કેટલાય નવા સ્ટાર્સની ફસલ બોલિવૂડમાં એન્ટ્રી મેળવવા માટે તૈયાર છે. તો બીજી બાજુ દસથી પણ વધુ મોટા બજેટની, મોટા બેનરની અને મોટા કલાકારોની ફિલ્મો પરદા પર દેખાશે. ટેક્નિકની વાત કરીએ તો હવે સેટેલાઈટથી દેશભરમાં ડિજિટલ સિનેમાઘરોમાં એક્સાથે ફિલ્મો પહોંચશે.
ગોવિંદાની દીકરી, શક્તિનો દીકરો પરદે આવવા તૈયાર
ગોવિંદાની દીકરી નર્મદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની એન્ટ્રી એક કોમેડી ફિલ્મથી કરશે. આ ફિલ્મમાં ગોવિંદા અને સલમાન પણ નાની ભૂમિકામાં જોવા મળશે.
ટીના કૃષ્ણન-ઈશા રાજદાન
સ્ટાર્સ લોકોનાં દીકરા-દીકરીઓ ફિલ્મોમાં આવતાં પહેલાં જ ચર્ચામાં રહેતાં હોય છે એટલે તેમનું લોન્ચિંગ પણ ભવ્ય રીતે થાય છે. ૨૦૧૨માં પણ ઘણા સ્ટાર્સનાં દીકરા-દીકરીઓ ફિલ્મોમાં ડેબ્યુ કરવાનાં છે. બોની કપૂરનો દીકરો અર્જુન કપૂર આ મામલે થોડો ભાગ્યશાળી છે. તેની કરિયરની શરૂઆત યશરાજ ફિલ્મ્સની ‘વાઈરસ દીવાન’ ફિલ્મથી કરશે. સલમાનના કહેવાથી તેણે પોતાનું વજન ૧૪૦ કિલોથી ઘટાડીને ૮૫ કિલો કર્યું છે.
ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનનો દીકરો વરુણ અને મહેશ ભટ્ટની દીકરી આલિયાને કરણ જોહર તેની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં લોન્ચ કરશે. જેકી શ્રોફ તેના દીકરા ટાઈગરને પણ પોતાની જ પ્રથમ ફિલ્મ ‘હીરો’ની રિમેકથી લોન્ચ કરશે. ધર્મેન્દ્ર-હેમાની નાની દીકરી આહના પણ લાંબી ઈનિંગ્સ રમવા માટે તૈયાર છે. તે અપણૉ સેનની ફિલ્મ ‘રોમિયો એન્ડ જુલિયેટ’માં રૂપેરી પરદે દેખાશે. શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત ‘સત્તે પે સત્તા’ની રિમેકમાં ચમકશે. આ ફિલ્મમાં તે પિતા શક્તિ કપૂરે નિભાવેલી ભૂમિકા જ કરશે.
આ લોકો પર પણ નજર
સિદ્ધાર્થ મલ્હક્ષેત્રા, એલેના ડિક્રૂઝ, તાપસી પન્નૂ, એમી જેકસન, ઈશા ગુસા, પુલકિત શર્મા જેવા નવા કલાકારોને ફિલ્મી પરિવાર સાથે કોઈ સંબંધ નથી, છતાં તેઓ બોલિવૂડમાં તેમની ઉપસ્થિતિ દર્શાવવા માટે કમર કસી રહ્યા છે.