ઘણી સ્ત્રીઓને લાગતું હોય છે કે પોતાનો પતિ કે પાર્ટનર બહુ ‘એક્સ્પ્રેસિવ’ નથી. તમારી પ્રેમની લાગણીને મનમાં રાખી મૂકશો તો કોઇ વ્યાજ નહીં મળે. એનો તો રોજનો સોદો પાડી દો.
‘હું પ્રો. આકાશ. હું કવોન્ટમ ફિઝિકસનો પ્રોફેસર છું. વર્લ્ડ બેસ્ટ ફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગ મારા આદર્શ છે. એમનું પુસ્તક ‘અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ મારું ઓલ ટાઇમ ફેવરિટ પુસ્તક છે. મારો પ્રોબ્લેમ બ્રહ્નાંડને લગતા પ્રશ્નોનો નથી, પણ સંસારને લગતા પ્રશ્નોનો છે. આ મારી વાઇફ કોષા છે. એક કંપનીમાં એ માર્કેટિંગ મેનેજર છે, હું હજુ એને સમજી શકતો નથી.
બરાબર એમ જ જેમ સ્ટીફન હોકિંગનું સ્ટેટમેન્ટ હતું ને કે ‘હું યુનિવર્સને તો સમજું છું, પરંતુ સ્ત્રીઓને સમજવું મારા માટે અઘરું છે’, તો ડોક્ટર એક બિહેવિયરલ સાયિન્ટસ્ટ તરીકે તમે મને આ ‘બ્રિફ મિસ્ટ્રરી ઓફ વાઇફ’ સમજાવી શકો?’‘તમારા વચ્ચે પ્રોબ્લેમ શો છે?’ મેં પૂછ્યું. ‘એવો કોઇ સ્પેસિફિક પ્રોબ્લેમ નથી. લગ્નને નવ વર્ષ થયાં, પછી મને એમ કે હવે હું કોષાને સમજવા લાગ્યો છું, ત્યાં જ મારી થિયરી ખોટી પડે એટલે મને થયું કે તમારું કાઉન્સેલિંગ લઉં.’ આકાશભાઇ બોલ્યા.
બુદ્ધિ સતેજ હોવી એ એક બાબત છે, પણ લાગણીની સમજ અને સદુપયોગ એ બીજી મહત્વની બાબત છે. આથીયે વિશેષ દ. ઢ. એટલે સંબંધોની સમજ તો આજે વધારે અનિવાર્ય બની છે. એટલું તો ઠીક પણ ‘સંબંધોની સર્વિસ’ તો સૌથી વધુ જરૂરી છે.
પુરુષોએ કેટલીક બાબતો ‘મોબાઇલ’ની જેમ સાચવવા જેવી છે, જેમ કે સ્ત્રીના મૂડના ‘ચડાવ-ઉતાર’એ બહુ સામાન્ય બાબત છે. ઘણી સ્ત્રીઓને માસિક પૂર્વેના થોડા દિવસ-આશરે અઠવાડિયા જેટલા દિવસોથી થોડુંઘણું ચીડિયાપણું, ઉશ્કેરાટ, ડિપ્રેશન આ બધું જ અનુભવાય. જેવું મેન્સિસ પૂરું થાય કે તરત જ પૂર્વવત્ શાંતિ સ્થપાઇ જાય. આ તારીખો યાદ રાખજો મહાશય.
મોટા ભાગની સંવેદનશીલ સ્ત્રીઓની બીજી જરૂરિયાત છે એને શાંતિથી ને સક્રિય રીતે સાંભળવાની. તમને થાય કે એકની એક વાત કેટલી વાર સાંભળવાની, પણ ક્યારેક તમે પણ ઘરેલુ કાઉન્સેલર બની જાઓ ને. ઘણા થોડા પ્રયત્નોથી મોટી મુશ્કેલીઓ નિવારી શકશો. ‘સ્વાસ્થ્ય સંવાદ’ એ સંબંધોની સફળતાનો પાસવર્ડ છે.
ઘણી સ્ત્રીઓને એવું લાગતું હોય છે કે પોતાનો પતિ કે પાર્ટનર બહુ ‘એક્સ્પ્રેસિવ’ નથી. તમારી પ્રેમની લાગણીને મનમાં રાખી મૂકશો તો કોઇ ઊ. .ની જેમ વ્યાજ નહીં મળે. એનો તો રોજનો સોદો પાડી દો. રોજ રોજની ઘટનાઓની શક્ય હોય તો પત્ની સાથે ચર્ચા કરો. તમારી લાગણીને અભિવ્યક્ત કરવાની એક ક્ષણ પણ ચૂકશો નહીં. પછી ભલે તમે બ્રહ્નાંડ વિશે ન જાણતા હો પણ બ્રહ્નાના સર્જન ‘સ્ત્રી’ને વધુ સારી રીતે સમજી શકશો.
છેલ્લી વાત ‘રસ્પિકટ’ની આવે છે. સ્ત્રીએ કરેલાં નાનાં-મોટાં કાર્યોની શબ્દો દ્વારા કે હાવભાવ દ્વારા પ્રશંસા કરો. એકાદ ‘હગ’ આપી દો. આકાશના તારા તોડવાની જરૂર નથી હોતી.પ્રો. આકાશ આ વાત સાંગોપાંગ ઉતારી રહ્યા હતા. કોષાની પાંપણોના દરવાજા પર હર્ષનાં આંસુ ‘નોક નોક’ કરી રહ્યાં હતાં.
વિનિંગ સ્ટ્રોક: ક્યારેક એક્સેલન્ટ બિઝનેસમેન કે પ્રોફેશનલ પુરુષો પોતાના ઘરની બેલેન્સ શિટમાં લાગણીનો ટેક્સ ચૂકવતા નથી એટલે ઓચિંતી ‘રાડારાડ’ની રેડ પડે છે.