતો છે જે બિટવીન ધ લાઈન્સ વાંચવી પડે છે અથવા તો વંચાઈ જ જાય છે. યુવરાજને તમે છેલ્લે ક્યારે સચિનની માસુમિયતથી કોઈની ખુશીથી ખુશ થતો જોયો છે?

એકચ્યુઅલી, યુવરાજે બે વ્યક્તિઓ, કે જેની સાથે એ ડ્રેસિંગ રૂમ શેર કરે છે, પાસેથી શીખવા જેવું ઘણું છે, એ છે સહેવાગ અને ધોની. સહેવાગ પણ કેપ્ટન બનું બનું હતો અને બની ગયો ધોની. પણ સહેવાગે આ છીનવાઈ જવાની લાગણીને ખુબ સમજદારીપૂર્વક સ્વમાનથી બહાર કાઢી મૂકી છે અને એના ક્રિકેટને એન્જોય કરે છે. બીજું ઉદાહરણ ધોનીનું એટલા માટે કે સફળતાને શિખરે આરુઢ થયેલ આ સામાન્ય પરિવારમાંથી આવતો માનવી સાવ સામાન્ય રીતે સાક્ષીને પરણી જાય છે અને પેજ થ્રી વાળાઓને ચોંકી જવાની પણ તક આપતો નથી! મેરેજના બે દિવસ અગાઉ જ ત્રણ વર્ષ માટેના જાહેરાત કરારના બસ્સો કરોડ ગર્વભેર લેનારે ચાહ્યું હોત તો મેરેજ કવરેજના એકાદ-બે કરોડ તો ખંખેયાઁ જ હોત. ના, પૈસા કમાવવાની પણ એક ગરિમા હોય છે.

જો યુવરાજ હજુ પણ મેન્ટલ સ્તરે બ્લેમ ગેમમાં રચ્યો પચ્યો રહેશે તો શ્યોર એની ટ્રેજિક હીરોની શક્યતાઓ વધી રહી છે, અને જો એ ઈન્ટ્રોસ્પેકશનમાં જશે તો આપણને ફરીથી છ બોલમાં છ સિકસ જોવા મળશે. જોઈએ, યુવી કયો રસ્તો પસંદ કરે છે. પણ એટલું જરૂરથી કહીશું કે, યુવી વી વોન્ટ યુ ટુ બી અ હીરો, નોટ અ ટ્રેજિક હીરો! કારણ કે ટ્રેજિક હીરો બનવાની લાયકાત ધરાવવી એ મહાનતા છે, પણ ટ્રેજિક હીરો થવું એ ટ્રેજડી છે.

Small સત્ય,મુકેશ મોદી

mukeshmodifoundation@yahoo.in
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.