Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

જીવનશૈલી અને ઓસ્ટિઓપોરોસિસ

 
Source: Pahelu Sukh, Dr Tiven Marvah   |   Last Updated 3:33 AM [IST](18/01/2012)
 
 
 
 
 
‘ઓસ્ટિઓપોરોસિસ’ અથવા હાડકાં ક્ષીણ પડવાં એ આધુનિક જમાનાની એક મોટી સમસ્યા છે. આ અવસ્થામાં હાડકાં નબળાં પડવાના કારણે ફ્રેકચર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. ઉપરાંત વ્યક્તિને લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાના કારણે અનેક બીજી મેડિકલ સમસ્યાઓ સર્જાતી હોય છે. આ સમસ્યાઓ શારીરિક, માનસિક અને આર્થિક તકલીફોનો વધારો કરે છે. અમુક વાર તો વ્યક્તિનું જીવન પણ જોખમાય છે. સ્ત્રીઓમાં પુરુષો કરતાં ઓસ્ટિઓપોરોસિસ થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. એક વાર થાપાંનાં હાડકાંનું ફ્રેકચર થયા પછી વ્યક્તિના જીવનનું જોખમ વધી જાય છે અને સરેરાશ ઉંમર ઘટી જાય છે.

૩૦-૩૫ વર્ષની ઉંમર સુધી વ્યક્તિમાં હાડકાંનું ઉત્પાદન થતું રહે છે, પરંતુ ૩૦-૩૫ વર્ષની ઉંમર વટાવ્યા પછી હાડકાંના ધ્વંસની પ્રક્રિયા ઉત્પાદન કરતાં વધારે ગતિશીલ થવાના કારણે વ્યક્તિનાં હાડકાં ક્ષીણ થઈ જાય છે. આ અવસ્થાને ઓસ્ટિઓપોરોસિસ કહે છે. ૩૦-૩૫ વર્ષની ઉંમર સુધી સતત હાડકાંની ક્ષમતા વધતી જાય છે અને વ્યક્તિઓના જીવનનું મહત્તમ હાડકાંનું દળ પ્રાપ્ત કરે છે. આ અવસ્થાને ‘વીક બોન માસ’ કહેવામાં આવે છે.

સાદી ભાષામાં આપણે તે હાડકાંનું ‘બેંક બેલેન્સ’ કહી શકીએ. આ ઉંમર સુધી હાડકાંનું દળ અને ક્ષમતા જેટલી ધારણ કરી લીધી તે વ્યક્તિને આવનારા દાયકાઓમાં ઉપયોગી થઈ શકે છે કારણ કે ૩૦-૩૫ વર્ષની ઉંમર પછી હોર્મોન્સ તથા અન્ય પરિબળોના કારણે કુદરતી રીતે ક્રમશ: હાડકાં ક્ષીણ થઈ જતાં હોય છે. યોગ્ય આહાર-વિહાર દ્વારા વ્યક્તિની આ પ્રક્રિયાની ગતિ ઓછી કરી શકે, પરંતુ તેને સાવ અટકાવી શકે નહીં.

પોષણ અને અસ્થિતંત્ર : સારું પોષણ અસ્થિતંત્રને મજબૂત બનાવવામાં અને મજબૂત રાખવામાં અગત્યનો ફાળો આપી શકે છે. બાળપણથી જ હાડકાંનું નિર્માણ થતું હોય છે. શરૂઆતથી જ સારું પોષણ આપવાથી વ્યક્તિમાં‘વીક બોન માસ’નું પ્રમાણ સારું હાંસલ કરી શકાય છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-ડી હાડકાંનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.

ફાસ્ટ ફૂડના જમાનામાં લેવાતો આહાર ‘સમતોલ આહાર’ની પરિભાષા પ્રમાણે હોતો નથી. આથી પ્રોટીન, મિનરલ, વિટામિન વગેરેની ઊણપ રહી જાય છે. બાળકો જાડાં તો હોય છે, પરંતુ તંદુરસ્ત હોતાં નથી. ચરબીની માત્રા વધારે હોય છે, પરંતુ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપથી હાડકાંનું નિર્માણ મહત્તમ મર્યાદા સુધી પહોંચતું નથી.

એક વાર ‘વીક બોન માસ’ પ્રાપ્ત કર્યા પછી તેને જાળવી રાખવા માટે, પણ યોગ્ય પોષણ લેવું જરૂરી હોય છે. યોગ્ય માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન લેવું જરૂરી હોય છે, અન્યથા હાડકાં ક્ષીણ થવાની પ્રક્રિયાને વધારે વેગ મળે છે અને તેઓ જલદીથી ક્ષીણ થઈ જાય છે. સંશોધનો પ્રમાણે ‘માંસાહાર પ્રોટીન’ વધારે માત્રામાં લેવાથી ફાયદાના બદલે નુકસાન થાય છે અને હાડકાં ક્ષીણ થઈ જાય છે.

