-અમેરિકાના આ બંને ખરડા જેવા અત્યંત આકરા અંકુશો આવી જશે તો ઇન્ટરનેટ પર કોઈ નવું ઇનોવેશન શક્ય જ નહીં રહે. -પીપા એટલે પ્રોટેકટ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ અને સોપા એટલે સ્ટોપ ઓનલાઇન પાઇરસી એક્સ
-મૂળ ભાવના ભલે સારી હોય પણ તેના કારણે ઓપન ઇન્ટરનેટનો આખો કન્સેપ્ટ જોખમાઈ જશે
જો તમે વિકીપિડિયાના નિયમિત મુલાકાતી હશો તો ગયા અઠવાડિયે ૨૪ કલાક માટે તેનો બ્લેકઆઉટ જોઈને નવાઈ પામી ગયા હશો. અનેક વિષયો પરની તલસ્પર્શી માહિતી જ્યાંથી દિવસરાત, ચોવીસે કલાક મળી રહે એ ૨૪ કલાક માટે સાવ બંધ કરવી પડે એવું તે શું બની ગયું? થોડા ઊંડા ઊતર્યા હશો તો સમજાયું હશે કે ‘પીપા’ અને ‘સોપા’ નામના યુએસના બે પ્રસ્તાવિત ખરડાના વિરોધમાં વિકીપિડિયાએ આ ‘બંધ’ પાળ્યો હતો. ગૂગલે સાવ બંધ ન પાળ્યો, પણ લોગો પર કાળો પટ્ટો લગાવીને પોતાની રીતે વિરોધ કર્યો. મોઝિલા ફાયરફોકસનું હોમપેજ જોતા હશો તેના પર પણ છેલ્લા કેટલાય સમયથી આ રીતે વિરોધ દશાeવવામાં આવી રહ્યો છે.
ઇન્ટરનેટની આ બધી દિગ્ગજ કંપનીઓને પીપા અને સોપા સામે એવો તે કેવો વિરોધ છે અને આખરે છે શું આ પીપા અને સોપા?
પીપા એટલે પ્રોટેકટ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ અને સોપા એટલે સ્ટોપ ઓનલાઇન પાઇરસી એક્સ. પીપા યુએસના સેનેટમાં રજૂ થયેલું બિલ છે અને સોપા લગભગ એ જ પ્રકારનું, હાઉસમાં રજૂ થયેલું બિલ છે. બંને ખરડાના હાદeમાં પાઇરસી રોકવાનો હેતુ છે. ધારો કે તમે મહેનતથી, તમારો સમય અને નાણાં ખર્ચીને કોઈ વસ્તુ બનાવી હોય અને ઇન્ટરનેટ પર લોકો તેની કોપી કરીને મફતમાં કે તમને ભાગ આપ્યા વિના પોતે વેચવા લાગે તો તમે પાઇરસીનો ભોગ બન્યા એવું કહેવાય.
મતલબ કે જે લોકોએ કંઈક નવું, આગવું સંશોધન કયુ• છે તેની ઇન્ટરનેટ પર પાઇરસી કરતી અનેક વેબસાઇટ્સને સકંજામાં લેવા માટે આ બંને ખરડા છે. ખરડાની જોગવાઈઓ એવી છે કે જે વેબસાઇટ આવી રીતે બીજાની માલિકીની વસ્તુઓની પાઇરસી કરતી હોય તેને સર્ચ કરીને સર્ચ લિસ્ટમાં મૂકી આપતી, પેમેન્ટ ગેટવે દ્વારા વેચાણનાં નાણાં પહોંચાડતી વગેરે બધી સેવાઓ બંધ કરીને ઇન્ટરનેટ પર તેનો બહિષ્કાર કરવો અને તેમની સામે કાયદાકીય પગલાં લેવાં.
