Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

બાળકની હત્યાનું રહસ્ય ખોલ્યું એક સપનાએ

 
Source: Real Life, Surjit   |   Last Updated 3:17 AM [IST](29/01/2012)
 
 
 
 
 

લોથરજ અને તેની પત્ની આખી રાત ઊંઘી ન શક્યાં. બીજા દિવસે સવારે પિતાને એ સપના અંગે જણાવ્યું. પિતાએ સપનાને પોતાના સુધી સીમિત રાખવા કહ્યું, પણ એ શક્ય નહોતું. કારણ કે, બે મજુરોએ લોથરજની વાતચીત સાંભળી લીધી હતી.


એક વ્યક્તિને સપનું આવે છે. એ દ્વારા શહેરમાં થયેલા બે સંગીન અપરાધોનો તાગ મળે છે અને અપરાધીને સજા થાય છે. આ એક એવી સત્ય ઘટના છે જેને વાંચીને મનમાં અનેક પ્રકારના સવાલો ઉદભવે એ સ્વાભાવિક છે. બાળકની ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાને લીધે આખા દેશમાં સન્નાટો છવાઇ ગયો હતો. એક યુવાન ઊંઘમાં બબડતાં બબડતાં કહી રહ્યો હતો કે,‘મેં હત્યારાને એક જગ્યાએ ઊંઘતો જોયો છે. શું એ યુવાન સાચું કહી રહ્યો હતો?ફક્ત પાંચ વર્ષના ડોર્ની શનેદરની બહુ ખરાબ રીતે કચડી નાખેલી લાશ સૂમસાન જગ્યાએથી મળી. પોતે કરેલા ગુનાને છુપાવવાનો નિર્દય હત્યારાએ પ્રયત્ન કર્યો હતો. કોઇ રાહદારીનું ધ્યાન જતાં તે બાળકની લાશને પોતાની કારમાં મૂકીને શહેરમાં લઇ આવ્યો.


માઉન્ટ મોર્સ મિશિગનની આસપાસના ક્ષેત્રમાં ભય અને આતંકનું વાતવરણ છવાઇ ચૂક્યું હતું. એવામાં ૧૮ વર્ષની એક યુવતીની હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા મળ્યા હતા. આના લીધે લોકો જાગૃત થઇ ગયા હતા. પોલીસે સંજોગોવશાત્ એ વ્યક્તિની ઝલક જોઇ હતી. તેને પકડવા જતાં એ જંગલમાં ક્યાંક ગાયબ થઇ ગયો હતો. ડોની શનેદરની લાશ ૧૨ જાન્યુઆરી, ૧૯૨૮માં મળી હતી.


બીજા દિવસે રાત્રે શહેરના નાગરિકો એક વેપારીના ઘરે ભેગાં થયા હતા. નાગરિકોએ અધિકારીઓ સાથે સંપર્ક સ્થાપ્યો. એમાંની એક વ્યક્તિએ લોકોને ઉતાવળે કોઇ ખોટું પગલું ન ભરાઇ જાય તેનું ધ્યાન રાખવા કહ્યું. આ વ્યક્તિ હતી ડેકન એડોલફ. લોકો એડોલફનો આદર કરતા હતા. કારણ કે તે બહુ ઇમાનદાર અને સજજન વ્યક્તિ હતી. તેણે વધુમાં કહ્યું કે,‘ભગવાન કહે છે કે, એ બદલો લેશે. માટે આપણે આવી સ્થિતિમાં ભગવાન પાસે મદદ માગવી જોઇએ. મેં ઇશ્વર સાથે સંપર્ક સાંધ્યો છે તેમણે મદદ કરવાનું વચન આપ્યું છે.’


શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. એડોલફ લોકોને સલામ કરીને ત્યાંથી જતા રહ્યો. રવિવારે સવારે ગીરજાઘરમાં એક રિહર્સલની વ્યવસ્થા કરવાની હતી. તેથી એ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો. બીજા દિવસે સવારે ગિરજાઘરના ઉચ્ચાધિકારીની પસંદગી કરવામાં આવી. એમાં એડોલફને બદલે ૨૫ વર્ષના હેરલ્ડ લોથરજને પસંદ કરવામાં આવ્યો. એ દિવસે રાત્રે લોથરજ ઊંઘમાંથી ઊઠી બૂમો પાડવા લાગ્યો. તેની પત્નીએ લાઇટ ચાલુ કરી તો એ, ક્ષણવાર માટે તો કંઇ જ ન બોલ્યો પછી કહેવા લાગ્યો કે,‘મેં મારા જીવનનું સૌથી ભયાનક સપનું જોયું છે.’


પત્ની: કોની માટે જોયું? ગયા અઠવાડિયે જે બાળક અને યુવતીની હત્યા થઇ હતી એમના વિશે. મેં સપનામાં એ ર્દશ્યને બહુ નજીકથી નિહાળ્યું. યુવતી બૂમો પાડી પાડીને કહી રહી હતી કે, મારે ઘરે જવું છે. મને ઘરે જવા દો. મને ઘરે જવા દો. એની હત્યા કરનાર વ્યક્તિને પણ મેં જોયો. એ હત્યારાને આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ.’


પત્ની: કોણ છે એ? લોથરજે કહ્યું, એડોલફ.


લોથરજ અને એની પત્ની આખી રાત ઊંઘી ન શક્યાં. બીજા દિવસે સવારે પોતાના પિતાને એ સપના અંગે જણાવ્યું. પિતાએ સપનાને પોતાના સુધી સીમિત રાખવા કહ્યું. પણ એ શક્ય નહોતું કારણ કે, બે મજુરોએ લોથરજની વાતચીત સાંભળી લીધી હતી. એ દિવસે બપોરે નગરના મોટા પાદરી એમની પાસે આવ્યા. લોથરજે પોતાના ભયાનક સપનાની તમામ વાત તેમની સમક્ષ રજૂ કરી દીધી. પાદરીએ આ વાતને ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કર્યા. ત્યારબાદ વાતની ખાતરી કરવા તેઓ એડોલફના ઘરે ગયા. પાદરીએ તેમને થોડા સવાલ પૂછ્યા, જેમ કે, શું તમારી પાસે વાદળી રંગની કોઇ કાર છે? એડોલફે જવાબમાં કહ્યું, મારી પાસે તો કાળા રંગની કાર છે. છતાં તમે જોવા માગતા હોવ તો જોઇ શકો છો.


એ તેમને પોતાના ગેરેજમાં લઇ ગયો અને બતાવ્યું, તેની કાર કાળી હતી, પણ જ્યારે પાદરી ગેરેજમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના હાથની વીંટી કાર સાથે ઘસાઇ. પરિણામે કાળો કલર ઊખડી ગયો. તેની નીચે વાદળી રંગ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો. આ જોઇને એડોલફના હોશ ઊડી ગયા.


એ લોથરજનાં ચરણોમાં પડી ગયો. તેણે બાળક અને યુવતીની હત્યા ઉપરાંત અન્ય અનેક અપરાધોનો પણ સ્વીકાર કર્યો. એડોલફે કરેલા ગુનાઓ બદલ તેની ધરપકડ કરવામાં આવી અને તેને આજીવન કારાવાસની સજા થઇ. સપના દ્વારા ગુનેગારને શોધનાર લોથરજે કહ્યું,‘હું તો એક માત્ર માધ્યમ હતો. ખરી મદદ તો ભગવાને જ કરી છે.’‘


રિયલ લાઇફ, સુરજિત


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.