લાલચ કદી ન કરીએ
Bal Bhaskar
| Jan 07, 2012, 00:37AM IST

ઠીક છે, પણ તારા ઉપર ભરોસો કરીને જ તને છોડું છું.માછલીનું બચ્ચું ઊંડા પાણીમાં જતું રહ્યું. થોડી વારમાં જ માછલીનું બચ્ચું પોતાના મોઢામાં મોતી લઈ આવ્યું. એ જોઈને માછીમારને લાલચ જાગી અરે વાહ!આની પાસે તો ઘણાં મોતી હશે.માછીમારકાકા, હવે તમે મને કેમ પકડી? તમારા કહ્યા મુજબ હું તમારા માટે મોતી લઈ આવી છું.તું મને બીજા બે મોતી લાવી દઈશ પછી જ તને છોડીશ.મારી પાસે બીજા મોતી નથી.
તમે કહો તો હું મારી મમ્મી પાસેથી લઈ આવું.માછીમારે લાલચમાં આવીને પેલું પહેલું મોતી લીધા વગર જ માછલીના બચ્ચાને છોડી મૂક્યું.પછી માછલીનું બચ્ચું તરીને થોડું દૂર ગયું અને બોલ્યું...હવે તો બે શું આ એક મોતી પણ તમને નહીં મળે. લાલચી કાકા, હવે તમારે ખાલી હાથે પાછા જવું પડશે. હવેથી તમારી જાળમાં એકેય માછલી નહીં ફસાય. એ જ તમારી સજા છે.માછીમાર લાલચમાં આંધળો થઈ ગયો હતો. એને પોતાને જ પોતાની ભૂલ પર પસ્તાવો થયો.






