Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> The Power 100
 

પ્રવીણ પ્રજાપતિ કલાકાર

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 5:57 AM [IST](09/09/2010)
 
 
 
 
 
આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે કે ભારતની પુરાતન સંસ્કૃતિના શોધન ઉત્ખનન દરમિયાન સિંધુ ખીણની સંસ્કૃતિને ધરબીને બેઠેલા નગરો મળી આવ્યા છે. હડપ્પીય સંસ્કૃતિના આ નગરોના ખોદકામ દરમિયાન મળી આવેલી અનેક દુર્લભ વસ્તુઓમાંની એક વસ્તુ હતી. માટીકામની ઉત્કૃષ્ટ કલાના નમૂના આ માટીની ચીજવસ્તુઓ, હજારો વર્ષ પહેલા મળી આવેલ માટીના વાસણો ઘરેણા વગેરેની કલા અને કસબ કારીગરી આજે લુ’ થઇ ગઇ છે.

આ લુ’ થઇ ગયેલી સંસ્કૃતિને પુનર્જીવિત કરી આધુનિક યુગમાં નવા રૂપરંગ અને કલેવર સાથે ‘ટેરાકોટા’એવું નામ આપી માટીની વિવિધ કલાકૃતિઓ બનાવી ફેશનની દુનિયામાં પેશ કરી તહલકો મચાવવાનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી બોટાદમાં બેસીને પ્રજાપતિ પરિવાર કરી રહ્યો છે. ઈશ્વરભાઈ પ્રજાપતિએ ‘ટેરાકોટા’ એટલે પકવેલી માટી કામ એવું નામ આપી લુ’ થયેલી સંસ્કૃતિને પુન:ધબકતી કરવાનું કામ કર્યું છે. એના એ કામને આગળ ધપાવવાનું કામ આજે તેમના પુત્ર પ્રવીણભાઈ પ્રજાપતિ કરી રહ્યા છે.


વારસામાં મળેલા સંસ્કારો અને પિતાજીના આર્ટના વારસાને જાળવી વૈશ્વિક સ્વીકૃતિ અપાવવાની મનમાં ગાંઠ વાળી તે વાળી આજદિન સુધી પ્રવીણભાઈએ પાછું વળીને જોયું નથી. ૧૯૭૨થી આજ સુધીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા. અંતે પકાવેલી માટીની કલાકૃતિની લોકોએ કદર કરી.

વિશ્વમાં ફેશનની દુનિયા જીવંત છે. માટીકામની કલાકૃતિમાં અવનવી ફેશનનાં રંગો ઉમેરી એમણે ફેશન જ્વેલરી એટલે કે માટીના ઘરેણાં આર્ટ સાથે બનાવ્યા. સ્વીકૃતિ મળતી ગઇ. પ્રસિદ્ધિ પણ મળતી ગઇ અનેક પડકારો પણ આવ્યા. પણ હાર માને તો પ્રવીણભાઈ શાના ? પોતાની પ્રવીણતા (નપિુણતા)નો ઉપયોગ કરી ટેરાકોટાની દુનિયામાં ડંકો વગાડનાર પ્રવીણભાઈ બોટાદ શહેરનું જ નહીં સમગ્ર રાજ્યનું પણ ગૌરવ છે. હાથની કારીગરીની કસબીને આજસુધીમાં અનેક માન અકરાપ મળેલ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.