છેલ્લાં ૧૨ વર્ષમાં નાના પરદે ખૂબ મોટાં પરિવર્તનો આવ્યાં છે. દર વર્ષે ચેનલો પોતાના કાર્યક્રમો થકી દર્શકોને વ્યસ્ત રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. ૨૦૧૨માં પણ એવું જ થશે. સોની એન્ટરટેઈનમેન્ટ ઘણાં નવાં ફોર્મેટના પ્રોગ્રામ લાવી રહ્યું છે. મોના સિંહ નવી સિરિયલ ‘ક્યા હુઆ તેરા વાદા’થી નાના પરદે પુનરાગમન કરશે. ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ પણ નવા વર્ષમાં દર્શકો વચ્ચે સ્થાન જમાવવા તૈયાર છે. સ્ટાર પ્લસ પણ ઘણું નવું કરવાનું છે. માસ્ટર શેફની ફાઈનલમાં અક્ષયકુમારને બોલાવવાની કોશિશ ચાલી રહી છે.
ચેનલ પર એક નવો શો ‘સવૉઈવર્સ ઈન્ડિયા’ ૬ જાન્યુઆરીથી શરૂ થવાનો છે. આ એડવેન્ચર રિયાલિટી શો છે, જે ઈન્ટરનેશનલ સવૉઈવર્સના કન્સેપ્ટ પર બન્યો છે. ટેલિવિઝનના પરિર્દશ્યને બદલનાર ચેનલ ‘કલર્સ’ નવો રિયાલિટી શો ‘કિંગ કા રિંગ’ લોન્ચ કરશે.
આ શોમાં સ્પોર્ટ્સ અને ડ્રામાનો સંગમ હશે. છોટે મિંયા-૩ અને સ્ક્રીન એવોડ્ર્સ પણ આવશે. આ સિવાય એક ધારાવાહિક ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહા’ પણ શરૂ થશે.ઝી ટીવી આવનારા મહિનામાં ફિકશન બેÍડ કેટલીક નવી સિરિયલો દર્શકો માટે લાવવાની તૈયારીમાં છે.
‘કૌન બનેગા કરોડપતિ’ની છઠ્ઠી સિઝન, બિગ બોસની પણ છઠ્ઠી સિઝન પણ આ વર્ષે નવા રૂપમાં જોવા મળશે. આ સિવાય બે નવી ચેનલો પણ લોન્ચ થવાની છે. જોવાનું એ છે કે આમાંથી કઈ ચેનલ ટીઆરપીની રેસ જીતીને વિજેતા બનશે.