Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

શું ઈશ્વરે ગુસ્સામાં આવીને સર્જ્યો હશે આ દેશ...?

 
Source: Yatra, Pritisen Gupta   |   Last Updated 12:23 AM [IST](22/01/2012)
 
 
 
 
 
નામિબિયા ઘણો મોટો દેશ કહેવાય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ ઇંગ્લેન્ડથી ચાર ગણો મોટો છે. એટલે કે સવા આઠ લાખ ચો.કિ.મી. અને વસ્તી જુઓ તો સાવ ઓછી. ૨૦૦૯ની ગણતરી પ્રમાણે એકવીસ લાખ નવ હજાર જેટલી. એટલે કે દર ચો.કિ.મી.માં સરેરાશ બે જણ વસતા ગણાય. ત્યાંના એતોશા નેશનલ પાર્કમાં ખૂબ મોટા પ્રમાણમાં સિંહ, હાથી, ગેંડા, ચિત્તા, જિરાફ, ઝિબ્રા, હરણ વગેરે અનેક વન્યપ્રાણી ત્યાં વસી રહ્યાં છે.

એટલાન્ટિક સમુદ્રના એના ઉત્તર કિનારા પર છેલ્લી સદીઓમાં એટલાં વહાણ તૂટ્યાં છે, ને એટલા ખલાસીઓએ જાન ગુમાવ્યા છે કે એ ‘હાડપિંજરિયો કાંઠો’ તરીકે નામચીન થયેલો છે. તો એ જ સમુદ્રના દેશના દક્ષિણ કિનારે સુરક્ષિત બારાં બનેલાં છે. જ્યાં દૂર દૂરનાં વહાણ આજે નાંગરે છે.

આપણે ભલે એનું નામ ના સાંભળ્યું હોય, પણ પૃથ્વી પર આ નામિબિયા દેશ બહુ અજીબ છે, હોં. એમ તો આફ્રિકા ખંડના ઘણા દેશો એમનાં આગવાં કુદરતી લક્ષણોને માટે ખાસ્સા જાણીતા થયેલા છે-ગાઢ જંગલ, અસંખ્ય પ્રાણી, મોટી નદીઓ, હરિયાળાં મેદાન, સૂકાં રણ, અંતરાય વિનાના સાગર-કિનારા. છતાં જાણકારો કહેશે કે ‘ના, પણ નામિબિયામાં આ બધું વધારે પ્રમાણમાં છે, વધારે વિશિષ્ટ છે.’ અનેકવિધ રૂપ ધરાવતો નામિબિયા દેશનો ભૂમિપટ એટલો તો અડગ, અબાધિત, અદમિત છે કે એને માટે ‘ઇશ્વરે ગુસ્સામાં આવીને સજેઁલો પ્રદેશ’ જેવા શબ્દો પણ વપરાતા આવ્યા છે.

નામિબિયાની વિશિષ્ટતાઓ ટૂંકમાં જોઇએ તો, સૌથી પહેલાં તો એમાં નામબિ નામનું જે રણ આવેલું છે તે દુનિયામાંનું જૂનામાં જૂનું, કરોડો વર્ષો પહેલાંનું રણ ગણાય છે. પચાસ હજાર ચો.કિ.મી.નો એનો વિસ્તાર છે, જેમાં પૃથ્વી પરનાં વિચિત્રતમ વનસ્પતિ, જીવજંતુ, નાનાં પ્રાણી વગેરે હજારો વર્ષોથી જીવતાં આવ્યાં છે. આ નામબિ રણમાં પાષાણ શિલાઓ અને પથરાળ મેદાનો છે, ને દુનિયામાંની ઊંચામાં ઊંચી રેતીની ટેકરીઓ પણ આવેલી છે.

એના ઉત્તર-પશ્ચિમના હિસ્સામાં ડમારાલેન્ડ નામનો નામબિથી જુદો રણપ્રદેશ છે. એમાં લાલ માટી, લાવાના કાળા ઢોળાવ, પથરીઓની વચ્ચે ઊગતું-જીવતું ભૂખરું ઘાસ, કાંટાળાં ઝાંખરાં, ઊંચા થોર અને અચરજ પમાડે તેવા રણ-હાથી જોવા મળે છે. તો એની પૂર્વીય સરહદ પર કાલાહારી રણ છે જે સાઉથ આફ્રિકા તથા બોટ્સ્વાનામાં વિસ્તરેલું છે.

