કારકિર્દીની શરૂઆત : નગરશેઠ તરીકે ખ્યાતી પામેલ લખુભાઈના કુટુંબમાં જન્મેલા અને ઉચ્ચ કેળવણી પ્રાપ્ય ચાર બહેનોમાં સૌથી નાનાભાઈ નયનભાઈએ સિવિલ ઈજનેરનો અભ્યાસ પૂર્ણ કરી બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું. સૌ પ્રથમ ભાવનગર યુનિવર્સિટી ગ્રંથાલય બાંધકામનું કામ શરૂ કરી ધંધાના શ્રી ગણેશ કર્યા. ‘જલમીન’ નામે નમુનેદાર સીનેમાગૃહ ઉભુ કરી બોટાદની પ્રજાના મનોરંજન માટે આગવી સવલત પૂરી પાડી છે. ફિલ્મ પ્રોડ્યુસરો, અને સંગીતકારોના સંપર્કમાં આવતાં ભાવનગર, બોટાદના કેટલાક કલાકારોને ફિલ્મમાં પ્લેબેક સીંગરનું સ્થાન અપાવી પ્રોત્સાહિત કર્યા છે.
ટર્નિંગ પોઈન્ટ : પેઈન્ટિંગ-સંગીત-સાહિત્ય અને ફીલોસોફીની પોતાનામાં ઠાસોઠાસ ભરેલ સંવેદના તથા સર્જનાત્મકતાને ધંધા સાથે સાંકળી તેનો ભરપૂર લાભ ઉઠાવી પોતાની આ ચતુર્થ કલાવડતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાની પૈરવી સાથે ભાવનગરમાં આર્થિક ઉપાર્જન શરૂ કર્યું. બોટાદના પ્રજાપતિ ભાઈઓના સહકારથી ટેરાકોટા વિકસાવ્યું. તેની આઈટમોના રાજ્ય અને આંતરરાજ્ય સ્તરે પ્રદર્શનો યોજયા, ધીંગી કમાણી, માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ અને અનેક એવોર્ડ પ્રાપ્તકર્યા.
આજે ટેરાકોટામાં આશરે સો વેરાયટી તથા હજારો ડીઝાઈનનો શો-રૂમ ભાવનગર અને બોટાદમાં ધરાવે છે. પોતાનો આગવો સંગીત સ્ટુડીયો આધુનિક સીસ્ટમ સાથેનો ઉભો કરી પોતે પોતાના પત્ની અને દીકરી સંગીત સાધના કરી તથા સ્ટેજ શો આલ્બમ બહાર પાડવા માટે પ્રગતિશિલ છે. દીકરી ઋજીતા ભલાણી ગુજરાતી પીકચરમાં પ્લેબેક સીંગર બની ગઇ છે. નવ જેટલી ટૂંકી વાર્તા લખેલી છે. નવનીત સર્મપણ, અખંડ આનંદ મેગેઝીનમાં તેમના લેખો છપાય છે. અંતરઆત્માની ખોજ એ તેમનો જીવનમંત્ર બની ગયો છે.
સફળતાનો યશ : જીંદગીની તમામ સફળતાનો યશ પોતાનાં પ્રેમાળ પત્ની મીના અને બચપનનાં મીત્ર ડૉ. કમલેશ આવસ્ત્થીને આપે છે.
યુવાનોને સંદેશ : દરેકને કુદરત એક વિશિષ્ટ તત્વ આપે છે.દરેકે તેને પારખીને જ સાધના જારી રાખવી.
મહત્વકાંક્ષા : ગોડ ગીફ્ટ તરીકે મળેલ ચારેય વિષયોની સંવેદનાને માટે ‘Jack of all’ બની તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાની મહત્વકાંક્ષા છે.