પ્રશ્ન : અમે જ્યારે સંબંધ બાંધીએ ત્યારે મને સંતોષ થતો નથી. જ્યારે મારી પત્ની થોડા જ સમયમાં પરાકાષ્ઠાનો અનુભવ કરી લેતી હોવાથી એ પછી મને સાથ આપતી નથી. મારે શું કરવું?
ઉત્તર :તમે વધારે પડતી ઉત્તેજના અનુભવતા હશો, જેના લીધે તમને અસંતોષ રહે છે. સંબંધ બાંધો ત્યારે શરૂઆતનો સમય ફોરપ્લે માટે ફાળવો. એ દરમિયાન તમારા પત્નીને કહો કે એ સક્રિય રહે. ધીરે ધીરે તમને પણ સંતોષ થશે.
પ્રશ્ન : અમે બંને ઘણી વાર સહસ્નાન કરીએ છીએ. જોકે આ દરમિયાન મારા પતિ કેટલીક વાર વધારે પડતાં ઉત્તેજિત થઇ જાય છે અને મારી સાથે જબરદસ્તી કરે છે. મારે ત્યારે તેમને સંભાળવાનું ખૂબ મુશ્કેલ પડે છે. શું કરવું?
ઉત્તર :તમે તમારા પતિને સમજાવો કે ક્યારેક સહસ્નાન દરમિયાન સંબંધ બાંધીએ તે ઠીક છે, પણ કાયમ આ રીતે કરવાથી એ ઉત્તેજના જળવાશે નહીં. વળી, તમે પણ સંયમિત રીતે વર્તો.
પ્રશ્ન : મારી તેર વર્ષની દીકરીને હજી સુધી માસિક આવ્યું નથી. તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો છે, પણ માસિક ન આવવાથી મને ચિંતા થાય છે. એને કંઇ મુશ્કેલી તો નહીં હોય ને?
ઉત્તર :તેર વર્ષ તો હજી સામાન્ય કહેવાય. એનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો છે એટલે એના હોર્મોન બરાબર સક્રિય છે. તમે ચિંતા ન કરો. એકાદ-બે વર્ષમાં એને માસિક આવવાનું શરૂ થઇ જશે.
પ્રશ્ન : મારા પતિ વારંવાર મારી સાથે સંબંધ બાંધે છે અને ક્યારેક તો એવી રીતે વર્તે છે કે મને ખૂબ જ તકલીફ પડે છે. એમને ઘણી વાર સમજાવ્યા છતાં કંઇ ફરક નથી. હું કંટાળી ગઇ છું. શું કરું?
ઉત્તર :તમે પતિને સંબંધ બાંધતાં પહેલાંની ક્રીડા માટે વધારે સમય આપો અને તમે પણ તે દરમિયાન પૂરતો સાથ આપો. વધારે પડતા સંકોચશીલ ન રહો. જ્યારે એ સંબંધ બાંધે ત્યારે તમે શરીરને થોડું રીલેકસ રાખો. આના લીધે તમને તકલીફ ઓછી પડશે અને એમને સંતોષ થવાથી એ વધારે પરેશાન નહીં કરે.
પ્રશ્ન : હું એક યુવાન સાથે બહાર ગઇ, ત્યારે એણે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. તે પછી મને બે મહિના માસિક ન આવ્યું. મેં ગોળી કે કંઇ લીધું નથી. મારે શું કરવું?
ઉત્તર :આ બાબતને બરાબર કેટલો ચોક્કસ સમય થયો તે તમે જણાવ્યું નથી. છતાં જો હજી સુધી તમને માસિક ન આવ્યું હોય તો તમે વહેલી તકે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક સાધી તેમને બતાવો અને યોગ્ય દવા લો. ગાયનેકોલોજિસ્ટની સલાહ વિના કોઇ દવા લેશો નહીં.
પ્રશ્ન : હું મારી ગર્લફ્રેન્ડ સાથે હોઉં, ત્યારે એના મોબાઇલ પર અવારનવાર મેસેજ આવે છે. મેં તેને આ અંગે પૂછ્યું, તો એ સંતોષજનક જવાબ આપતી નથી. મારે શું કરવું?
ઉત્તર :તમે નકામી બાબતો પ્રત્યે ધ્યાન ન આપો. તમારી ગર્લફ્રેન્ડને બહેનપણી કે અન્ય કોઇ સંબંધી પણ મેસેજ કરતાં હોય. એના પ્રત્યે ખોટી શંકા મનમાં ઉત્પન્ન કરીને તમારા પ્રેમસંબંધમાં બિનજરૂરી વિખવાદ ઊભો કરવાની જરૂર નથી. એ તમારી સાથે કેવી રીતે રહે છે, તમને કેટલો પ્રેમ કરે છે તે વિચાર કરો.