ગાયક અને સ્વરકાર રાજેશ વૈશ્નવ સિવિલ એન્જિનીયર છે. ભાવનગર મહાનગરપાલિકામાં એકઝીક્યુટીવ એન્જિનીયર અને ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ૩૦ વર્ષની નોકરી પૂર્ણ કરી ૨૦૦૧માં સ્વૈચ્છીક નિવૃત્તિ લઇને હોબી તરીકે સંગીતને અપનાવ્યું છે. છેલ્લા અગિયાર વર્ષથી નિયમિત રીતે દરેક મહિનાના અંતિમ રવિવારે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાના સહકારથી ‘સૂરીલી સાંજપ્તનામના સંગીતમય કાર્યક્રમનું આયોજન વિનામૂલ્યે રસીક શ્રોતાઓ માટે કરી રહ્યા છે. હાલમાં જ લીમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા સતત ૧૨૨ કાર્યક્રમો નેશનલ રેકોર્ડ લોંગેસ્ટ રનીંગ નોન કોમર્શિયલ મ્યુઝિકલ પ્રોગ્રામ માટેનું પ્રમાણપત્ર સૂરીલી સાંજની ટીમને મળેલ છે અને ભાવનગરનું ગૌરવ વધારેલ છે.
રાજેશ વૈશ્નવ સારા ગાયક કલાકાર અને સુગમ સંગીતના સ્વરકાર છે. સન-૨૦૦૧ની ભાવનગર શહેરની વસ્તી ગણતરીની પ્રશંસનીય કામગીરી બદલ ભારતનાં રાષ્ટ્રપતિશ્રીનો મેરિટોરીયસ સર્વિસનો સિલ્વર મેડલ પ્રાપ્તકરેલ છે. સંગીત ક્ષેત્રે નવોદિત કલાકારોને સ્ટેજ પૂરૂં પાડવાની ઉત્તમ કામગીરી સતત કરી રહ્યા છે.
મેળવેલી સિદ્ધિઓ : ‘સૂરીલી સાંજપ્ત કાર્યક્રમ માટે લીમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા લોંગેસ્ટ રનીંગ નોન કોમર્શિયલ મ્યુઝિકલ પ્રોગ્રામ બદલ પ્રમાણપત્ર. રાષ્ટ્રપતિ દ્વારા સિટી સેન્સસ ઓફિસર તરીકે પ્રશંસનીય કામગીરી માટેનો સિલ્વર મેડલ.
યાદગાર ક્ષણ : ૧૯૭૧માં સુગમ સંગીતના હળવા કંઠ્ય સંગીતની બીલીમોરા ખાતે યોજાયેલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મળવા બદલ. સન ૨૦૦૯માં સૂરીલી સાંજ માટે લીમ્કા બુક ઓફ રેકોર્ડનાં પ્રમાણપત્ર મળવા બદલ. રાષ્ટ્રપતિ દ્વારા મેરિટોરીયસ સર્વિસનો સિલ્વર મેડલ મળવા બદલ.
શોખ : સંગીત અને જૂની હિન્દી ફિલ્મો જોવાનો અને જૂના ગીતોનું સંવર્ધન અને જતન કરવાનો શોખ છે.