Advertisement
Home >> Magazines >> Madhurima >> Setu Couple Madhurima

અંતરંગ પળમાં અનિવાર્ય બની રહે ટાઇમ મેનેજમેન્ટ

Madhurima | Jun 19, 2012, 02:34AM IST
 
 

પતિ-પત્ની બંને એકસાથે આનંદમાં ભાગીદાર બને ત્યારે જ સંસારના સર્વોચ્ચ સુખની અનુભૂતિ થાય છે.

આશ્ના ૩૬ વર્ષની વર્કિંગ વુમન છે. તેનો આખો દિવસ ઓફિસની દોડધામમાં પસાર થાય છે. રાત્ર ૮ વાગે થાકીને લોથપોથ થઇને તે ઘરે પાછી ફરે છે. ઘરની જવાબદારીમાંથી પરવારતાં રાતના દસ વાગી જાય છે. આશ્નાનો પતિ આર્યન ર્કોપોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેને ઓફિસેથી ઘરે આવતાં રાતના એક વાગી જાય છે. ઘરકામમાંથી પરવારેલી આશ્ના બેડરૂમમાં પતિના આવવાની રાહ જોતી રહે છે.

એવામાં ડોરબેલ વાગે છે. આર્યન ઘરે પાછો ફર્યો છે. તે ઝટપટ જમી લે છે અને પથારીમાં સૂવા ભેગો થાય છે. પતિની રાહ જોતી જાગી રહેલી આશ્ના તેની સાથે મીઠી-મધુર વાતો કરવા લાગે છે. કંટાળેલો આર્યન છણકો કરે છે, 'આપણા લગ્નને એક દાયકો પૂરો થયો તેમ છતાં હજુ તને આ વાતનો સંતોષ કેમ થતો નથી’

આશ્ના ધીરજપૂર્વક પ્રેમથી પતિને જવાબ આપે છે, 'ડાર્લિંગ’ આપણા લગ્નને ભલેને ગમે તેટલાં વર્ષ થયાં હોય પણ આપણી અંગત જિંદગી તો આપણી જ છે ને’

આર્યને રુક્ષતાપૂર્વક કહ્યું, 'મને મારી જવાબદારી પર ધ્યાન આપવા દે. તું પ્રેમની વાતો ભૂલી જા. કંપનીમાં હાલમાં પ્રમોશનનો સમય ચાલે છે. તેથી હમણાં ઓફિસમાં વધારે આપવાની જરૂર છે. બાકી પ્રમે કરવા માટે આખી જિંદગી પડી છે આપણી પાસે.’ આમ કહીને આર્યને પડખું ફેરવી લીધું અને પળવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. આશ્નાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું. તેને પથારીમાં પડયા પડયાં કેમેય કરીને ઊંઘ આવતી નહોતી.

આશ્નાની અંતરંગ સખી આશ્કાની વાત આનાથી તદ્દન વિપરીત છે એ રાત્રે કામમાંથી પરવારીને 'કામ’ તરફ વળી ત્યારે તેનો સોફ્ટવેર એન્જિનિયર પતિ આરત તેનો હાથ પકડીને તેને પોતાના પ્રેમના પ્રવાહમાં ખેંચવા લાગ્યો. એ વખતે આશ્કાએ ચીડાઇને કહ્યું, 'તને આ સિવાયની બીજી કોઇ વાત સૂઝતી નથી? તને કોઇ રોગ લાગુ પડયો છે કે શું? જરા ઘડિયાળના કાંટા તરફ નજર નાખ. રાતના સાડા બાર થયા છે.

આખો દિવસ ઓફિસમાં અને પછી આ ઘરમાં વૈતરું કરવું પડે છે. સવારમાં પાંચ વાગ્યામાં ઊઠી જવું પડે છે. મોન્ટુને સવારે તૈયાર કરીને સ્કૂલે મોકલવાનો હોય છે તેથી તું સૂઇ છાનોમાનો જા. તું તો સવારે આઠ વાગ્યા સુધી નસકોરાં બોલાવતો ઊંઘતો હોય છે. ટીચાવાનું મારે હોય છે. મારાથી આ બધું હવે સહન થતું નથી. તું નિરાંતે સૂઇ જા અને મને સૂવા દે.’ આશ્કાની કડવી વાતોથી આરતનું મન મરી ગયું. એ ઓશીકું લઇને બહારના રૂમમાં ચાલ્યો ગયો.

'કામ સુખ’ એ કુદરતે સર્જેલા સંસારનું સર્વોચ્ચ સુખ છે. જ્યારે પતિ-પત્ની બંને તેમાં એકસાથે આનંદમાં ભાગીદાર બને ત્યારે જ એ સુખની અનુભૂતિ થાય છે. દંપતીમાંથી એકની નિષ્ક્રિયતા સાથીદારને આનંદ આપી શકતી નથી. પતિ-પત્ની બને સક્રિયપણે ભાગ લે તે માટે યોગ્ય સમયની પસંદગી ખૂબ જરૂરી છે.

આ માટે પરસ્પરની શારીરિક અને માનસિક લાગણીઓને સમજવી અનિવાર્ય છે. શારીરિક સંબંધ ફક્ત બે તનનું મિલન નથી પણ દુનિયાના શ્રેષ્ઠ આનંદનો અનુભવ પણ છે. જાતીય સંબંધ 'કામ પતાવવાના’ ઉદ્દેશથી કરવાને બદલે ખરા દિલથી આનંદ માણીને હળવાફૂલ થવાના હેતુથી બાંધવો જોઇએ. આ માટે દંપતીના મનમાં 'કામ સુખ’ માટેની ઇચ્છા જાગવી જોઇએ. આ ઇચ્છા અનેક પ્રકારે જાગૃત કરી શકાય છે.