વજન : વધારે પડતું અથવા ઓછું વજન બંને અસ્થિતંત્રની મજબૂતી ઉપર અસર કરી શકે. ઓછું વજન ધરાવતી વ્યક્તિઓમાં પ્રોટીન, મિનરલની ઊણપથી હાડકાંનું દળ ઓછું રહી જાય છે. વધુ વજન અમુક સંજોગોમાં હાડકાંનાં નિર્માણમાં વધારો કરી શકે. ઓબેસ વ્યક્તિઓમાં શરીરમાં રહેલી ચરબીમાંથી ઈસ્ટ્રોજનનું ઉત્પાદન વધારે થતું હોય છે. ઈસ્ટ્રોજન હાડકાંનાં નિર્માણ અને પુન:નિર્માણમાં ફાળો આપે છે. આથી યોગ્ય માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન લેતી ઓબેસ વ્યક્તિઓમાં હાડકાંનું દળ અને મજબૂતી પાતળી વ્યક્તિઓ કરતાં વધારે હોય છે. તેમાં નિયમિત કસરત કરતી ઓબેસ વ્યક્તિઓમાં અસ્થિતંત્રનો વિશેષ લાભ થઈ શકે.

તમાકુ સેવન : ધૂમ્રપાન અને તમાકુના સેવનથી હાડકાં ક્ષીણ થઈ જતાં હોય છે. ધૂમ્રપાન અનેક પ્રક્રિયાઓ દ્વારા હાડકાંને ક્ષીણ કરી દેતાં હોય છે. ધૂમ્રપાન દ્વારા ઝેરીલાં તત્વો શરીરમાં પ્રવેશે છે અને તે ‘ઓસ્ટિઓ બ્લાસ્ટ’ નામના અસ્થિકોષો, જે હાડકાંનું નિર્માણ કરતા હોય છે, તેમનો વિકાસ અટકાવે છે અને ‘ઓસ્ટિઓ કલાસ્ટ’ નામના અસ્થિકોષો જે ધ્વંસની પ્રક્રિયાને વધારે છે તેને ઉત્તેજિત કરે છે. ધૂમ્રપાનની જેમ તમાકુનું સેવન પણ અસ્થિતંત્રને નુકસાન કરે છે.

આલ્કોહોલ : વધારે પડતા આલ્કોહોલના સેવનાથીઅસ્થિતંત્ર ઉપર માઠી અસર પડે છે. લીવર પર થતી તકલીફના કારણે ‘વિટામિન ડી’નું મેટાબોલિઝમ બરાબર થતું નથી. ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ તથા અન્ય પોષક તત્વોની ઊણપ કારણે વધારે પડતું આલ્કોહોલ લેનારી વ્યક્તિઓમાં હાડકાં જલદીથી ક્ષીણ થઈ જતાં હોય છે.

ચેજિંગ : ઉંમર શરીરનાં બીજા અંગોની જેમ અસ્થિતંત્ર પર પણ તેનું કામ કરતી હોય છે. ઉંમર વધવાની સાથે હાડકાં ક્રમશ: ક્ષીણ થવા લાગે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ પછી હાડકાં જલદીથી ક્ષીણ થવા લાગે છે. ઈસ્ટ્રોજન હોર્મોન હાડકાંનાં નિર્માણ અને પુન:નિર્માણમાં અગત્યનો ભાગ ભજવતો હોર્મોન છે. મેનોપોઝ પ્રાપ્ત કર્યા પછી આ હોર્મોનની ઊણપ થઈ જાય છે અને હાડકાંના ધ્વંસની પ્રક્રિયા પુન:નિર્માણ કરતાં વધારે થવા લાગે છે.

જેમ મેનોપોઝ વહેલો તેમ આ પ્રક્રિયા વહેલી શરૂ થઈ જાય છે. પુરુષોમાં સ્ત્રીઓની જેમ ‘મેનોપોઝ’ પ્રક્રિયા હોતી નથી. પુરુષોમાં આ પ્રક્રિયા અમુક વ્યક્તિઓમાં જ અને અનિશ્ચિત ઉંમરે થતી હોય છે. ટેસ્ટોસ્ટેરોનની ઊણપથી પુરુષોમાં પણ અસ્થિધ્વંસની પ્રક્રિયાને વેગ મળે છે અને હાડકાં ક્રમશ: ક્ષીણ થાય છે, પરંતુ સ્ત્રીઓમાં આ માત્રા પુરુષો કરતાં વહેલી અનેક ગણી વધારે હોવાના કારણે તેમનામાં ફ્રેકચર થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે.

બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી સારી અને સાત્વિક જીવનશૈલી અસ્થિતંત્રનાં નિર્માણ અને પુન:નિર્માણમાં ખૂબ ઉપયોગી થઈ શકે. સારો આહાર, કસરત અને તંદુરસ્ત જીવનશૈલી બાળકો અને યુવાનોનાં મજબૂત હાડકાંનાં નિર્માણમાં મદદરૂપ થઈ શકે. મોટી ઉંમરમાં આ જ સ્વસ્થ જીવનશૈલી હાડકાંનો ઘસારો થતો રોકી શકે અને ઓસ્ટિઓપોરોસિસ પ્રક્રિયાને ધીમી પાડી શકે. મોટી ઉંમરમાં થતાં ફ્રેકચર અને તેના દ્વારા થતી શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓમાંથી બચાવી શકાય.

tiven.marwah@gmail.com

પહેલું સુખ, ડૉ.. તિવેન મારવાહ (એન્ડોક્રાઇનોલોજિસ્ટ)
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.