મને સ્પોર્ટ્સમાં સૌથી વધારે ક્રિકેટ જોવી ગમે છે. હું પોતે ક્રિકેટ પણ રમું છું. ક્રિકેટ રમતાં-રમતાં જ ક્રિકેટર બનવાનું મેં સપનું જોયું છે. સચિન તેંડુલકરની જેમ ક્રિકેટર બનીને હું ભારત દેશનું નામ રોશન કરવા માગું છું. આપણા દેશનું ગૌરવ વધે અને દેશના નાગરિક તરીકે હું મારી ફરજ બજાવી શકું એવું હું ઈચ્છું છું. મેં તો અત્યારથી જ વર્લ્ડ કપમાં રમવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ક્રિકેટવિશ્વમાં મને સૌથી વધારે આપણા દેશના ગૌરવવંતા ક્રિકેટર સચિન તેંડુલકર બહુ ગમે છે. મહેનત કરવામાં હું પાછો નહીં પડું પણ ક્રિકેટર બનીને રહીશ.