થોડા દિવસ પહેલાં એસએમએસ દ્વારા ‘એક બાળકીની ડાયરી’ મળી. તમે પણ વાંચો : ૧૫ જુન - હું માતાની કૂખમાં આવી ગઈ છું... ૧૭ જુન - હું એક ટિશ્યૂ બની ચૂકી છું... ૩૦ જુન- માતાએ પિતાને કહ્યું હવે તમે પિતા બનવાના છો. માતા અને પિતા બહુ ખુશ છે... ૧૫ સપ્ટેમ્બર - હવે હું મારા દિલની ધડકન મહેસૂસ કરી શકું છું... ૧૪ ઓક્ટોબર - હું મરી ચૂકી છું. મને મારી નાખવામાં આવી, કારણ કે હું એક છોકરી હતી.
લોકો માતા, પત્ની, પ્રેમિકાથી પ્રેમ કરતા હોય છે, તો પછી છોકરીઓની કત્લ કેમ કરી નાખવામાં આવે છે?ડાયરીની છેલ્લી લાઇન વાંચતાં દિલના જે હાલ થયા તેને શબ્દમાં આલેખવા મુશ્કેલ છે. આ ઘટનાને કારણે મને ઉર્દૂના મશહૂર શાયર જોહરા નિગાહની એક નજમ યાદ આવી ગઈ. તમે પણ તે વાંચો :
જોહારા નિગાહ મુશાયરા માટે ઘણી વાર હિન્દુસ્તાન જાય છે. બની શકે છે કે તમે ક્યારેક તેના મોઢે આ નજમ સાંભળી હોય જે ભ્રૂણહત્યાની કહાની કહે છે.એક રિપોર્ટ દ્વારા મને ખબર પડે છે કે એશિયામાં છ કરોડ સ્ત્રીઓની અછત છે. આ બાળકીઓ હતી જે પોતાના લિંગને કારણે પેદા થતાં તેની કતલ કરી દેવામાં આવી અથવા અલ્ટ્રાસાઉન્ડ (સોનોગ્રાફી) રિપોર્ટ દ્વારા તેના જેન્ડરની જાણકારી મેળવી પેદા થતાં પહેલાં જ તેનો નિકાલ કરી દેવામાં આવ્યો.
એક બીજો રિપોર્ટ એવું કહે છે કે આખી દુનિયામાં આવી રીતે નિકાલ કરી નાખવામાં આવતી બાળકીઓની સંખ્યા દસ કરોડની ઉપર પહોંચી ગઈ છે. ગયા વરસે જે આંકડા એકઠા કરવામાં આવ્યા તે પ્રમાણે ચીનમાં ૩.૦૫ કરોડ, હિન્દુસ્તાનમાં ૨.૨૮ કરોડ, પાકિસ્તાનમાં ૩૧ લાખ, બાંગ્લાદેશમાં ૧૬ લાખ, પશ્ચિમ એશિયામાં ૧૭ લાખ, ઇજિપ્તમાં ૬ લાખ અને નેપાળમાં ૨ લાખ બાળકીઓ ગાયબ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં નવજાત બાળકીઓની કતલનો એક રિસર્ચ રિપોર્ટ આવ્યો, જે કડવા સત્ય વિશે ઘણી બધી જાણકારી આપે છે.
આ કામ અમેરિકા-બ્રિટનમાં પણ થાય છે, પરંતુ હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં પેદા થતાં પહેલાં જ બાળકીઓને મોતના મુખમાં ધકેલી દેવાની આ નવી ક્રૂર રીત ઝડપથી આગળ વધી રહી છે. પાકિસ્તાનમાં તો ફકત જોહરા લગગાહની નજમ જ મારી નજરમાંથી પસાર થઈ. જોકે હિન્દુસ્તાનમાં તો આના પર સેંકડો કવિતાઓ લખવામાં આવી છે. અંશુમાલા મિશ્રાની એક કવિતા :
આ કવિતા પાકિસ્તાનનાં કેટલાંય વર્તમાનપત્રોમાં છપાઈ અને લોકોને પસંદ આવી છે.
એવી જ રીતે અમારા અલીગઢમાં પેદા થનારી જોયા જૈદીનું પણ નામ લેવાય છે. તેમણે મોસ્કોથી એમબીબીએસ કર્યું અને હવે અલીગઢમાં જ પ્રેક્ટિસ કરે છે. આપણા દેશમાં અલ્ટ્રાસાઉન્ડ(સોનોગ્રાફી)થી લિંગ જાણીને જે પ્રમાણે બાળકીઓની કતલ કરવામાં આવે છે તે જોઈ જોયાના મન પર તેની ખૂબ ઘેરી અસર પડી. નવજાત બાળકીની કતલનું દર્દ તેમની શાયરીમાં વારે વારે ઝળકી ઊઠે છે. પોતાના એક લેખમાં તે ઉત્તર ભારતના ઘણા જુનાં લોકગીતનો હવાલો આપે છે :
પ્રભુજી મૈં તૂમસે બિનંતી કરું,
પૈયાં પડૂં બાર-બાર,
અગલે જનમ મોહે બેટિયા ન દી જો,
નરક દીજો ચાહે ડાર...
આ લોકગીત વાચતાં એક બીજું લોકગીત આવે છે :
જો અબ કિએ હો દાન ઐસા ન કીજો,
અગલે જનમ મોહે બિટિયા ન કીજો...
જોહરા નિગાહ
પોતાના ઇન્કલાબી સ્વભાવને કારણે જોહરા નિગાહના શાસકો સાથે સારા સંબંધો ન રહ્યા, એટલે તેમણે પોતાની જિંદગીનાં અનેક વરસો વતનથી દૂર પસાર કરવાં પડ્યાં. તેમણે નારી આંદોલન ચલાવવામાં પણ મજબૂત ભૂમિકા નિભાવેલી.