પ્રવાહમાં વહેવા કોઈ તૈયાર નથી. ઝનૂન ખાતર લાખોના પેકેજવાળી નોકરીઓને સહેલાઈથી અલવિદા. પોતાના માટે પોતાના હાથની નવી રેખા બનાવવામાં લાગ્યા છે.
આ જોશીલી પેઢીની વિચારસરણી અજબ છે. તે મોટી મોટી ડિગ્રીઓ લઈ મોટી મોટી નોકરીઓને ઠોકર મારતાં ખચકાતી નથી. કોઈને ગામડું પસંદ પડી રહ્યું છે તો કોઈ વાઇલ્ડ લાઇફ અને સક્રિય રાજનીતિની તક શોધી રહ્યા છે.પુણે યુનિવર્સિટીમાં સ્નાતક થઈ રહેલી ૨૦ વર્ષીય કૃષ્ણા પાટીલે બેંગ્લૂરુથી નૃત્યમાં ડિપ્લોમા કર્યું. કમાલ એ છે કે ૨૧ મે, ૨૦૦૯ના રોજ તેણે માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધું. ઘરમાં એકલી કૃષ્ણાની ઇચ્છાને સ્કૂલ ટીચર, મમ્મી અને મર્ચન્ટ નેવીમાં કામ કરતા પપ્પાએ સાથ આપ્યો. ૨૦૦૫થી તેણે તાલીમ લેવાની શરૂ કરી.
૨૦૦૮માં માઉન્ટ સતોપંથની ઊંચાઈએ પહોંચી. એ કહે છે, ‘જ્યારે હું પર્વતની એક પછી એક શિલાઓ પર ચઢતી જતી હતી ત્યારે હું નીચેની તરફ જોતી જ નહોતી, એટલે મને ખબર જ નહોતી પડતી કે હું કેટલી ઊંચાઈ પર પહોંચી ગઈ છું. હવે ડર શેનો! ડર તો છવિ રાજાવતને પણ નથી લાગતો. ટોંક જિલ્લાના સોડા જેવા ગામની ટીશર્ટ અને જીન્સધારી આ છોકરી જ્યારે મેજિક નામના ઘોડા પર સવાર થઈને ચક્કર લગાવે છે તો દરવાજા પર ઊભેલી સ્ત્રીઓ ઘૂમટામાં હસતી હોય છે.
છવિએ એમબીએ કર્યા પછી હોટલ બિઝનેસ અને એક કમ્યુનિકેશન કંપનીમાં સિનિયર મેનેજરની નોકરી કરી. પછી ગામ પાછા ફરવાનો ફેંસલો કર્યો. ઘરવાળાઓએ તકલીફોથી ડરાવી. છતાં આવી. પંચાયતની ચૂંટણીમાં કૂદી પડી. સરપંચ તરીકે ચૂંટાઈ. એ કહે છે, ‘ગામમાં એમબીએના ભણતરનો ઘણો ફાયદો થયો. છવિએ જયપુરમાં ઘોડેસવારીની સ્કૂલ ખોલી છે. દિલ્હીના બીટેક શૈલેશ ભારતવાસી ક્યારેક પ્રોબ્લેમ ઉકેલતા રહ્યા અને હવે વચ્યુંઅલ સ્પેસમાં હિન્દી પાઠ તૈયાર કરવામાં લાગી પડ્યા છે. આ નવયુવાને જુન ૨૦૦૬માં બ્લોગ શરૂ કર્યો - ‘મારા કવિ મિત્ર.’ તેના પર શૈલેશ હતાવાર પોતાના મિત્રોની કવિતા પોસ્ટ કરવા લાગ્યા. ધીમે ધીમે લોકો જોડાતા ગયા.
ત્રિવેન્દ્રમમાં જન્મેલા પ્રસિદ્ધ શ્રીપ્રકાશ. ઉંમર ૨૪ વર્ષ. આઇઆઇએમમાંથી અભ્યાસ કરીને નીકળ્યા તો કંપનીઓ નોકરી આપવા સામે જ ઊભી હતી. એક તરફ દિલ હતું અને બીજી બાજુ દિમાગ. દિલ કહી રહ્યું હતું કમાઈ ખા, દિમાગ કહી રહ્યું હતું જે સમાજ પાસેથી લીધું છે તે તેને ચૂકવી દો. દિમાગનું સાંભળ્યું. ૧૪ લાખનું પેકેજ ઠુકરાવી એક સંસ્થા સાથે જોડાયા જે બાળકોને સારા ટીચર ઉપલબ્ધ કરાવે છે. તેમની મદદે પહોંચ્યા વિક્રોલી (મુંબઈ)ની એક સ્કૂલમાં. તેમનું કહેવું છે, ‘આજે જ્યારે બાળકોને આગળ વધતાં જોઉં છું ત્યારે લાગે છે મારો નિર્ણય સાચો હતો.’
વાઇલ્ડ લાઇફમાં રસ હોવાને કારણે શ્યોપુરના એસ. આર. ટાગોરે ખેતીવાડીને બાય બાય કહી દીધું. ૨૩ વર્ષની ઉંમરે એન્વાયન્ર્મેન્ટલ સાયન્સમાં ડોક્ટરેટ માટે ચંબલની ઘડિયાલ સેન્ચુરીમાં મહિનાઓ પસાર કર્યા. હાલમાં યમુના સાથે જોડાયેલા ટાગોર કહે છે, ‘હું મૂળ ખેડૂત છું. હું વન્ય જીવજગતમાં પ્રવેશ કરવા માગતો હતો, પરંતુ વનવિભાગની નોકરી દ્વારા નહીં.’ તેઓ ભારપૂર્વક કહે છે એ ધ્યાનપૂર્વક સાંભળી લેજો, અમે કામ એ જ કરીશું, જેમાં મન લાગશે.
ગુનાના ડોક્ટર આલોક ભાર્ગવને રાજનીતિમાં પોતાનું ભવિષ્ય ત્યારે દેખાયું જ્યારે માઇક્રોબાયોલોજીમાં એમએસસી કરીને બહાર નીકળ્યા. ગોવંશની હત્યા માટેની સુપ્રીમ કોર્ટની એક અરજી વખતે સાબિતીઓ ભેગી કરવાની તેમની કોશિશોએ ભાજપ નજીક આવવાની તક આપી. બાયો એનર્જી સેલના રાષ્ટ્રીય સહસંયોજક આલોક કહે છે કે ‘રાજનીતિમાં પણ અમારા જેવાની ખૂબ જરૂર છે.’
ઇંદોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિવ્યતનયદાસ સંન્યાસ પહેલાંનું નામ પણ નથી લેતા. તેમને અનુષ્ઠાનમાં બેઠેલા જોઈને કોણ વિશ્વાસ કરશે કે તેઓ ટાન્ઝાનિયાની એક મલ્ટિનેશનલ કંપનીમાં ફાઇનાન્સ કંટ્રોલર હતા. ત્રણ લાખ રૂપિયા મહિને પગાર. જરૂરની દરેક સુવિધાઓ પર્યાપ્ત કરતાં વધારે. જોકે સ્વામિનારાયણ સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી પોતાની જીવનશૈલી જ બદલી નાખી. તેઓ કહે છે, ‘જીવન એક જ વાર મળેલો અવસર છે.’ મને લાગ્યું કે જે હું કરી રહ્યો છું, તેના માટે હું બન્યો નથી. બસ, તે પછી મારી જુની સફર અટકી ગઈ.’