Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

અધૂરું કરીએ પૂરું,પછી કરીએ નવું શરૂ

 
Source: sankalp, Madhurima   |   Last Updated 2:36 AM [IST](31/01/2012)
 
 
 
 
 
નવી શરૂઆત કરવાની મજા ત્યારે જ આવે, જ્યારે પાછળ કંઇ અધૂરું બાકી ન હોય. પાછળ રહેલી અધૂરપ નવીનતાની મજા લેવા દેતી નથી.

દરેક વર્ષે કંઇક નવું કરવાનો સંકલ્પ તો આપણે લઇએ છીએ, પણ ગયા વર્ષના અધૂરા કાર્યો પૂરા થયાં હોય તો જ નવા સંકલ્પની યાદી કામ લાગી શકે છે. માટે આ વર્ષે પહેલાં તમારા અધૂરા કાર્યો પૂરા કરો.

નવું વર્ષ શરૂ થયાને આજે એક મહિનો પૂરો થઇ ગયો. નવું વર્ષ આપણામાં નવી ઊર્જા ભરે છે. દર વર્ષે આપણામાંથી અનેક લોકો નવા સંકલ્પની યાદી બનાવે છે. આ યાદીમાં અનેક પ્રકારના પરિવર્તનનો સમાવેશ થાય છે. જાતજાતના અને ભાતભાતના નવા સંકલ્પ લેવામાં આપણને કોઇ પાછા પાડી શકે એમ નથી. ભલે ને પછી એ સંકલ્પ પૂરા થાય કે ન થાય, પણ નવા વર્ષે સંકલ્પ તો લેવાના અને તેની પણ યાદી બનાવવાની. આ નવી યાદીમાં આપણે જુના સંકલ્પ અને અધૂરા કાર્યોને ભૂલી જઇએ છીએ. નવી શરૂઆતની મજા ત્યારે જ આવે, જ્યારે પાછળ કંઇ અધૂરું ન રહ્યું હોય.

ચાલો, કરીએ પૂરું
નવા વર્ષનો પ્રારંભ પોતાની ઊર્જાને નવી કરવાની શ્રેષ્ઠ તક છે. એટલે કે આ દરમિયાન જે કંઇ બાકી રહ્યું હોય તેને પૂરું કરી શકાય છે. બીજા શબ્દોમાં, આ તક દરમિયાન આપણી જુની ઇચ્છાઓ અને સંકલ્પોને પૂરા કરી શકાય છે. અગાઉ સ્વયંને આપેલા વચન હવે પૂરા કરો. સંકલ્પની યાદીમાં ઘર, ઓફિસ, સ્વાસ્થ્ય, આર્થિક વગેરે અનેક મુદ્દા હોય છે. તમારા સંકલ્પની યાદીમાં અહીં જણાવેલા કામ સાંકળીને જુઓ. મોટા ભાગના કામ એવા હશે, જે તમે ગયા વર્ષે પૂરા કરવાનું વિચાર્યું હતું. આમ, તમારા અડધાથી વધારે કામ તો આપોઆપ પૂરા થઇ જશે.

પ્રથમ કામ : ઇલેકટ્રોનિક જંક
આપણે મોટા ભાગનો સમય કોમ્પ્યુટર પર કામ કરવામાં પસાર કરીએ છીએ. તેથી વ્યવસ્થિત રહેવું અત્યંત જરૂરી છે. રોજ જ્યારે તમે ઇ-મેઇલ ચેક કરો, ત્યારે તે વ્યવસ્થિત કરવામાં થોડો સમય ફાળવો. જેમ કે, જરૂરી મેઇલના જવાબ આપવા, સ્પામ મેઇલ અને રીસાઇકલ બિનને ડીલીટ કરવા વગેરે. આમ કરવાથી તમને કામ કરવામાં સુવિધા રહેવા સાથે તમે હળવાશ પણ અનુભવશો. વધારે પડતી વેબસાઇટ્સ પર બીનજરૂરી એકાઉન્ટ ન બનાવશો. તેનાથી માનસિક બોજ વધે છે.

પાસવર્ડ યાદ રાખવાથી લઇને જે તે સાઇટ પર તમે કયા નામથી ઇ-મેઇલ એકાઉન્ટ બનાવ્યું છે એ તમામ બાબતો યાદ રાખવામાં માનસિક ખૂબ પરેશાની અનુભવાય છે. કોમ્પ્યુટર અને ઇ-મેઇલની માફક મોબાઇલ પણ વ્યવસ્થિત રાખો. વ્યવસ્થિત એટલે કે નકામા મેસેજ, કોલ લિસ્ટ અને સેન્ટ આઇટમ વગેરે ડીલીટ કરી નાખો. સૂતાં પહેલાં થોડી મિનિટ આના માટે ફાળવો.

બીજું કામ : સાપ્તાહિક કાર્ય
કાગળનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. અઠવાડિયે એક વાર ઘરે આવેલી ટપાલ (બિલ, કાર્ડ, પત્ર) વગેરે જોઇ જાવ. મોટા ભાગે હવે તો કુરિઅર્સ અને તેમાં પણ બિલ જ વધારે આવતાં હોય છે. બેન્કના એકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરે જેવા જે અગત્યના કાગળ હોય તે રાખી બાકીના ફાડી નાખો અન્યથા આ કાગળો ઘરના ખૂણા કે ટેબલ પર ધૂળ ખાતાં પડ્યાં રહેશે. આમ કરવાથી તમને એ પણ યાદ રહેશે કે કર્યું બિલ ભરવાનું બાકી છે કે કોઇ પત્રનો જવાબ આપવાનો છે.

ત્રીજું કામ : દર પખવાડિયે
દર પંદર દિવસે રસોડાની આલમારી, વોર્ડરોબ અને ફ્રીજની સફાઇ થાય એવી કોશિશ કરો. ફ્રીજને તો સામાન્ય રીતે દર ત્રણ દિવસે ડી-ફ્રોસ્ટ તો કરવાનું હોય છે. તે પછી જ્યારે સાફ કરવાનું હોય ત્યારે ફ્રીજ બંધ કરી દો. ફ્રીજ અને આલમારીમાં પડી રહેલી નકામી વસ્તુઓ ડસ્ટબિનમાં નાખી દો અને વોર્ડરોબમાં કપડાં વ્યવસ્થિત ગડી કરીને ગોઠવો. જે કપડાં તમે રેગ્યુલર પહેરતાં હો, તેને આગળની તરફ રાખો અને જેનો રોજિંદો વપરાશ ન થતો હોય તે ઉપરના ખાનામાં અથવા તો નીચે રાખો. સ્વચ્છ રસોડું અને ફ્રીજ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે અને વોર્ડરોબ વ્યવસ્થિત હશે તો તમે ઝડપથી તૈયાર થઇ શકશો.

ચોથું કામ : દર મહિને
દર મહિને હિસાબ લખીને બજેટ સાથે મેળવો. ગયા મહિને કરિયાણું, ઇલેક્ટ્રિક, ગેસ, પેટ્રોલ વગેરે પાછળ કેટલો ખર્ચ થયો તેનો હિસાબ રાખો. આ હિસાબ તમને ભવિષ્યમાં ક્યાં કાપ મૂકવો તે જાણવામાં મદદ કરી બચતમાં સહાયક થશે.ઓછામાં ઓછો ખર્ચ થાય તે માટે આ રીત ખૂબ મદદરૂપ બનશે. આ પ્રમાણે કામ કરવાથી તમે વર્ષ દરમિયાન લીધેલો સંકલ્પ પણ પાળી શકશો.

સંકલ્પ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.