શિક્ષક: બાળકો મારા સવાલનો જવાબ આપો. એક છોકરો પલંગ ઉપર બેઠો છે અને બે છોકરા પલંગ નીચે બેઠા છે. તો રૂમમાં કુલ કેટલા છોકરા હશે?
બાળકો : સાહેબ એક દ્વિતીયાંશ.
*** *** ***
શિક્ષક (ટીનીયાને) : હું તારા જેવડો હતો ને ત્યારે કદી ખોટું બોલતો નહીં હોં.
ટીનીયો : સાહેબ, તો પછી ખોટું બોલવાનું ક્યારથી શરૂ કર્યું?
*** *** ***
શિક્ષક : ચિંટુ તારાં મમ્મી-પપ્પા ઝઘડ્યા એમાં તું શાળાએ મોડો કેમ આવ્યો?
ચિંટુ : પણ સાહેબ મારી ફૂટ અને બુટ લઇને બંને ઝઘડતા હતા. મને આપે ત્યારે આવું ને સાહેબ.
*** *** ***
શિક્ષક : શૈલુ, તું દોડમાં હંમેશાં પ્રથમ કેવી રીતે
આવે છે?
શૈલુ : સાહેબ, હું દોડું ત્યારે મનોમન એવું માની લઉં છું કે મારી પાછળ કૂતરો પડ્યો છે. એટલે ઝડપથી દોડાઇ જાય છે.