Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

સપ્તાહનું ભવિષ્યફળ

 
Source: Bajan Daruwalla, Sundaybhaskar   |   Last Updated 12:13 AM [IST](29/08/2010)
 
 
 
 
 
મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમારે દિમાગ ઝડપથી ચલાવવું પડશે. જાગ્રત રહીને સારા પરિણામ મળવાની સંભાવના વધશે. કોઇ વસ્તુને પ્રાપ્ત કરવા કે પોતાના મનપસંદ રસ્તા પર આગળ વધવાનો અવસર પ્રાપ્ત થશે. તમે આવકનાં નવાં સાધનો અને ક્ષેત્ર શોધવામાં સફળ રહેશો. તમે એક સારા વ્યાવસાયિક, ખેલાડી, અથવા અભિનેતા બની શકો છો. અભિનય અને દિગ્દર્શન તમને અમીર અને પ્રસિદ્ધ બનાવી શકે છે. પૈસો તમારા માટે કોઇ સમસ્યા નથી.

વૃષભ : ૨૧ એપ્રિલથી ૨૧ મે

ધીરે ધીરે તમને લાગશે કે બધું બરાબર થઇ રહ્યું છે. તમારી આવકમાં ધીરે પણ ચોક્કસપણે વધારો થશે. કામનું દબાણ ઘટશે અને લક્ષ્યો પૂરાં થશે. ખર્ચ ઘટશે અને આર્થિક બોજમાં પણ ઘટાડો અનુભવશો. ગભરાવાની જરૂર નથી. બધું સારું થઇ રહેશે અને આર્થિક બાબતોમાં અપેક્ષા અનુસાર પ્રગતિ થશે. થોડો લાભ થયા બાદ પણ તમને લાગશે કે ધારી પ્રગતિ થઇ શકતી નથી. આવનારી માગોથી ગભરાઇને પ્રયાસો છોડી ન દેશો.

મિથુન : ૨૨ મેથી ૨૨ જુન

લક્ષને પૂરાં કરવાની તમારી પ્રાથમિકતા રહેશે. નવા વિચારો તમને લાભદાયી નીવડશે. સુવ્યવસ્થિત અને સ્પષ્ટ યોજના તમને આવનારા મહિનામાં ફાયદો કરાવશે. હરીફોને હંફાવી શકશો. વ્યવસાય લાભદાયી રહેશે. તમને એક લાંબી છુટ્ટીની જરૂર છે. પરિવાર અને પ્રિયજનો સાથે સારો સમય વિતાવો. તમારા ધનનો ઉપયોગ ધર્મ-કર્મ અને ક્રિયા-કર્મ પર થઇ શકે છે. ગરીબ અને જરૂરિતમંદની મદદ કરવી ઉચિત રહેશે.

કર્ક : ૨૩ જુનથી ૨૨ જુલાઈ

આ મહિને તમે લાંબી વાતચીતના આધાર પર યોગ્ય નિર્ણય લઇ શકશો. તમારી વ્યવસાયી અને વાસ્તવિક માગ વચ્ચે એક સ્પષ્ટ રેખા ખેંચો. વ્યવસાયી મામલામાં સાવધાનીથી યોજના બનાવો. નવો પ્રેમસંબંધ સ્થપાય અથવા પ્રેમમાં વધુ નિકટતાનો અનુભવ થાય. મહિલાઓ માટે સાનુકૂળ સમય છે. જીવનના દરેક ક્ષેત્રમાં સારો દેખાવ કરી શકશો અને જે વસ્તુની ઇચ્છા રાખશો એ ચોક્કસ મળશે.

સિંહ : ૨૩ જુલાઈથી ૨૩ ઓગસ્ટ

નવી શક્યતાઓ તમારા રસરુચિમાં વધારો કરશે. તમે નવું સ્વીકારવાની સ્થિતિમાં હશો. તમારી અસાધારણ યોગ્યતાનું પ્રદર્શન કરીને તમે લોકોને આશ્ચર્યમાં નાખી દેશો. અનેકગણો લાભ થશે. હાર્દિક ઇચ્છા પૂરી થશે, જેમકે તમે તમારી મનપસંદ જગ્યા પર જઇ શકશો. ઉન્નતિ, સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન સામે ચાલીને આવશે. અમીર બનવાની દિશામાં આગળ વધી શકશો. અભ્યાસ અર્થે દૂરના સ્થળે જવાના યોગો છે.

કન્યા : ૨૪ ઓગ.થી ૨૩ સપ્ટેમ્બર

લાભદાયી મહિનો રહેશે. તમે એવાં નવાં ક્ષેત્રો શોધવામાં સફળ થશો, જે તમારી યોગ્યતા અને અનુભવમાં વધારો કરશે. વ્યવસાયી બાબતોમાં આ મહિનો નવા કામની શરૂઆત માટે શુભ છે. ધીરે ધીરે પણ નિશ્વિતપણે તમારું જીવન બહેતર બની રહ્યું છે. તમારા સ્વભાવની સારપ અને મીઠાશને કારણે દુશ્મન પણ દોસ્ત બની જશે. તમારા માન-સન્માનમાં ઘણો વધારો થશે અને પરિવાર સાથે નિકટતા વધે.

