ડે-પ્લાનમાં દોરાના તાંતણાની જેમ વળગેલા છે : કરિયર, એન્ટ્રન્સ એકઝામ, પ્લેસમેન્ટ
૨૦૧૨માં ખાસ: સોશિયલ મીડિયા હેઠળ એન્ટરપ્રિન્યોરશિપ અને આઇડિયા શેરિંગ વધશે. ઓન લાઇન શોપિંગ નવી પેઢી માટે નવો શોખ બની રહેશે.
લાઇફસ્ટાઇલનો કી-વર્ડ છે, કસ્ટમાઇઝ કરો, એટલે પોતાની સ્ટાઇલ ઊભી કરો, જુદા તરી આવો. તેમનામાં ઘરથી બહાર જવાની જીદ પહેલેથી વધારે છે. પ્રાથમિકતા છે - કરિયર, રિલેશનશિપ અને ફેશન.આ મંત્રના મહારાજ છે સાવનકુમાર. આમ તો તેઓ ગ્રાફિક ડિઝાઈનર છે. બાળપણમાં એ ફોર આર્ટ તેઓ ભણ્યા અને હવે વચ્યુંઅલ રિયાલિટી નામની સિરીઝ બનાવે છે. એમાં તેઓ તમામ ફિલ્મોના જોરદાર શોટ્સમાં પોતાને એવી રીતે ફિકસ કરે છે કે કોઈને શંકા પણ ન જાય. તેઓ કહે છે, આર્ટમાં લોજિક હોવું જોઈએ. સાયન્સ હોવું જોઈએ.
આ વિચારને શરીર પર દેખાડતાં તેમણે એક કાનમાં એક અને બીજા કાનમાં સાત વાળી પહેરી છે. કારણ, મગજ પ્રઝિમની માફક હોવું જોઈએ. બધું જ મૂળ અવયવોમાં વહેંચાય અને એ માટે લાઇટના સાત રંગ તૂટવાના કન્સેપ્ટને ફિઝિકલ રિપ્રેઝન્ટેશન જરૂરી છે. આ જ કડીના આધારે સાવને જમણા હાથેથી લખવાની આદતને બેલેન્સ કરવા ડાબા હાથ પર અલગ અલગ ભાષાઓના શબ્દો કોતરાવ્યા છે. તેઓ ખૂબ જલદી પોતાના પગ પર લેપર્ડ આભા ઊભી કરવાના છે.
આ યુવાનોમાં શહેર, પ્રદેશ બદલાયા પછી પણ બધું જ કોમન છે. જેમ કે કરિયર બનાવવાની, ઓળખ ઊભી કરવાની ચિંતા અને વચ્યુંઅલ વર્લ્ડમાં હાજરી. આ દુનિયામાં ગાંડપણ પણ એક પેશન છે અને તે દરેક ચીજમાં દેખાવું જોઈએ. ચંડીગઢના રજત સેન એટલા માટે જ જુના વિડિયો અને ફોટા એડિટ કરે છે. હમણાં થોડા દિવસ પહેલાં જ તેમણે પોતાના મિત્રોને ‘રબ ને બના દી જોડી’ના એક સીનમાં એવા ફિટ કરી દીધા કે બધા જ દંગ રહી ગયા.
રજતનું માનવું છે કે લોકો મને ઓળખે, એટલા માટે જ કરિયર, ભણતર અને સ્ટાઇલ છે. કરિયર, રિલેશનશિપ અને ફેશન, બોય્ઝ, ગર્લ્સની પ્રાયોરિટી લિસ્ટમાં આગળપાછળ ભલે થાય, પરંતુ આ ત્રણ ટોપ પોઇન્ટ છે. ચેતન બીટેક કરી રહ્યા છે, તેમની હોબી ફોટોગ્રાફી છે, પરંતુ ભવિષ્યમાં એગ્રીકલ્ચરથી જોડાયેલો બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવે છે. અમે આવા જ છીએ, મોડી રાત સુધી પાર્ટી અને સવારે દાદી સાથે ટહેલવાનું.
હવે બહાર જવાની જીદ થોડી વધારે છે. ભણવા માટે, નોકરી માટે બસ કોઈ પણ હિસાબે જવું છે અને નોકરી પણ પોતાની મરજીની હોવી જોઈએ અને પોતાની શરતો પર. એક આમ યુવાનના ડે-પ્લાનમાં શું છે? ખાસ કરીને જવાબ છે કે સૌથી પહેલા વર્તમાનપત્રમાં લાઇફસ્ટાઇલ અને સ્પોર્ટ્સનાં પાનાં જોવાં. પછી નેટ પર અપડેટ ચેક કરવું અને પછી કોલેજ ભાગવું. આ બધા વચ્ચે એક દોરાના તાંતણાની જેમ વળગેલા છે: કરિયર, એન્ટ્રન્સ એકઝામ, પ્લેસમેન્ટ જેવી બાબતો.
ફિટનેસની ચર્ચા બહુ છે. છોકરીઓ પાંચ દિવસ જિમ કરે છે અને પચ્ચીસ દિવસ ડાયટિંગ. છોકરીઓને ગેઝેટ્સ અને સ્પીડવાળી ચીજોથી કિક મળે છે. ચેતને જ્યારે ગેલેકસી લીધું ત્યારે તેને લાગ્યું કે કોઈ પાવર હાથમાં આવી ગયો છે. આવા જ હાલ તેના મિત્રોના છે. પોતાની વ્યક્તિના સંપર્કમાં રહેવા માટે. પોતાની જાણકારી રાખવા માટે અને પોતાનાઓની ખબર રાખવા માટે. ગર્લ્સ માટે ગેઝેટ્સનું રિપ્લેસમેન્ટ ગોસપિ અથવા શોપિંગ હોઈ શકે છે, પરંતુ બિનધાસ્તપણું તો પોતાની જગ્યાએ છે જ.
સૌરભ દ્વિવેદી ૯૮૦૩૦૩૦૫૦૫
ઈનપુટ: નવી દિલ્હી, લખનૌ, ચંડીગઢ, જયપુર