પશ્ચિમે એટલાન્ટિક સમુદ્રના એના ઉત્તર કિનારા પર છેલ્લી સદીઓમાં એટલાં વહાણ તૂટ્યાં છે, ને એટલા ખલાસીઓએ જાન ગુમાવ્યા છે કે એ ‘હાડપિંજરિયો કાંઠો’ તરીકે નામચીન થયેલો છે. તો એ જ સમુદ્રના દેશના દક્ષિણ કિનારે સુરક્ષિત બારાં બનેલાં છે. જ્યાં દૂર દૂરનાં વહાણ આજે નાંગરે છે.

એના ઉત્તર-પૂર્વના ભાગમાં દેશનો જ નહીં પણ આખા ખંડમાંનો અતિવિશિષ્ટ ગણાતો ‘એતોશા નેશનલ પાર્ક’ આવેલો છે. એની અંદર એક જમાનામાં ખૂબ મોટું સરોવર હતું. હવે ત્યાં કચ્છમાં જોવા મળે છે તેવું મીઠાના પોપડાનું બનેલું સફેદ મેદાન છે. સૂકો હોવા છતાં આ પાર્કમાં વનરાજી છે, ઊંચાં તાડ ઝાડ છે અને ખૂબ મોટા પ્રમાણમાં સિંહ, હાથી, ગેંડા, ચિત્તા, જિરાફ, ઝિબ્રા, હરણ વગેરે અનેક વન્યપ્રાણી ત્યાં વસી રહ્યાં છે.

નામિબિયા ઘણો મોટો દેશ કહેવાય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ ઇંગ્લેન્ડથી ચાર ગણો મોટો છે. એટલે કે સવા આઠ લાખ ચો.કિ.મી. અને વસ્તી જુઓ તો સાવ ઓછી. કેટલી? ૨૦૦૯ની ગણતરી પ્રમાણે એકવીસ લાખ નવ હજાર જેટલી. એટલે કે દર ચો.કિ.મી.માં સરેરાશ બે જણ વસતા ગણાય. આગળ વર્ણવ્યો છે તેમ દેશનો મોટા ભાગનો વિસ્તાર સૂકો કે પર્વતીય કે વન્ય છે.

ભૂમિ ખુલ્લી ને ખાલી ને સ્તબ્ધ ને સૂર્યથી સળગતી. લગભગ આખું વર્ષ ભરપૂર તડકો અને ગરમી. વરસાદની ઋતુમાં ઓછો-વત્તો વરસાદ થઇ જાય. ત્યારે નામિબિયાના સાવ સૂકાં રણ પણ ઝીણાં રંગીન ફૂલોથી છવાઇ જાય છે. ગયા વર્ષે સાવ અચાનક મોટાં પૂર આવી ગયેલાં ને ઘણાં ઝૂંપડાં, પાક ને ઢોર પણ તણાઇ ગયેલાં. આ વર્ષે હજી વરસાદ શરૂ નહોતો થયો. હવામાં જરા પણ ઘામ નહીં તેથી ગરમી લાગે પણ પરસેવો કે અકળામણ ના થાય.

નામિબિયામાં જતાં પહેલાં મેં એને વિશે ઘણું વાંચેલું, વારંવાર એનો નકશો જોતી રહેલી અને દિવસો સુધી વિચાર કરેલા કે એમાં શું જોવું? સૌથી મોટી મુશ્કેલી એ જણાઇ કે અહીં એક પ્રવાસીને માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં ફરવાની કોઇ સગવડ કે શક્યતા નથી. મોટર ભાડે કરી શકાય પણ જ્યાં ચારસો કે વધારે કિ.મી. સુધીના વિરકત રસ્તા હોય ત્યાં સાવ એકલા ડ્રાઇવ કરવું જોખમી ગણાય છે. ખાસ તો દ્રષ્ટિભ્રમ અને દિશાભ્રમ જેવું થવાની દહેશત રહે છે અને અહીં જાહેર બસોના નામે ભાગ્યે જ કાંઇ છે.