મુદ્દો સાવ સાચો છે અને એટલે જ શરૂઆતમાં ગૂગલ, મોઝિલા વગેરે કંપનીઓ તેને ટેકો આપતી હતી, પરંતુ તેની જોગવાઈઓમાં ઊંડા ઊતર્યા પછી આ બંને કંપનીઓને અને વિકીપિડિયા જેવી બીજી સાઇટ્સને પણ લાગ્યું છે કે મૂળ ભાવના ભલે સારી હોય પણ તેના કારણે ઓપન ઇન્ટરનેટનો આખો કન્સેપ્ટ જોખમાઈ જશે અને નવાં ઇનોવેશન્સને બ્રેક લાગી જશે.
વિકીપિડિયા, ફેસબુક, ટ્વીટર વગેરે કંપનીઓ કહે છે કે આ બંને બિલ જો પાસ થશે અને કાયદા બનશે તો તેમણે ઓનલાઇન પોલીસ બની જવું પડશે અને તેમની સાઇટના યુઝસe જો પાઇરેટેડ કન્ટેન્ટની લિંક શેર કરશે તો આ બધી સાઇટ્સ તેને માટે જવાબદાર બનશે. ડિજિટલ ફાઇલ શેરિંગ કરતી સાઇટ્સ બ્લોક થઈ શકે છે અને ગૂગલ, યાહૂ, બિંગ વગેરે કંપનીઓ પણ પાઇરસી કરતી કંપનીઓની લિંક આપી શકશે નહીં.
એપલ, ઇન્ટેલ, કોરલ, ડેલ, માઇક્રોસોફ્ટ, એડોબી વગેરે કંપનીઓ આ ખરડાઓને ટેકો આપી રહી છે. પાઇરસીની વાત છે એટલે એક રીતે અત્યારે આ હોલિવૂડ અને સિલિકોન વેલી વચ્ચેની લડાઇ પણ બની ગઈ છે. વાસ્તવમાં આ વાત હાલ પૂરતી તો માત્ર અમેરિકાના ખરડા કે કાયદાની છે (એટલે જ ફેસબુક કે ટ્વીટર જેવી કંપનીઓએ માત્ર એક દેશના મામલા સામે વિરોધ વ્યક્ત કરવા ગ્લોબલ બિઝનેસ અટકાવાય નહીં એમ કહીને ગયા અઠવાડિયાના બ્લેકઆઉટમાં ન જોડાવાનું પસંદ કયુ• હતું).
સૌથી મોટો ભય એ બતાવવામાં આવી રહ્યો છે કે આ બંને ખરડામાં જે જોગવાઈઓ છે એ પ્રકારના અત્યંત આકરા અંકુશો આવી જશે તો ઇન્ટરનેટ પર કોઈ નવું ઇનોવેશન શક્ય જ નહીં રહે. ઉપરાંત કોઈ પણ વેબસાઇટ કે બ્લોગ પર બીજી કોઈ વેબસાઇટ કે સર્વિસ કે પ્રોડકટ વિશે કશું પણ લખતાં કે તેના લોગો, ટ્રેડમાર્ક, ઇમેજ વગેરેનો ઉપયોગ કરતાં પહેલાં લોકો સાત વાર વિચારતા થઈ જશે.
વાત ભલે ફકત અમેરિકાની હોય પણ તેની અસર દુનિયાઆખીના સાઇટ ઓનસe અને ઇન્ટરનેટ વપરાશકારો પર થાય તેમ છે. વાસ્તવમાં યુએસના સત્તાધીશોને પણ એવી આશા છે કે એક વાર અમેરિકામાં આ કાયદા બની જાય પછી બીજા દેશોને પણ તેને અનુસરવા મનાવી શકાશે.
મામલો અત્યારે પેચીદો બની ગયો છે, હાલ પૂરતા અટકાવાયેલા આ બંને ખરડા જો કાયદા બનશે તો યુઝસe તરીકે આપણને નુકસાન જવાનું એ લગભગ નિશ્વિત લાગે છે!