મિત્રો, ગત અંકમાં મેંગ્રોવ વનસ્પતિ અંગે ચર્ચા કર્યા બાદ આજે જોઇએ હિમાલયમાંથી નીકળતી અને અન્ય પ્રકારની નદીઓમાંનો તફાવત શો છે? તેમ જ ભારતમાં વર્ષાઋતુ ઉપખંડીય નદીઓ વિશે.
પરિચય
હિમાલય નદીઓ વરસાદ ઉપરાંત બરફના પીગળવાથી પ્રાપ્ત થતાં જળને કારણે આખું વર્ષ (બારમાસી) વહેતી રહે છે. જ્યારે અન્ય પ્રકારની નદીઓમાં સામાન્ય રીતે વરસાદનું પાણી રહે છે એટલે તેમાં પાણીનો સ્તર ઘટતોવધતો રહે છે. ઉદાહરણ તરીકે હિમાલયન નદીઓ બ્રહ્નપુત્રા, ગંગા, યમુના વગેરે. જ્યારે અન્ય નદીઓ (મુખ્ય) : ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, કાવેરી વગેરે.
હિમાલયન નદીઓ અને ઉપખંડીય નદીઓ વચ્ચે તફાવત શો છે?
- હિમાલયન નદીઓનો હજુ પણ વિકાસ થઇ રહ્યો છે.
- હિમાલયન નદીઓની ગતશિિકત ખૂબ વધારે હોવાથી તે પોતાનો માર્ગ બદલી શકે છે (મૂળ ઊંચાઇ પર બરફના પીગળવાથી ગતશિિકતમાં તેજી આવે).
- હિમાલયન નદીઓ તેજ પ્રવાહ અને વિશેષ ઊંડાઇ ધરાવતી હોવાથી ત્યાં જળ વાહનવ્યવહાર ઉપલબ્ધ થઇ શકે છે.
જ્યારે અન્ય - ઉપખંડીય નદીઓ
- પૂર્ણ વિકસિત અવસ્થામાં છે.
- તેની ગતિશિકત મર્યાદિત હોવાથી માર્ગ પરિવર્તન જવલ્લે જ થાય.
- અન્ય નદીઓ ઓછી ઊંડાઇવાળી તથા મોસમી હોવાથી જળ વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો અનુકૂળ રહે છે.
મોનસૂન/વર્ષાઋતુ
અર્થ: આ શબ્દની ઉત્પત્તિ અરબી માષાના ‘મૌસિમ’ શબ્દથી થઇ છે, જેનો અર્થ છે પવનોની દિશાનું મોસમ/ઋતુ અનુસાર પલટાવું/બદલવું અથૉત્ કોઇ દેશમાં પ્રવાહિત/લહેરાતી હવાઓ, જેની દિશામાં વર્ષમાં બે વાર પૂર્ણ પરિવર્તન થાય છે.
ભારતીય મોનસૂનની ઉત્પત્તિ :
આગમન અને તીવ્રતા નીચેની બાબતો પર આધારિત છે.
- જળ અને જમીન વચ્ચેની ઉષ્ણતામાનની ભિન્નતા
- આંતર ઉષ્ણકટબિંધીય અભિસરણ ક્ષેત્ર
- જેટ સ્ટ્રીમ
- તિબેટ તેમ જ હિમાલયની સ્થિતિ
- ઉપખંડીય ભારતની સ્થિતિ
દક્ષિણ-પશ્ચિમ મોનસૂન
જૂન મહિનામાં સૂર્યનાં કિરણો કર્કરેખા પર સીધાં જ પડે છે. જેના કારણે ભારતના મધ્યમાં આવેલા તેમ જ પશ્ચિમમાં આવેલા મેદાની પ્રદેશોમાં પવનો ગરમ થઇને ઉપર ચડે છે અને આ પ્રકારે ત્યાં ઓછા દબાણનો વિસ્તાર બને છે. આ વિસ્તાર એટલો પ્રબળ હોય છે કે આ ઓછા દબાણના ક્ષેત્રને ભરવા માટે દક્ષિણ ગોળાર્ધના વ્યાપારિક પવનો ભૂમધ્ય રેખા પસાર કરીને આ ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ ધસે છે.
ભૂમધ્ય રેખા પસાર કરીને જ્યારે આ પવનો ભારતીય ઉપમહાખંડ તરફ આગળ વધે છે ત્યારે પૃથ્વીની ગતિના કારણે તેની દિશામાં પરિવર્તન થઇ જાય છે અને તે દક્ષિણ-પશ્ચિમી દિશાથી વહેવા લાગે છે. આ કારણથી જ જૂનથી સપ્ટેમ્બર સુધી થતી વરસાદી ઘટનાને દક્ષિણ-પશ્ચિમ મોનસૂન વર્ષા કહે છે.
ભારતીય મોનસૂનને પ્રભાવિત કરતાં કારણો :
- હિમાલય પર્વત પર બરફની અધિક માત્રા તેમ જ મે મહિના સુધી વરસાદ નબળા ચોમાસાનો સંકેત આપે છે.
- મોનસૂન આવતાં પહેલાં અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધારે રહેવાથી મોનસૂન/ચોમાસાની હવાઓ તેટલી જ નબળી પડી જાય છે.
- તિબેટના ઉચ્ચ પ્રદેશ અનેક વાયુ મંડળીય અનિયમિતતાને જન્મ આપે છે. આ પ્રદેશ જેટ સ્ટ્રીમના ટ્રાન્સમશિન/સંચરણમાં મદદ કરે છે.
- જે વર્ષે દક્ષિણ પ્રશાંત મહાસાગર ગરમ રહે છે તે વર્ષે ચોમાસાની નબળી રહેવાની સંભાવના પ્રબળ બની રહે છે.
- અલ નીનો ઇફેકટ વગેરે.
સ્પાર્ક પ્લગ: એન્જિન અને ડબા વચ્ચેનો ‘અગન’નો તફાવત એ જ ‘આરંભે શૂરા’ અને ‘સારી લગન’વાળા સ્પર્ધકોનો તફાવત!