Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

ક્યારેય જોયું આ ગરીબ દેશનું શ્રીમંત શહેર

 
Source: Yatra, Pritisen Gupta   |   Last Updated 12:42 AM [IST](29/01/2012)
 
 
 
 
 
નામિબિયા ગરીબ દેશ જ છે પણ ગરીબી વિન્ડૂક શહેરમાં નજરે ચઢતી નથી. પોસ્ટ સ્ટ્રીટ મોલ કહેવાતી આ પહોળી ગલીની આસપાસમાં ફક્ત ત્રણેક ભિખારી જોવા મળેલા. બે જણ ચૂપચાપ બેઠેલા ને એક ટીનનો કપ ખખડાવતો લંગડાતો જતો હતો.

વિન્ડૂકના અમારા પુચિનિ ગેસ્ટહાઉસમાં રૂમના દર સાથે સવારનો નાસ્તાનો ભાવ પણ ગણાઇ જતો હતો. મનમાં લાગે કે નાસ્તો મફત છે પણ પૈસા તો અપાઇ ગયા હોય. નાસ્તા પછી બધાં પોતપોતાની રીતે બહાર નીકળતાં. હજી સવારના દસ પણ ના વાગ્યા હોય અને સૂરજ એવો તો તપવા લાગ્યો હોય કે જાણે શ્વાસ લેવો મુશ્કેલ બને.

પ્રવાસીઓ તો માથે હેટ અને ગોગલ્સ પહેર્યા વગર બહાર ના નીકળે, પણ મેં નોંધ્યું કે સ્થાનિક લોકો લાંબું ચાલીને જતા હોય પણ ભાગ્યે જ કોઇના માથે હેટ હોય અને કાળાં ચશ્માં પહેરેલું તો કોઇ ના દેખાય. શું આ બધા લોકો તડકાથી અને આંખો આંજી નાખે તેવા પ્રકાશથી ટેવાઇ ગયા હશે? કદાચ આ લોકો વધારે પડતા તડકા ને પ્રકાશમાં રહેવાને કારણે લાંબા ગાળે અમુક રીતે હેરાન પણ થતા હોય.

ગેસ્ટહાઉસથી શહેરમાં જવાનો એવો રસ્તો બધાંએ શોધેલો કે જે ટૂંકો હોય અને જેના પરથી જલદીમાં જલદી છાંયડામાં પહોંચી જવાય. તરતમાં તરત આવે મોટરો પાર્ક કરવાનું એક મોટું ગેરેજ અને એની સાથે જોડાયેલું એક શોપિંગ સેન્ટર. ત્યાં બીજી દુકાનોની સાથે એક સુપરમાર્કેટ પણ ખરું. શનિ-રવિમાં બધું સાવ બંધ થઇ જાય તે પહેલાં ગુરુ અને શુક્રવારે તો ખૂબ લોકો ત્યાં આવે. કેટલાક તો ત્યાં જે થોડી બેસવાની જગ્યા હતી તે પચાવી પાડીને બેસી જ રહે.

એની બીજી તરફના બહાર નીકળવાના રસ્તા પર પણ દુકાનો હતી. વચમાં સરસ મોટાં ઝાડ હતાં અને બે-ત્રણ બાંકડા કે ભાગ્યે જ ખાલી મળે. અહીં અવરજવર સતત રહે અને વળી સ્થાનિક લોકોએ હસ્તકળા પાથરી રાખેલી હોય. રંગબેરંગી વસ્તુઓ જોવી બહુ ગમે. એ બધું તડકામાં તપતું હોય, ને વેચનાર છાંયડામાં ઊભેલા હોય. આપણે કંઇક જોવા અટકીએ કે નમીએ, કે તરત વેચનાર નજીક આવી ચઢે. વેચવા તત્પર ખરાં પણ પાછળ ના પડી જાય.

નામિબિયા ગરીબ દેશ જ છે પણ ગરીબી વિન્ડૂક શહેરમાં નજરે ચઢતી નથી. પોસ્ટ સ્ટ્રીટ મોલ કહેવાતી આ પહોળી ગલીની આસપાસમાં ફક્ત ત્રણેક ભિખારી જોવા મળેલા. બે જણ ચૂપચાપ બેઠેલા ને એક ટીનનો કપ ખખડાવતો લંગડાતો જતો હતો. સ્થાનિક પરચૂરણ મેં એમને આપેલું.

