Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Dharma Darshan
 

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નૈઋત્યમાં ટીવી બની શકે છે ગુસ્સાનું કારક

 
Source: Vastu Nirman, Mayank Raval   |   Last Updated 1:19 AM [IST](02/02/2012)
 
 
 
 
 
ઘરનું મુખ્યદ્વાર પશ્ચિમના પદનું છે. જેથી જીવન સ્થગિત થઇ જવાની લાગણી થઇ શકે. વળી, બેઠકરૂમ નૈઋત્ય પશ્ચિમમાં છે, જેના કારણે ઉગ્રતાની સમસ્યા આવે.

‘સોરી’ અને ‘થેન્કસ’ જેવા શબ્દો આપનારા સમાજને સૂર્યનો આભાર માનવાની આપણી પ્રણાલી સામે વિરોધ થાય તે સમજાતું નથી. હકારાત્મકતા માત્ર શબ્દોથી પ્રદર્શિત નથી થતી, તે હૃદય અને આત્માના અવાજમાં દેખાય છે. હકારાત્મકતાના નિયમો મળે છે વાસ્તુશાસ્ત્રમાંથી.

આજે આપણે વાત કરીએ વિનીતભાઇ ઝવેરીના મકાનની. ઘરનો આકાર લંબચોરસમાં. નૈઋત્ય દક્ષિણ કાપી અને પૂર્વ અગ્નિ વધાર્યો હોય તેવો છે. ઉત્તર વાયવ્યમાં થોડો ભાગ બહાર નીકળ્યો છે તેનાથી માનસિક તણાવ, બાળકોની ચિંતા, આર્થિક અસંતુલન, કાન, નાક, આંખની બીમારી યા સ્ત્રીને થતી તકલીફ, સાંધાનો દુખાવો વગેરે સમસ્યાઓ આવી શકે છે.

ઘરમાં પશ્ચિમ કરતાં પૂર્વમાં વધારે અને દક્ષિણ કરતાં ઉત્તરમાં વધારે ઓપનિંગ્સ છે, જે સારી સ્થિતિ ગણી શકાય. ઘરનું મુખ્યદ્વાર પશ્ચિમના પદનું છે. જેથી જીવન સ્થગિત થઇ જવાની લાગણી થઇ શકે. વળી, બેઠકરૂમ નૈઋત્ય પશ્ચિમમાં છે, જેના કારણે ઉગ્રતાની સમસ્યા આવે. બેઠકવ્યવસ્થા પૂર્વમુખી છે તે સારું ગણાય પરંતુ મુખ્ય બેઠક દક્ષિણ તરફ હોય તે ખૂબ જરૂરી છે.

એક બેડરૂમ અગ્નિમાં છે. અગ્નિનો બેડરૂમ યુગલ માટે યોગ્ય ન ગણાય, તેનાથી તેમના જીવનમાં સતત ઘર્ષણ રહે છે. તિજોરી અને કબાટ એકબીજા પર આવે છે તે યોગ્ય ન ગણાય. પૂર્વ અગ્નિમાં બાલ્કની છે જે સ્ત્રીને વિચારો વધારે આપી શકે. પૂર્વ અગ્નિમાં ટોઇલેટ યોગ્ય ન જ ગણાય. બીજો બેડરૂમ પૂર્વમાં છે. પૂર્વમાં જો યુગલ રહેતું હોય તો એવી સમસ્યા ઊભી થાય જે સમગ્ર પરિવારને અસર કરી શકે. રૂમના નૈઋત્યમાં ટીવી છે જે ગુસ્સાનું કારક ગણી શકાય. તિજોરીનું સ્થાન યોગ્ય નથી. દિશા યોગ્ય છે. અગ્નિના પદમાં તિજોરી ન રાખવી જ યોગ્ય ગણાય.

ડ્રેસિંગ ટેબલ યોગ્ય જગ્યાએ છે. ઇશાનના પદમાં ટોઇલેટ ન રાખવાની સલાહ છે. આના થકી ખૂબ જ તણાવ અને છાતીથી મસ્તકના ભાગને લગતી તકલીફ આવવાની સંભાવના ગણી શકાય. પશ્ચિમમાં વર્કસ્પેશ જેવી જગ્યા છે. ટેબલ અગ્નિમુખી બેઠકવાળું છે જે યોગ્ય ન ગણાય. પશ્ચિમની દીવાલ પર તિજોરી ન રખાય કારણ કે તે ધન સંચયમાં મદદરૂપ નથી થતી. ખુરશી યોગ્ય જગ્યા પર છે, પરંતુ મંદિર બ્રહ્નમાં આવે છે. મંદિરમાં પૂજા પૂર્વાભિમુખ મુજબ થાય તે જરૂરી છે, પરંતુ તેના સ્થાન અને વ્યવસ્થાનું પણ ખૂબ જ મહત્વ છે. વાયવ્ય પશ્ચિમમાં ડાઇનિંગ ટેબલ છે. કબાટ યોગ્ય છે.

વાયવ્યમાં બાથરૂમ હોઇ શકે પરંતુ ઓવરહેડ પાણીની ટાંકી આ જગ્યાએ ન જ રખાય. ઓવનની વ્યવસ્થા યોગ્ય નથી. વોશિંગ મશીન યોગ્ય જગ્યાએ છે. ફ્રજિ દક્ષિણ તરફ ખૂલે છે જે યોગ્ય નથી. ઇશાનમાં રસોઇઘર સ્ત્રીને તકલીફ આપે. વળી, રસોઇની વ્યવસ્થા પણ યોગ્ય નથી. ઇશાનમાં અનાજના પીપ તણાવ આપી શકે છે.આ બધી સમસ્યાના નિવારણ માટે સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી ડ્રોઇંગરૂમની પશ્ચિમની દીવાલ પર વાદળી, અગ્નિના બેડરૂમની દક્ષિણની દીવાલ પર કેસરી કલર કરવો.

રસોઇઘરના ઇશાનમાં લેમનયલો કલર જરૂરી છે. બંને ટોઇલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવી અગ્નિની બાલ્કનીમાં ફૂલદાડમ વાવવો. ઘરમાં ગૂગળનો ધૂપ કરવો તથા પાણિયારા પર ઊભી વાટનો દીવો કરવો. શનિવારે હનુમાનજીના મંદિરે જઇ સવા રૂપિયાનું તેલ ચડાવી આખું નાળિયેર રમતું મૂકવું. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળથી અભિષેક કરવો. બુધવારે મગ ખાવા. ખિસ્સામાં પંચધાતુનો સિક્કો રાખવો. સૂર્યને જળ ચડાવવું, મહામૃત્યુંજયના જાપ કરવા.

vastunirmaan@gmail.com

વાસ્તુનિર્માણ, મયંક રાવલ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.