સૂકવણી માટે લીલાચારાને જરૂરિયાત કરતાં વધુ સમય સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેના પાન ખરી જવા, કલર બદલાઈ જવો અને સ્વાદમાં પણ ફરક પડી જવાનો ખેડૂતોને સતાવતો ભય
ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આકાશી ખેતી પર નિર્ભર રાખે છે. આકાશી ખેતીમાં વરસાદની નિયમિતતાએ સામાન્ય બાબત છે. જ્યારે લીલો ચારો પુરતો પ્રમાણમાં મળે ત્યારે તેને સંગ્રહ કરી લેવો જોઈએ. જેથી કરી ઘાસચારાની અછતના સમયે આવો ચારો ખવડાવી શકાય. ઘાસ ચારાના સંગ્રહ કરવા માટેની સારામાં સારી પદ્ધતિ ચારાની સૂકવણી છે. લીલા ચારાને સૂકવી સૂકવણી કરો અને તેને સંગ્રહી તેને આખુ વર્ષ પશુને ખવડાવવામાં ઉપયોગ કરી શકાય છે. આ અંગે વધુ માહિતી વ્યારાના પશુપાલન ક્ષેત્રના ડૉ. જે. એમ પટેલે આપી, જે જાણવા જેવી છે.
સૂકવણીનો આશય લીલાચારામાંથી ભેજનું પ્રમાણ ઘટાડી તેને લાંબો સમય સંગ્રહ કરવાનો છે. સૂકવણી પણ ચોકસાઈપૂર્વક કરવી જરૂરી છે. સૂકવણી માટે લીલા ચારાને જરૂરિયાત કરતાં વધુ સમય સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેના પાન ખરી જવા, કલર બદલાઈ જવો અને સ્વાદમાં પણ ફરક પડી જાય છે. પાન ખરી જાય તો માત્ર પ્રકાંડ વધે છે. જે પશુને ખાવામાં તકલીફ પડે છે, અને પોષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ નિમ્નકક્ષાના ગણાવી શકાય. સૂકવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત એ છે કે તેનો કલર જળવાઈ રહે તેટલો સમય જ સૂર્ય પ્રકાશમાં રાખવો ત્યારબાદ લઈ લેવો. લીલો રંગ પ્રજીવક અને આભારી છે.
જો લીલો રંગ ન રહે તો પ્રજીવક એ પણ ચારામાં ન રહે જેથી તેની ઉપણ વર્તાય અને બીજા આંખ, ચામડી અને વિયાણને લગતા રોગ થવાની શક્યતા વધી જાય છે. ખાડા કે ખાઈ અથવા મોટી કોઠીમાં ઓથો લાવીને સંગ્રહ કરેલા લીલા ઘાસચારાને કે જેમાં હવા પણ ન પ્રવેશી શકે તેવા ઘાસને સાયલેજ કહે છે. સાયલેજ બનાવવા માટે ધાન્ય વર્ગના પાકો જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી તેમજ ઘાસચારાના પાકો જેવા કે હાઈબ્રિડ, નેપીયર, ગીનીઘાસ, કોઈમ્બતુરત ઘાસ વગેરે લીલા ચારાના ઉત્તમ પાકો છે.
કારણ કે તેમાં કાર્બોદિત પ્રદાર્થોની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે. ચોમાસામાં ગૌચરનું ઘાસ પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય ત્યારે પણ તેનો સાયલેજના રૂમમાં સંગ્રહ કરી શકાય છે. સાયલેજ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ઘાસચારો વધુ પડતો સૂકો કે પુષ્કળ પાણી કે ભેજવાળો ન હોવો જોઈએ. વધુ પડતો સૂકો ચારો હવા ચૂસ્ત રહેતો નથી તેથી ફૂગ ઉપન્ન થવાની શક્યતા રહે છે.
વધારે પાણીવાળા લીલાચારાનું સાયલેજ ખારુ કે બગડી જાય છે. એકલા કઠોળવર્ગના લીલાચારામાંથી સારી ગુણવત્તાવાળું સાયલેજ બનાવી શકાય નહીં, કારણ કે તેમાં કોર્બોદિત પ્રદાર્થનું પ્રમાણ વધુ હોય છે. સાયલેજ બનાવવાના લીલા ચારાની કાપણી ૫૦ ટકા ફૂલ આવી ગયા પછી કરવી જોઈએ. આ સમયે જરૂરી પોષક તત્વો લીલાચારામાં પૂષ્કળ પ્રમાણમાં સંગ્રહેલા હોય છે. તેમજ લીલા ચારાનું ઉત્પાદન પણ વધારે મળે છે.
સાયલેજ કાઢવાની પ્રક્રિયા
સામાન્યત: સાયલેજ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા ૪થી ૬ અઠવાડિયામાં પૂર્ણ થાય છે. તેથી ૪થી ૬ અઠવાડિયા સમય પછી જરૂરિયાત મુજબ સાયલેજ ખવડાવવા માટે કાઢી શકાય છે. સામાન્ય રીતે લીલા ઘાસચારાની તંગી શિયાળાની શરૂઆતથી નવે- ડિસે. માસમાં વધુ રહે છે. તેથી તે સમયે સાયલો ખોલવામાં આવે તો ઉપોયગી સારી રીતે કરી શકાય. એક વખત સાયલો ખોલ્યા બાદ પુરેપુરુ સાયલેજ ખવડાવવામાં ઉપયોગમાં લેવાઈ જવું જોઈએ.
ઉત્તમ સાયલેજ માટે ઉમેરવામાં આવતાં પદાર્થ
સાયલેજ બનાવવાની પ્રક્રિયા તથા નુકસાનકારક જીવાણુંઓની વૃદ્ધિ અટકાવવા અને લેકટીક એસિડનું પ્રમાણ વધે તેવા પ્રદાર્થો ઉમેરવામાં આવે છે. જેની એડિટીવઝ પણ કહેવામાં આવે છે. નુકસાનકારક જીવાણુંઓના નાશ માટે અતવા તેની સંખ્યા ઘટાડવા માટે ઘાસચારામાં સોડિયમ મોટાબાયસલ્ફાઈટ, જુદી જુદી જાતના ફીડ ગ્રેડ એન્ટિબાયોટીક જેવા કે ઝીંક બેસીટ્રેસીન, ઓરિયોમાયસીન અને ફોર્મલ્ડીહાઈડનો જે તે કંપનીની ભલામણ અનુસાર ઉમેરો કરી શકાય છે.
સાયલેજ બનાવતી વખેત જુદાજુદા ગેસો જેવા કે સલ્ફર ડાયોકસાઈડ અને કાર્બન ડાયોકસાઈડ પણ ઉમેરી શકાય છે. સાયલેજની અમ્લતાનો આંક ૪થી નીચે લાવવા માટે જુદાજુદા એસિડ જેવા કે સલ્ફુરિક એસિડ, હાઈડ્રોકલોરિક એસિડ અથવા તે બંનેનો મિશ્રણ પણ ઉમેરી શકાય છે. ઉપરાંત લેકટીક એસિડ ઉમેરવાથી ઘાસચારામાં આથો આવવાની ક્રિયા ઝડપી બને છે.