શનિવારે આ સુપરમાર્કેટ બંધ થાય તે પહેલાં દૂધ, ફળ વગેરે ખરીદીને હું નીકળતી હતી ત્યારે એક ઇન્ડિયન દંપતી જોયું. નવાઇ લાગે, કુતૂહલ થાય કે છેક અહીં શું કરતાં હશે? હું વાત કરવા ગઇ. બંને મૂળ બેંગલોરના ને બોટ્સ્વાનામાં સત્તરેક વર્ષ રહેલાં. એ ભાઇ ડોક્ટર હતા, ને હવે બે વર્ષથી વિન્ડૂકની હોસ્પિટલમાં કામ કરતા હતા. ‘અહીં સારું છે’, એમણે કહ્યું, પણ બોટ્સ્વાનામાં વધારે ગમતું હતું. ત્યાં ઇન્ડિયાની વસ્તી અને સાઉથ આફ્રિકા જતાં દોઢ-બે કલાક માંડ થાય. અહીં કદાચ પૈસા વધારે મળતા હશે. ડોક્ટર નાશિએ મને ઘેર આવવા આમંત્રણ તો આપ્યું, પણ કહ્યું નહીં કે ‘ગેસ્ટહાઉસ પરથી લઇ જઇશ.’ એ વગર તો હું ક્યાંથી બહાર નીકળી શકવાની હતી સાંજ પડ્યું.

બે પુરુષો પણ ઇન્ડિયન જેવા જ દેખાયા હતા. પણ ઝડપથી જતા હતા, અને ‘અહીં ક્યાંથી?’ જેવું પૂછવા માટે કાંઇ એમની પાછળ દોડાય નહીં. બીજી એક બપોરે પંજાબી પહેરેલી એક છોકરી ને નાના ભાઇને મુખ્ય માર્ગ પર જોયેલાં. હું સામી તરફ હતી, ને એ બંને ખૂબ જલદી જલદી જતાં હતાં. નામિબિયામાં ઇન્ડિયન છે, એમ મેં સાંભળ્યું હતું ખરું. હશે તોયે બહુ થોડા હશે, અને કામે કે ઘરમાં પરોવાયેલાં રહેતાં હશે, કારણ કે આ સિવાય કોઇ ઇન્ડિયન મેં ત્યાં જોયાં નહીં.

જે દિવસે હું પુચિનિ ગેસ્ટહાઉસમાં પહોંચી કે તરત ત્યાંની મુખ્ય કર્મચારી સ્ત્રી થિઆ મને જોઇને બહુ ખુશ થઇ ગયેલી, ને પૂછવા માંડેલી, ઇન્ડિયન? ઇન્ડિયન? પછી એ રોજ કહેતી કે ‘મને ઇન્ડિયન કપડાં બહુ ગમે છે.’ વળી મને પૂછ્યાં પણ કરતી, ‘તું ઇન્ડિયન કપડાં લાવી છું?’ આ દિવાળી દરમિયાન હું પ્રવાસમાં જ હોઇશ તેથી એક સાડી સાથે રાખી હતી ખરી. એવું કહ્યું એટલે થિઆ જાણે મારી પાછળ પડી ગઇ, ‘ક્યારે પહેરીને બતાવીશ?’ એક સાંજે મેં આખરે સાડી પહેરી. જોઇને થિઆ અને બીજી બંને ત્યાં કામ કરનારી સ્ત્રીઓ ઉત્સાહમાં આવી ગઇ.

થિઆએ મને કહેલું કે વિન્ડૂકમાં એક ઇન્ડિયન દુકાન છે. હું તો માની જ ના શકી. છતાં મેં એને પૂછ્યું કે દુકાન ક્યા રસ્તા પર છે. એક દિવસે હું એ દુકાન શોધતી ગઇ, ને ખરેખર, રસ્તાને છેડે એક દુકાન હતી, જે એના કાચ પર લગાવેલાં, ઇન્ડિયન પોશાક પહેરેલી યુવતીઓના પોસ્ટરથી ઇન્ડિયન તરીકે ઓળખાઇ જતી હતી. અંદર બેએક બોલિવૂડ રાજા-રાણીનાં પોસ્ટર પણ લગાવેલાં હતાં. ચમક-દમવાળાં થોડાં કપડાં લટકતાં હતાં, કાઉન્ટરની નીચે ખોટાં, ચમકતાં ઘરેણાં મૂકેલાં હતાં. થોડા ધૂપ-અગરબત્તી દેખાયાં. ને બાકીના ભાગમાં વાસણો ગોઠવેલાં હતાં.