તુલા : ૨૪ સપ્ટે.થી ૨૩ ઓકટો.

તમારા વિચારોની તાજગી ભવિષ્યની યોજના પર ઊંડી અસર કરશે. તમારાં લક્ષ્ય બાબતે ફેરવિચારણા કરશો. વ્યવસાયી બાબતોમાં લાભ માટે નવી સમયમર્યાદા નકકી કરશો. આ મહિનો સારો રહેશે. બધા પ્રકારના કોર્ટકચેરીના મામલાનો નિકાલ આવશે. તમે ખુશ અને આરામદાયક સ્થિતિમાં ફરી આવશો. તમારા વ્યવસાયમાં વધુ સારું કામ કરી શકશો અને એનું પરિણામ પણ સારું આવશે.

વૃશ્વિક : ૨૪ ઓકટો.થી ૨૨ નવેમ્બર

તમારી બદલાતી જરૂરિયાતો તમને પરેશાન કરી શકે છે. વાસ્તવિક જમીન પર રહીને તમારાં કાર્યોને સમયસર પૂરાં કરો. તમે નવાં લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશો. વ્યવસાયી મામલામાં તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. દુર્ઘટના, ચોરી, વિશ્વાસઘાતના અણસાર મળે છે, એટલે સતર્કતા જાળવવી. ઘર અને કારને રેઢાં ન મૂકવાં. પૈસાની સુરક્ષા અંગે કાળજી રાખવી. બાકી સમય સારો ચાલે છે.

ધન: ૨૩ નેવ. થી ૨૧ ડિસે.

તમારું જ્ઞાન તમને સાચી દિશામાં દોરશે અને યોગ્ય યોજના માટે મદદ ઉપલબ્ધ કરાવશે. તમારો નિર્ણય સાચો સાબિત થશે. વ્યવસાયની નાનામાં નાની વિગત પરત્વે પૂરું ધ્યાન દેવું પડશે. તમારા માટે આ અદ્રિતીય સમય છે. તમારી બુદ્ધિમત્તાનો આસપાસના લોકોને પરિચય મળે અને તેના પ્રભાવથી લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને. તમારી કામના પૂર્ણ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર : ૨૨ ડિસે. થી ૨૦ જાન્યુ.

તમે સહેલાઇથી યોજના બનાવી શકશો. કર્યું કામ પહેલા કરવું એ નક્કી કરજો. કાર્યનું ફળ મેળવવામાં પાંચ અઠવાડિયાંથી વધુ સમય નહીં લાગે. મજબૂત ક્ષેત્રમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરશો. સ્વાસ્થ્યની પૂરતી કાળજી લેજો, નહીંતર કામમાં વિક્ષેપ પડશે. વિઝા, ગ્રીન કાર્ડ કે અન્ય વિદેશી મામલા સાથે સંકળાયેલાં કાર્યો સફળતાપૂર્વક પૂરાં થશે. વિદેશમાં વ્યાવસાયિક સંપર્કો ઊભા થાય એવી સંભાવનાઓ પણ પૂરેપૂરી રહેલી છે.

કુંભ : ૨૧ જાન્યુ. થી ૧૮ ફેબ્રુ.

પરિવર્તનને કારણે ઉત્સાહ જળવાશે. પૂરી શક્તિ સાથે તમે ઊભરી આવશો. તમે જે હોદ્દો મેળવવા ઇચ્છો છો એ તમને મળશે. લાભપ્રાપ્તિ થશે. તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે. તમારા ખર્ચ પર કાપ મૂકવાની કોશિશ કરો. પૈસાની બાબતે સતર્ક રહેવું ઉચિત છે. સારો સમય બહુ જલદી આવવાનો છે. તમારા કર્મનું ફળ મળશે અને તમે આગળ વધશો. પ્રેમમાં નિષ્ફળતા મળતા નિરાશામાં વધારો થાય.

મીન : ૧૯ ફેબ્રુ. થી ૨૦ માર્ચ

અત્યારે તમે બહુ સારું પરફોર્મન્સ આપવાની સ્થિતિમાં નથી પણ અમુક ક્ષેત્રમાં બહેતર દેખાવ કરી શકશો. સમજી-વિચારીને બનાવેલી યોજના ફળદાયી નીવડે. સારાં સૂચનો સારું રોકાણ કરવા પ્રેરે. ભરપૂર કામ થશે. મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. ગભરાવાની જરૂર નથી. ધીરજ રાખશો તો બધી પરેશાનીઓથી મુક્ત થઈ શકશો. જીવનમાં બધાં ક્ષેત્રોમાં સારું થશે. ભવિષ્ય ઉજજવળ છે. નવા પ્રોજેક્ટો, યોજનાઓમાં ઝંપલાવશો.

બેજાન દારૂવાલા
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.