મિત્રો, આપણા જીવનમાં જેમ સ્વાસ્થ્યની સંભાળ મહત્વની છે. એ જ રીતે વાંચન પણ આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે. સાથોસાથ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દરેક બાળકનું વ્યક્તિત્વ ખીલવવામાં મદદરૂપ બને છે.
- તનની તંદુરસ્તી માટે ‘પાચન’ અને મનની તંદુરસ્તી માટે ‘વાંચન’ ખૂબ જ જરૂરી છે. ખૂબ ચાવીને ખાવાથી ‘પાચન’ સરળ બને છે અને સમજણપૂર્વક વાંચવાથી અભ્યાસ સરળ બને છે.
- અભ્યાસની સાથે રમત-ગમત તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ (નૃત્ય-સંગીત-ચિત્રકામ) કરવાથી વિદ્યાર્થીનો સવાઁગી વિકાસ થાય છે.
- અભ્યાસમાં નિયમિતતા એટલે પરિણામમાં સફળતા.
- બાળપણની વિકાસની ભૂમિકા ‘રિપોર્ટ કાર્ડ’ પર નહીં પરંતુ ‘રમકડાં’ રમવાની પ્રવૃત્તિ પર રચાય છે. તમને મૂંઝવતા ‘પ્રશ્નો’ પૂછવામાં પીછેહઠ ન કરશો.
- ‘ચેસ’ની રમત દ્વારા જીવનના કૌશલ્યો (સ્કીલ) કેળવો.