Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> The Power 100
 

પથિક મહેતા

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 9:04 PM [IST](10/02/2011)
 
 
 
 
 
હકારાત્મક અભિગમ ધરાવતા સ્પોર્ટ્સ ફ્રેન્ડલી પરિવારમાં જન્મેલા પથિક મહેતા આજે ભારતીય ટેબલ ટેનિસ ટીમનું અભિન્ન અંગ બની ચૂક્યા છે, અનેક આંતરરાષ્ટ્રીય ટુનૉમેન્ટોમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત અને ભાવનગરને ગૌરવ પ્રદાન કર્યું છે. ૧૯૯૬માં ટેબલ ટેનિસ ક્ષેત્રે પા પા પગલી માંડનાર પથિકે પોતાના મનમાં જ નક્કી કરી લીધુ હતુ કે તેઓ એક દિવસ ભારતની ટીમ વતી રમશે.

નિશાન ચૂક માફ, નહીં માફ નીચુ નિશાન, એ ઉક્તિને ઉજાગર કરતા આજે પથિકે તેની ૧૩ વર્ષની ટેબલ ટેનિસની યાત્રામાં અનેક શિખરો સર કર્યા છે. જોકે, તેને આ ઉંચાઇ સુધી પહોંચાડવામાં માતા પ્રીતિબેન અને પિતા નિશીથભાઇનો ખૂબ જ સારો સહયોગ રહ્યો છે. હાલ તેઓ એર ઇન્ડિયાની સ્પોન્સરશીપ ધરાવતા એકમાત્ર ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી છે.

સ્વભાવે એકદમ સરળ એવો પથિક એક વાત માને છે કે, હું તો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો અને આખા વર્ષ દરમિયાન અનેક સારા કોચ, ખેલાડીઓ પાસેથી સતત નવું શિખવાનું મળે છે, આ તમામ બાબતો તે જ્યારે ભાવનગરમાં હોય છે ત્યારે, નાની વયના ખેલાડીઓ સાથે વહેંચી તેઓને પણ પ્રોત્સાહન પુરૂ પાડે છે. હંમેશા પોતાનો જ નહીં સાથી ખેલાડીઓની ચિંતા કરવાનો તેમનો સ્વભાવ તેઓને અન્યથી અલગ તારવે છે.

નામ:પથિક નિશીથભાઇ મહેતા.

અભ્યાસ:બી.કોમ.

સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ: ગુજરાત મેન્સ ટીમના કેપ્ટન તરીકે રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં પાંચ કાંસ્ય અને એક રજત એમ કુલ છ ચંદ્રક જીતી ચૂકેલા પથીક પટણા ખાતેની રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં ‘પ્લેયર ઓફ ધી ટુનૉમેન્ટ’નો ખિતાબ જીતી ચૂકેલ છે. વર્ષ ૨૦૦૯માં સ્કોટલેન્ડ અને વર્ષ ૨૦૦૭માં જયપુર ખાતે રમાયેલ કોમનવેલ્થ ચેમ્પીયનશીપમાં રજત ચંદ્રક વિજેતા ભારતીય ટીમના સભ્ય પથીક મહેતા જર્મની, કોએશીયા, ચીન અને જાપાનમાં રમાયેલ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ અને ડોહા (કતાર) ખાતે યોજાયેલ એશીયન ગેઇમ્સ જેવી ખ્યાતનામ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે. આ ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં બે સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યા છે.સ્પોર્ટસની યાદગાર ક્ષણ:૧૭મી એશીયન ચેમ્પીયનશીપમાં દક્ષિણ કોરીયામાં વિશ્વના ૩૪માં ક્રમાંકિત ખેલાડીને પરાજીત કરવાની વિરલ સિદ્ધિ.

સન્માન: ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત એકલવ્ય સિનિયર અને જુનિયર એવોર્ડ અને સરદાર પટેલ સીનયર અને જુનિયર એવોર્ડ વિજેતા બનવાની વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર પથિક વિશ્વ ગુજરાતી સમાજ અને ઈન્ડીયન અમેરીકન ઓફ નોર્થ અમેરીકા (આઈના) દ્વારા સન્માનિત થઇ ચૂકેલ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.