ઘરાક આવે તો એને ચીજો બતાવવામાં મદદ કરવા માટે રાખેલી એક સ્થાનિક કિશોરી બારણા પાસે ઊભેલી. મેં એની સામે ‘હલો’ના અર્થનું ડોકું હલાવ્યું. પછી અંદર જોયું તો કાઉન્ટરની પાછળ એક સરદારજી ઊભેલા. એમને મેં ‘સત શ્રી અકાલ’ કહ્યું. ઊંચા, દાઢીવાળા એ સરદાર ચાલીસેકના હશે. બહુ સાલસ ને સીધા લાગ્યા, કારણ કે તરત વાતો કરવા માંડેલા. કહે કે સત્તરેક વર્ષ કેન્યામાં રહ્યા પછી અહીં આવેલા. એમનાં મામા-મામી વગેરે બધાં પહેલેથી સાથે જ છે, પણ બીબી-બચ્ચાં દિલ્હીમાં રહે છે, એમ કહ્યું. અહીં ઇન્ડિયનો નથી, તો આપણે વધારે પૈસા બનાવી શકીશું. એમ માનીને દુકાન ખોલી. એક ઇન્ડિયન રેસ્ટોરાં પણ આ કુટુંબે વિન્ડૂકમાં ખોલેલી. છ-સાત વર્ષ એની પાછળ ઘણું મથ્યાં, ચાલી નહીં ને એને બંધ કરવી પડી.

થિઆએ મને કહેલું કે એને એ કપડાં ખરીદવા પોસાય તેમ નથી. મને કહે, ‘ફરી અહીં આવે ત્યારે અમારે માટે ઇન્ડિયન કપડાં લઇ આવજે.’ ગેસ્ટહાઉસ છોડતાં પહેલાં મેં થિઆને કંઠી-બુટ્ટીનો એક સેટ આપેલો અને બીજી બંને યુવતીઓને એક એક જોડ બુટ્ટી. બધાં ખુશ થયેલાં પણ થિઆએ પેકેટને ચૂમીને ગોડનો આભાર માનેલો.

જાણવા જેવું...
- વિન્ડૂક શહેરમાં અતિશય ગરમી પડે છે. હજી સવારના દસ પણ ના વાગ્યા હોય અને સૂરજ એવો તો તપવા લાગ્યો હોય કે જાણે શ્વાસ લેવો મુશ્કેલ બને.

- પ્રવાસીઓ તો માથે હેટ અને ગોગલ્સ પહેર્યા વગર બહાર ના નીકળે, પણ મેં નોંધ્યું કે સ્થાનિક લોકો લાંબું ચાલીને જતા હોય પણ ભાગ્યે જ કોઇના માથે હેટ હોય, અને કાળાં ચશ્માં પહેરેલું તો કોઇ ના દેખાય.

- ત્યાં બીજી દુકાનોની સાથે એક સુપરમાર્કેટ પણ ખરું. શનિ-રવિમાં બધું સાવ બંધ થઇ જાય તે પહેલાં ગુરુ અને શુક્રવારે તો ખૂબ લોકો ત્યાં આવે.

- વિન્ડૂકમાં ઈન્ડિયન છે ખરાં, પણ બહુ ઓછાં. વળી કામકાજમાં કે ઘરમાં પરોયાવલા રહેતા હશે એટલે રસ્તા પર ખાસ જોવા ના મળે.

- વિન્ડૂકમાં એક ઈન્ડિયન દુકાન પણ છે. એના કાચ પર લગાવેલાં, ઇન્ડિયન પોશાક પહેરેલી યુવતીઓના પોસ્ટરથી ઇન્ડિયન તરીકે ઓળખાઇ જતી હતી. અંદર બેએક બોલિવૂડ રાજા-રાણીનાં પોસ્ટર પણ લગાવેલાં હતાં. ચમક-દમવાળાં થોડાં કપડાં લટકતાં હતાં, કાઉન્ટરની નીચે ખોટાં, ચમકતાં ઘરેણાં મૂકેલાં હતાં. થોડા ધૂપ-અગરબત્તી દેખાયાં. ને બાકીના ભાગમાં વાસણો ગોઠવેલાં હતાં.

યાત્રા, પ્રીતિ સેનગુપ્તા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.