એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઇ રહી હતી. અચાનક પાછળથી કોઇનો અવાજ સંભળાયો. તેણે જોયું કે એક દેડકો તેને બોલાવી રહ્યો હતો. દેડકાએ કહ્યું કે, તું મને કિસ કરીશ તો હું સુંદર યુવતી બની જઇશ. તે વ્યક્તિએ હસીને દેડકા સામે જોયું અને તેને ખિસ્સામાં મૂકી દીધો. થોડીવાર પછી દેડકો ફરી બોલ્યો, ‘તું મને કિસ કરીશ તો હું સુંદર અમીર યુવતી બની જઇશ. પછી તું મારી સાથે લગ્ન કરી શકીશ.’
પેલી વ્યક્તિએ દેડકાને ખિસ્સામાંથી કાઢ્યો, તેને જોયો અને હસીને ફરી ખિસ્સામાં મૂકી દીધો.થોડી વાર પછી ફરી દેડકો બોલ્યો,‘તું મને કિસ કરીશ તો, હું સુંદર યુવતી બની જઇશ. પછી તું મારી સાથે લગ્ન કરી શકે છે અને મારી બધી મિલકત તું લઇ શકે છે.’
પેલી વ્યક્તિએ દેડકાને ફરી એક વખત ખિસ્સામાંથી બહાર કાઢ્યો. એને તેની સામે જોઇ હસ્યો, પછી તેને ખિસ્સામાં મૂકી દીધો.દેડકો ગુસ્સે થઇ બોલ્યો,‘અરે, તું કેવો માણસ છે? હું તેને કહી રહ્યો છું કે, તું મને કિસ કરીશ તો હું સુંદર યુવતી બની જઇશ. ત્યારબાદ તું મારી સાથે લગ્ન કરી શકે છે અને મારી તમામ મિલકત તારા નામે થઇ જશે. છતાં તું મને કિસ કેમ નથી કરતો?’
વ્યક્તિએ કહ્યું,‘હું સોફ્ટવેર એન્જિનિયર છું. પ્રેમિકા અને પત્ની બંનેમાંથી એકપણ માટે મારી પાસે સમય નથી.’