સ્વચ્છ પથારી, માદક પ્રકાશ, મીઠું-મધુર હળવું સંગીત અને શરીરમાં ઉત્તેજના થાય

એવી 'રતિ ક્રીડાઓ’ જેમ કે હળવો સ્પર્શ, આલિંગન, ચુંબન વગેરે. આવી જાતીય ક્રિયાઓ પતિ-પત્ની સંપૂર્ણપણે મગ્ન બની જાય તો જ તે સંબંધ સંપૂર્ણ બને છે પણ જો પાર્ટનરમાંથી એક 'ઠંડો’ પડી જાય તો અન્ય સાથીદારની ઉષ્મા પણ શમી જાય છે. જાતીય સંબંધનો આધાર માનસિક સ્થિતિ પર પણ રહેલો છે. દંપતીની ઇચ્છા જુદા જુદા સમયે જાગૃત ન થવી જોઇએ. અમુક દંપતીઓને પરોઢિયે સમાગમ કરવો ગમતો હોય છે ત્યારે તેની સાથી ભર ઊંઘમાં હોય છે અને પૂરતો સાથ નથી આપતી. કેટલાક કિસ્સામાં એવું બને છે કે પત્ની સંબંધ બાંધવા માટે ઉત્સુક હોય છે પણ પતિ તેને વર્તનથી 'ઠંડી’ પાડી દે છે.

કામ સંબંધનો આધાર સમગ્રપણે મન સાથે જોડાયેલો છે. એમાં જીવનસાથીની પરસ્પરની એકાગ્રતા અને સમર્પણની ભાવના અગત્યની બની રહે છે. ક્યારેક એવું બને કે દંપતી કામસુખ માણવામાં મગ્ન હોય અને બેડરૂમના બારણે ટકોરા પડે. કોઇક તેમને મળવા માટે ટપકી પડે ત્યારે સહવાસનો મૂડ બગડી જાય છે. તે કેમેય કરીને સુધરી શકતો નથી. એટલા માટે કુટુંબીજનોને ધ્યાનમાં રાખીને સમાગમનો સમય નક્કી કરવો જોઇએ.

જે વ્યક્તિ સંયુક્ત પરિવારમાં રહેતી હોય તેમના માટે આ સૂચન થોડું મુશ્કેલ લાગે એવું બને. સંયુક્ત પરિવારમાં ઘરનું કામકાજ વધારે રહેતું હોય છે. તેથી સ્ત્રી સાથીદારને પરવારતાં વાર લાગે છે. એ આખો દિવસ ઘરનું કામ કરીને થાકેલી હોય છે. આવા સંજોગોમાં તેની શારીરિક-માનસિક સ્થિતિ ધ્યાનમાં રાખીને સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરવી જોઇએ.

સંયુક્ત પરિવારમાં વસતા યુગલોને વધુ એક સમસ્યાનો સામનો કરવો પડે છે. વૃદ્ધ માતા-પિતાની ઊંઘ ઓછી હોય છે. તે લોકો વારંવાર જાગી જાય છે. એટલે દંપતીના મનમાં વડીલો હમણાં ઊઠી જશે એવો ભય રહે છે. આને લીધે પ્રેમનો ઉન્માદ અને એકરૂપતા અધવચ્ચે ઓસરી જાય છે.

વર્કિંગ કપલને જાતીય સંબંધ બાંધવા માટેનો યોગ્ય સમય નક્કી કરવામાં થોડી તકલીફ પડે છે. બંને નોકરીથી થાકેલા પાકેલા આવતા હોય છે. વળી, ઓફિસની જવાબદારીઓનું ટેન્શન હોય છે. એની સીધી અસર જાતીય ઇચ્છા પર પડે છે. તેથી તેઓ સંબંધ બાંધવાનું દિવસો સુધી ટાળે છે. જાતીય સમાગમનો સમય નક્કી કરતી વખતે આ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે.

મોટી ઉંમરના પતિ-પત્ની બંનેમાંથી કોઇ એકની તબિયત સારી ન હોય તો પણ તેમની અંગત જિંદગીની મજા મરી જાય છે. સાથીની તંદુરસ્તી જોખમાય એ રીતે, એ સમયે 'કામ સુખ’ માણવાનું ટાળવું જોઇએ. ટેન્શન અને સ્ટ્રેસની અસર અંતરંગ જિંદગીના રોમાંચને ખતમ કરી નાખે છે.

તાણયુક્ત જિંદગી જીવતા પતિ-પત્ની કામ સુખનો સમય નક્કી કરી શકતાં નથી. ક્રોધ, ભય, શંકા, લઘુતાગ્રંથિ અને ચિંતા જેવી નેગેટિવ ફીલિંગ્સને જાકારો આપીને જાતીય સમાગમનો સમય થઇ શકે છે.

આટલી બાબતો ધ્યાનમાં રાખવી

બંને સાથીદારોનો જાતીય સંપર્કનો સમય એક જ હોવો જોઇએ. શારીરિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણને આધારે કેટલાક સૂચનો અમલમાં મૂકી શકાય તો જાતીય જિંદગી વધારે સમૃદ્ધ બને છે.

સપ્તાહમાં એક વાર સમાગમ માટેનો સમય અગાઉથી નક્કી કરવો જોઇએ. આ સમય અનુસાર દંપતીએ વહેલાસર કામ અને જવાબદારીઓ પૂરા કરી લેવા જોઇએ.

જો બંને સાથીદારને દિવસનો સમય અનુકૂળ હોય અને બાળકો ઘરમાં હાજર હોય તો તેમને મોસાળમાં કે કોઇ સગા-સંબંધીઓના ઘરે મોકલી શકાય એ દરમિયાન કામ સુખ માણી શકાય.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment