વર્ષો સુધી ફિલ્મ રીલ પર રેકોર્ડ કરીને સિનેમાહોલમાં પહોંચાડવામાં આવતી હતી. ત્યારે દરેક પ્રિન્ટ પર લગભગ એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. ટ્રાન્સપોટેંશનનો ખર્ચ અલગ. પરંતુ સિનેમાહોલ ડિજિટલ થઈ જવાને લીધે ફિલ્મના રીલની જગ્યા સીડી અને હાર્ડ ડિસ્કે લેવા માંડી છે. દેશભરમાં સિંગલ સ્ક્રીનવાળાં ૫૬૦૦ થિયેટરોનું ડિજિટલાઈઝેશન થઈ ચૂક્યું છે. ફિલ્મો હવે સેટેલાઈટ સિગ્નલ ની મદદથી થિયેટરમાં પહોંચવા લાગી છે. આ જ કારણથી ફિલ્મો હવે હજારો પ્રિન્ટ સાથે એકસાથે રિલીઝ થાય છે. ડિજિટલાઈઝેશનની સાથે સિનેમાજગતમાં પણ કેટલાંક પરિવર્તન આવ્યાં છે. ફિલ્મોની કવોલિટીમાં પણ સુધારો થયો છે.
હજુ પણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિકાસના ઘણા વિકલ્પો ખુલ્લા છે. દેશમાં દર દસ લાખ લોકો દીઠ માત્ર બે સિનેમા સ્ક્રીન છે. જ્યારે અમેરિકામાં દસ લાખ લોકો દીઠ ૧૧૭ સિનેમા સ્ક્રીન છે. યુરોપમાં આ આંકડો દસ લાખ દીઠ ૪૦ સ્ક્રીનનો છે. ભારતમાં છેલ્લાં છ વર્ષમાં સિનેમાજગતની આવક બે ગણી વધીને ૧૪ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં થ્રીડીની કવોલિટીમાં પણ સુધારો થયો છે. જુની ફિલ્મોને પણ હવે થ્રીડીમાં બદલવામાં આવી રહી છે. ટાઈટેનિક અને શોલે જેવી ફિલ્મોને ૩ડીમાં પરિવતિgત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
૧૦૦૦ કરતા વધારે ફિલ્મો દર વર્ષે દેશમાં રિલીઝ થાય છે. ફિલ્મ રિલીઝ કરવાના મુદ્દે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી મોટી છે. બીજા નંબરે હોલિવુડ છે.
૧૨૦૦૦ થિયેટર અને ૯૦૦ મલ્ટિપ્લેક્સ દેશમાં આવેલા છે. ભારતનું પહેલું મલ્ટિપ્લેક્સ દિલ્હીનું પીવીઆર હતું.