Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

સાંભળવાની કળા

 
Source: Akshay Patra, Bakul Dave   |   Last Updated 2:53 AM [IST](31/08/2010)
 
 
 
 
 
The first duty of love is to listen.- Paul Tillich

પોલ ટિલિકે લખ્યું છે: તમે કોઇને પ્રેમ કરતાં હો તો તમારી પહેલી ફરજ એ છે કે તમે એને ધ્યાનપૂર્વક સાંભળો.સ્પષ્ટ, મુદ્દાસર અને પ્રવાહી બોલવું તે કળા છે તેમ એકાગ્રતાપૂર્વક, ધીરજ રાખી- કંટાળ્યા સિવાય કોઇને સાંભળવું તે પણ ખાસ્સી સજ્જતા માગી લે છે. સારા વકતા શોધવાનું કદાચ એટલું મુશ્કેલ નથી, જેટલું અઘરું ઉત્તમ શ્રોતાને પામવાનું.

આજનો માણસ બહિર્મુખ થઇ ગયો છે. થોડા સમય માટે પણ બોલ્યા વગર બેસી રહેવાનું એને ફાવતું નથી. દિવસ દરમિયાન આપણે કેટકેટલું બિનજરૂરી બોલતા રહીએ છીએ એનો હિસાબ કદી કોઇએ માંડ્યોછે? જ્યાં નહીં બોલવાથી કામ સરી શકે તેવું હોય છે ત્યાં પણ આપણે શબ્દો ફેંકતા રહીએ છીએ. એટલું જ નહીં, પણ આપણે ચૂપ હોઇએ છીએ ત્યારે પણ આપણે મનોમન બોલ્યા કરીએ છીએ ને અમસ્તું જ ઘોંઘાટથી ઘેરાયેલા રહીએ છીએ.

મૌનનો મહિમા આપણે વીસરી ગયા છીએ. કોઇ પ્રસંગે બે મિનિટનું મૌન પાળવાનું આવે ત્યારે પણ કેટલાકને તકલીફ પડતી હોય છે. ક્યારે બે મિનિટ પૂરી થાય.

આમ થવાનું કારણ એટલું જ કે સંતપ્ત અને વિટંબણાઓથી ગ્રસ્ત માણસને ઘણું કહેવું છે પણ એને કોઇ સાંભળનાર નથી. આજના માણસની ભીતર જે ભર્યું છે તે એણે વ્યક્ત કરવું છે. એની પીડા, સમસ્યા અને આનંદને વ્યક્ત કરી એ ઠલવાઇ જવા ઇચ્છે છે, ખાલી થવા માગે છે. પણ ઠલવાવું ક્યાં? કોની પાસે ખાલી થવું?

કોલેજના કેટલાક યુવાનોને સામાજિક કાર્ય કરવાનો વિચાર આવ્યો. એમણે કોઇને પૂછ્યું: ‘શું કરીએ?’‘વૃદ્ધાશ્રમમાં જાવ.’‘ત્યાં જઇશું કરીએ?’‘વૃદ્ધોને સાંભળો. એમણે ઘણું કહેવાનું હોય છે. ખૂબ વાતો હોય છે એમની પાસે. નહીં કહેવાયેલી- વારંવાર કહેવાયેલી... અગણિત વાતો...’

યુવાનો રોજ સાંજે વૃદ્ધાશ્રમમાં જવા લાગ્યા. વૃદ્ધોને સાંભળવા લાગ્યા, હૃદય અને મનથી. એક યુવાને થોડા સમય પછી જણાવ્યું કે વાત કર્યા પછી વૃદ્ધોના ચહેરા પર એટલો સંતોષ અને સુખ પથરાઇ જતા.

સતત બોલ્યા કરવું અથવા તો સાવ જ નહીં બોલવું એ બેય બાબત નુકસાન કરતી હોય છે. બોલવાનું મૌન રહેવા કરતાં વધુ જરૂરી જણાય ત્યારે બોલાય તો તે શ્રોતા માટે પણ ઉપકારક બની રહેતું હોય છે.

ચાઇનઝિ ભાષામાં એક સેઇંગ છે: ‘The learned is he who is a good listener’.

એટલે કે જે ઉત્તમ શ્રોતા છે તે જ્ઞાની છે. આપણે વિદ્વાન વ્યક્તિ માટે સરસ શબ્દ છે- બહુશ્રુત. જે સતત સાંભળતો રહે છે- ઘણું સાંભળતો રહે છે તે બહુશ્રુત. જેનામાં સાંભળવાની કળા છે તે સાંભળીને ઘણું શીખી શકે છે ને બહુશ્રુતની કક્ષાએ પહોંચી શકે છે. સાંભળીને એ સૌને આશ્ચસ્ત કરી શકે છે ને પ્રેમ જગાડી શકે છે.

અક્ષયપાત્ર બકુલ દવે

kalash@guj.bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.