- ઊંટના અઢારે વાંકા - દોષનો ભંડાર
- ઊંડા પાણીમાં ઊતરવું નહીં - ખોટું સાહસ કરવું નહીં
- એક પંથ ને દો કાજ - એક કામ કરતાં બે કામ થાય
- એક હાથે તાળી ન પડે - સહકાર વિના કામ ન ઉકલે
- કજિયાનું મોં કાળું - કંકાસથી દૂર રહેવું સારું
- કપટ ત્યાં ચપટ - કપટ કરવાથી માઠું પરિણામ મળે.
- કરણી તેવી પાર ઉતરણી - કરે તેવું પામે.
- ગાજ્યા મેઘ વરસે નહીં - બોલે તે કરે નહીં
- ગોળનું ગાડું મળ્યું - અત્યંત આનંદદાયક ઘટના બનવી.
- ગોળ ને ખોળ સરખો - સારા ખોટાનો વિવેક જાણે નહીં
- ચેતતા નર સદા સુખી - વિચારીને પગલું ભરવું સારું
- ચોરનો ભાઇ ઘંટી ચોર - બંને સરખા
- છછુંદરના છયે સરખાં - એક પણ સારો ગુણ નહીં
- જાગ્યા ત્યારથી સવાર - દોષ સમજાય કે તરત છોડવો
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ - જેવા પોતે તેવા બીજા
- ટકે શેર ભાજી ટકે શેર ખાજાં - સારું નરસું સૌ સરખું