Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

સ્લીપ એપ્નિયા : ‘ઊંઘમાં ઊંઘ બગાડતી’ બીમારી

 
Source: Swasthya, Dr Amit Patel   |   Last Updated 2:04 AM [IST](27/01/2012)
 
 
 
 
 
અત્યારે માત્ર ઠાલો ઘોંઘાટ લાગતી આ બીમારી જતે દહાડે ગંભીર બની શકે.

વર્ષોથી નસકોરાં બોલવાં એ સારી ઊંઘની નિશાની ગણવામાં આવતી, પરંતુ એ એક ખોટી માન્યતા છે. રોજ રાત્રે નસકોરાં બોલવાં તે એક ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે તેમ જ તેનાથી ઘણાં ગંભીર દર્દ થઈ શકે છે.નસકોરાં શા માટે બોલે છે? જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે બધા સ્નાયુઓ શિથિલ થઈ જાય છે. આવી જ રીતે ગળાના ભાગના સ્નાયુઓ શિથિલ થાય અથવા તો ગળાના ભાગમાં વધારે ચરબી ભરાય તો શ્વસનમાર્ગ સાંકડો થાય છે અને આ માર્ગમાંથી હવાને પસાર થવામાં તકલીફ પડે છે અને ધ્રુજારી ઉત્પન્ન થતાં અવાજ થાય છે. જેને નસકોરાં કહીએ છીએ.

જ્યારે ગળાનો ભાગ વધારે પડતો શિથિલ થઈ જાય તો તે પાછળની બાજુ પડી જાય છે અને શ્વસનમાર્ગ સંપૂર્ણ બંધ થઈ જાય છે. તેથી શ્વાસ રૂંધાય છે તેમ જ ઓક્સિજનની માત્રા ઓછી થાય છે. ઓક્સિજનની માત્રા અમુક વધારે-ઓછી થાય તો દર્દી જાગી જાય છે. આ પ્રક્રિયા દર્દીની જાણ બહાર થાય છે અને આખી રાતની ઊંઘમાં આવા ઘણા એપિસોડ આવતા હોય છે. આ શ્વાસ રૂંધાવાની પ્રક્રિયા જો અમુક કરતાં વધારે માત્રામાં થાય તો દર્દીને સારી ઊંઘ (Quality Sleep) મળતી નથી.

આવી વ્યક્તિઓ દિવસ દરમિયાન થાકેલી રહે છે તેમ જ કામ કરતાં કરતાં પણ ઊંઘી જાય છે આ સમગ્ર પ્રક્રિયાને Sleep Apnea કહે છે. આ એક આધુનિક જીવનશૈલીનો રોગ છે.કોને સ્લીપ એપ્નિયા હોઈ શકે? ૩૦ વર્ષથી ઉપરના ૩૦ ટકા લોકોને નસકોરાં બોલતાં હોય છે. તેમાંથી ૩થી ૫ ટકા લોકોને સ્લીપ એપ્નિયા હોય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે હોય છે. સામાન્ય રીતે વધારે વજનવાળી તેમ જ ટૂંકી ગરદનવાળી તેમ જ ગળાના વધારે ઘેરાવાવાળી વ્યક્તિઓને આ રોગ હોય છે.

બાળકોમાં મોટા ટોન્સિલ તથા જડબાં અને મોઢાની અસાધારણ રચનાને કારણે આ રોગ થઈ શકે છે. હૃદયરોગ (Heart Failure), ફેફસાંના રોગો (દમ- copd), તેમ જ થાઈરોઈડના રોગો સાથે આ રોગ વધારે જોવા મળે છે. દારૂનું સેવન તેમ જ ઊંઘની ગોળીઓ આ રોગને વધારે છે.

Sleep Apnea નાં લક્ષણો શું હોય છે ?
- ઊંઘમાં નસકોરાં બોલવાં.
- ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવો.
- રાત્રે ઊંઘમાં ગભરામણ તથા પરસેવો થવો તેમ જ ઊંઘમાંથી વારંવાર જાગી જવું.
- દિવસ દરમિયાન થાકેલા રહેવું તેમ જ આળસ કરતાં કરતાં ઊંઘનાં ઝોકાં આવવાં.
- વાહન ચલાવતાં ઝોકાં આવવાં.
- યાદશક્તિ તેમ જ ધ્યાનશક્તિ (concentration) ઓછી થવી.
- સ્વભાવ ચીડિયો થવો.
- ડિપ્રેશન આવવું
- હાઈ બ્લડપ્રેશર/ હૃદયરોગ/ લકવો.
- જાતીય શક્તિ ઓછી થવી તેમ જ નપુંસકતા આવવી.

નસકોરાં તથા Sleep Apnea થી શરીરને શું નુકસાન થઈ શકે?
નસકોરાં બોલવાં તથા સ્લીપ એપ્નિયાને કારણે હાઈ બ્લડપ્રેશર, એન્જાઈના, હાર્ટએટેક, હૃદયના ધબકારાની અનિયમિતતા, રાત્રિ દરમિયાન અચાનક હૃદય બંધ થવું, લકવો, કિડની ફેલ્યોર, તેમ જ વાહન અકસ્માત જેવા ગંભીર રોગ તેમ જ મૃત્યુ પણ થઈ શકે છે.

(ક્રમશ:)

info@cims.me

સ્વાસ્થ્ય, ડૉ.. અમિત પટેલ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.