Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

આપણે ત્યાં પૈસા ઓન લાઇન છે તો વોટિંગમાં શી તકલીફ?

 
Source: Vijay Manohar Tivari, Sundaybhaskar   |   Last Updated 2:21 AM [IST](01/01/2012)
 
 
 
 
 
જ્યારે આપણે ત્યાં પૈસા ઓન લાઇન છે તો વોટિંગમાં શી તકલીફ છે?

૨૦૧૨માં ખાસ : એક જાન્યુઆરીના રોજ ૧૮ વર્ષની ઉંમરના મતદાતાઓની ઓળખ દેશભરનાં ૮.૫ લાખ પોલિંગ બૂથ પર થશે અને નેશનલ વોટર્સ ડેના દિવસે, ૨૫ જાન્યુઆરીએ તેમને ઓળખપત્ર મળશે. ચૂંટણીપંચ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ શરૂ કરશે.

દેશમાં ૧૮થી ૨૫ વર્ષના લગભગ ૧૨ કરોડ શક્તિશાળી વોટર પહેલાં કરતાં વધુ ગંભીર છે. રાજનીતિની સમજ તો વધારે છે જ, સાથોસાથ તેઓ આક્રમક પણ છે. આ જ કારણે ચૂંટણી આયોગ વોટિંગની ઉંમર ઘટાડીને ૧૬ વર્ષની કરવાના પક્ષમાં છે.

પહેલી વાર વોટ આપનાર અલવરનો ૨૧ વર્ષીય દીપક અવસ્થીને લાગ્યું કે લીડરોને ચૂંટવામાં હવે તે પણ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે. તેમનો મત છે કે ‘વોિંટગ બધા માટે અનિવાર્ય હોવું જોઈએ. જો કોઈ વોટિંગમાં સામેલ ન થાય તો તેમને બધા પ્રકારના સરકારી ફાયદામાંથી બાકાત કરી દેવા જોઈએ.’

ઇંદોરમાં એમબીએ કરી રહેલા શિવપુરીના કુણાલ દંડોતિયાને સાત વર્ષ પહેલાં વોટ આપવાનો અધિકાર મળ્યો, ત્યારથી ત્રણ વખત ચૂંટણી આવી. જોકે તેની ઇચ્છા હોવા છતાં તે વોટ આપી શક્યા નહીં. તેમની માગણી છે કે ‘જો આપણે ત્યાં બેન્કિંગ સેવા ઓન લાઇન હોય તો વોટિંગમાં શી તકલીફ છે અને શા માટે? આપણે રજા લઈને વોટ આપવા ન જઈ શકીએ. ૧૯૮૮માં ૧૮ વર્ષના યુવકોને મત આપવાનો અધિકાર મળ્યો, પરંતુ મત આપનાર યુવક ૨૦-૨૫ ટકા જ છે.

તેઓ પહેલાંના મતદાતાની માફક જાતિ, ધર્મ કે વાડાબંધીથી મુકત છે. શહેરી વિસ્તારોમાં તેઓ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટથી સુસજજ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એકબીજા સાથે સીધા જ સંપર્કમાં રહે છે અને દેશ-દુનિયાની બધી જ હલચલથી વાકેફ છે. ઉત્તર પ્રદેશમાં આવો. લખનૌમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે ૨૧ વર્ષીય મોહમ્મદ આમિર. આ સમયે ઇન્ફોસિસનો યુપીમાં આવવા માટે ઇન્કાર અયોગ્ય છે. તે આ આંબેડકર પાર્કોમાં અબજો રૂપિયા પાણીની જેમ વાપરનાર માયાવતી સરકારની સૌથી મોટી નિષ્ફળતા માને છે. આમિર ગુસ્સામાં કહે છે, ‘ભણેલાગણેલા યુવાનોનાં મનમાં આવી સરકારને સબક શિખવાડવાની બેચેની છે.’

કોઈને આશ્ચર્ય ન થયું જ્યારે અણ્ણા હજારેના આંદોલનમાં દેશના ખૂણેખૂણામાંથી સૌથી વધારે યુવાનો આવ્યા હતા. આક્રમક, પરંતુ અનુશાસિત. અમદાવાદમાં રિસર્ચ ફાઉન્ડેશન ઓફ ગવનેgસ ઇન ઇન્ડિયા (આરએફજીઆઇ)ની કાર્યકર્તા કાનન ધ્રુવ કહે છે, ‘યુવાન વોટર ક્લિન ઈમેજવાળા નેતા ઇચ્છે છે, જે કુશળ લીડર્સની માફક અસરકારક પરિવર્તન લાવી શકે. એકલાં ભાષણો અને આશ્ચાસનો નથી જોઈતાં. એવું પણ નથી કે જે સામે છે તેને યુવાનો આંધળા જોશમાં અપનાવી રહ્યા છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોલકાતામાં ડાબેરી ઝુકાવવાળી સંસ્થા ‘તુનીર’એ યુવાનોને લક્ષ્યમાં રાખી નવ ગીતોનું એક આલબમ બહાર પાડ્યું હતું.

આમાં કમ્યુનસ્ટિ સરકારની સફળતાઓનાં ગુણગાન ગાવામાં આવ્યાં હતાં. હુગલીમાં ખેતીવાડી સાથે સંકળાયેલો ૨૦ વર્ષના મુજીબ અહેસાને કહ્યું, ‘તુનીરવાળાએ અમને નાસમજ માની આ અખતરો કર્યો. અમે ફેંસલો એવીએમ બટન દબાવીને આપ્યો. તેજતરૉર યુવાનોનો આ મિજાજ જોઈ ચૂંટણી કમિશનર કહે છે, ‘વોટિંગની ઉંમર ૧૬ વર્ષની હોવી જોઈએ. અમે સરકારનું ધ્યાન દોરવા તૈયાર છીએ.આઇઆઇટી ચેન્નઈથી એમટેક જાસ્મીન શાહનું ઉદાહરણ, જેણે ક્યારેય વોટિંગ કર્યું જ નથી.

બેગ્લૂરુની સંસ્થા ‘જન આગ્રહ’ સાથે જોડાયા બાદ ૨૦૦૯માં તે યુવાન વોટરો માટે રોક બેન્ડ કેમ્પેઇન ‘શટ અપ એન્ડ વોટ’નો આઇડિયા લઈને આવી. ૧૫ યુવાન સાથીઓ સાથે આ રોક બેન્ડે દિલ્હીથી મુંબઈ સહિત પાંચ મોટાં શહેરોમાં જબરજસ્ત ધૂમ મચાવી છે. આની પાછળનો ઉદ્દેશ છે પાંચ વર્ષમાં મતદાતા યાદીમાં બધાંનાં નામનો સમાવેશ કરવો અને યુવાનોની વોટિંગ ટકાવારી વધારવી. શાહ કહે છે, ‘આજે યુવાનો લોકતંત્રના નિર્ણાયક છે. તેમને પોલિંગ બૂથ સુધી પ્રેરિત કરવા સંગીતથી વધારે કર્યું માધ્યમ હોઈ શકે?’

વિજય મનોહર તિવારી ૦૯૮૯૩૦૪૩૨૦૦
ઈનપુટ : નવી દિલ્હી, અમદાવાદ, લખનૌ, કોલકાતા, જયપુર, ઈન્દોર
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.