આથી મેં મારી રીતે નામિબિયાનો પ્રવાસ યોજ્યો અને ક્યાં જવું તે મનોમન નક્કી કર્યું. મને ત્યાં ખાસ તો રેતીની ટેકરીઓ જોવાનું વર્ષોથી મન હતું. દુનિયામાં ઘણા દેશોમાં હું ખાસ ત્યાંનાં રણ તથા એમાંની ઊંચી, સુંવાળી ટેકરીઓ જોવા જતી હોઉં છું. નામિબિયા જવાનું મુખ્ય કારણ પણ એ જ હતું. આઠ દિવસ મેં ત્યાંના રણની નજીકમાં અને વિન્ડૂકમાં ગાળ્યા.

વિન્ડૂક દેશનું પાટનગર એટલે ત્યાં ઘણાં સરકારી ખાતાંનાં મકાનો બનેલાં છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ બેંકો અને બીજી કેટલીક કંપનીઓના હેડક્વાર્ટર્સ, મોઘાં કપડાંની તથા હસ્તકળાની ચીજોની દુકાનો પણ ત્યાં જ. આવાં મકાનોના પ્રવેશદ્વારની નજીક ઊભા રહી જવાનું મન થાય કારણ કે વાતાનુકૂલનની ઠંડક મળેને. પણ દરેક દ્વાર આગળ એક એક રખેવાળ પણ ઊભો જ હોય એટલે કામ વગરના કોઇને ત્યાં લાંબું અટકવા ના દે.

આ બધાં નવાં અને આધુનિક મકાનોને કારણે ઇન્ડિપેન્ડન્સ એવન્યૂ નામનો શહેરનો આ મુખ્ય રસ્તો પણ મોડર્ન દેખાય છે. દેશનું ભૌગોલિક કેન્દ્ર એવું વિન્ડૂક શહેર સમુદ્રની સપાટીથી ૧૬૬૦ મીટર ઊંચે વસેલું છે. તેથી એના બધા જ રસ્તા ઢોળાવ પડતા છે. અમુક તો ખાસ્સા ટેકરિયાળા છે. દેશનું સંસદભવન તેમજ દેશના પ્રમુખનું નિવાસસ્થાન શહેરને છેડે એક ઊંચા ચઢાણ પર બનાવેલું છે. નાનકડું એવું આ આખું શહેર ત્યાંથી નજરે પડે છે.

એ ઢાળ ઊતરીને કેન્દ્ર તરફ આવો ત્યાં કેટલાંક ઘટાદાર મોટાં ઝાડ છે. એમની નીચે નજીકનાં ગામોમાંથી આવેલા સ્થાનિક લોકો હસ્તકળાની અસંખ્ય વસ્તુઓ જમીન પર ગોઠવીને વેચવા બેઠા હોય છે. મોટેભાગે સહજ-પ્રાપ્ય અને ‘નરમ’ પ્રકારના લાકડામાંથી બનાવેલા વાડકા, ચમચા, ટ્રે, નાનાં શિલ્પ વગેરે અને તારમાં પરોવેલાં રંગીન કીડિયાંની કી-ચેનો, ડબ્બીઓ, નાનાં પ્રાણી-એમાં મોટા કદના કાચંડા ખાસ-વગેરે જોઇને એમની કળાકારી માટે આનંદ થાય. મુશ્કેલી એ કે પસંદ પડે તે બધું ખરીદાય નહીં.

સામી તરફ શહેરનો મુખ્ય ઉદ્યાન છે. એને કહે છે ઝૂ પાર્ક પણ એમાં પ્રાણીગૃહ બનેલું નથી. એમાં લીલું ઘાસ છે, એક તળાવ અને મંડપ બનાવેલાં છે. લોકો છાંયડામાં બેઠેલા દેખાય છે. અહીં ધ્યાન ખેંચે છે ખૂબ મોટાં મોટાં ઝાડ પરના જાકારાન્ડા ફૂલોનો ચમકતો, દ્રષ્ટિને ચમકાવી દેતો જાંબલિ વૈભવ. વસંત તરફથી પ્રાપ્ત થતી આ મોહક ભેટ મારા હૃદયને જાંબલિ હર્ષથી ભરી દે છે.

યાત્રા, પ્રીતિ સેનગુપ્તા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.